IPL 2022 Gujarat Titans vs Lucknow Super Giants: જાણો આજની મેચ પહેલાં હાર્દિકે રાહુલને ફોન કરીને શું કહ્યું

  • આજે IPL માં લખનઉ સામે ટકરાશે ગુજરાતની ટીમ
  • હાર્દિકે કેમ રાહુલને એવું કહ્યું કે હું તારાથી સારું રમીશ
  • સંભવિત પ્લેઈંગ-11માં કોને-કોને મળી શકે છે સ્થાન
  • રાહુલે કેમ હાર્દિકને કહ્યું કે તું મારી નકલ ના કર?

Trending Photos

IPL 2022 Gujarat Titans vs Lucknow Super Giants: જાણો આજની મેચ પહેલાં હાર્દિકે રાહુલને ફોન કરીને શું કહ્યું

નવી દિલ્લીઃ આઈપીએલ એટલે, ક્રિકેટનો મહાકુંભ થરૂ થઈ ચૂક્યો છે. છેલ્લાં બે વર્ષમાં કોરોનાએ ખેલની મજા બગાડી હતી. જોકે, હવે કોરોનાનો પ્રકોપ હળવો થતાં ફરી એકવાર પરિસ્થિતિ નોર્મલ થઈ છે. અને સ્ટેડિયમ દર્શકોથી છલકાઈ રહ્યાં છે. ત્યારે આજે પહેલીવાર આઈપીએલ રમી રહેલી ગુજરાત ટાઈટન્સની ટીમનો મુકાબલો થવા જઈ રહ્યો છે. બહુ ચર્ચિત ગુજરાત ટાઈટન્સની ટીમ આજની મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે ટકરાશે. એક તરફ ગુજરાત ટાઈટન્સમાંથી હાર્દિક પંડ્યા તો બીજી તરફ લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી કે.એલ.રાહુલ ટીમ ઈન્ડિયાના બન્ને મહારથીઓ આજે મેદાનમાં સામ-સામે હશે. મુકબલો મજબૂત થશે. ત્યારે મેચના ઠીક પહેલાં હાર્દિક પંડ્યાએ કે.એલ.રાહુલને શેના માટે ફોન કર્યો? ફોન કરીને શું વાતચીત કરી? બન્ને ટીમોમાં કયા-કયા ખેલાડીઓને મળી શકે છે સ્થાન? સંભવિત પ્લેઈંગ-11 પણ જાણીલો.

ગુજરાત ટાઈટન્સ અને લખનઉ સુપરજાયન્ટ્સ આઈપીએલની સિઝન-15માં આ બન્ને ટીમો આજે પોતાની ડેબ્યૂ મેચ રમવા મેદાને ઉતરશે. ત્યારે બન્ને ટીમોના પ્રદર્શન પર અને બન્ને ટીમના કેપ્ટનની કેપ્ટન્સી પર પણ સૌ કોઈની નજર રહેશે. એવામાં મેચના ઠીક પહેલાં ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ લખનઉના કેપ્ટન કે.એલ.રાહુલને ફોન કર્યો હતો. જેને લઈને આ બાબત સમચારોમાં છવાઈ ગઈ છે. ફોન પર આ બંને ખેલાડીઓ વચ્ચે ઘણી વાતચીત પણ થઈ હતી. જેમાં હાર્દિકે કે.એલ.રાહુલ સામે એવો દાવો કર્યો હતોકે, આ સિઝનમાં હું તારા કરતા સારું રમીશ. ત્યાર પછી કે.એલ.રાહુલે જે જવાબ આપ્યો એ જાણવો પણ રસપ્રદ બની રહેશે.

મેચના એક દિવસ પહેલાં ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ કે.એલ.રાહુલને ફોન કર્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે મજાકમસ્તીભરી ચર્ચાઓ પણ થઈ હતી, જેનો વીડિયો ગુજરાત ટાઈટન્સે શેર કર્યો છે. આ દરમિયાન બંને ખેલાડીએ એકબીજાને પોતાના વિશે જણાવવા કહ્યું હતું, જેના જવાબમાં પહેલા રાહુલે કહ્યું કે હાર્દિક, તું તો મારો ભાઈ છે, પરંતુ તું મારા વિશે શું વિચારે છે એ જણાવ. એવામાં હાર્દિકે ગુજ્જુ સ્ટાઈલમાં ભાઈ-ભાઈ કહ્યું હતું.

હાર્દિક અને રાહુલ વચ્ચે જે ફોન થયો એમાં મોટા ભાગે બંનેના જવાબ સરખા હતા. તેવામાં રાહુલ અવારનવાર કહેતો હતો કે હાર્દિક તું મારા જવાબની નકલ ના કર. ઉલ્લેખનીય છે કે હાર્દિકની કેપ્ટનશિપ અંગે રાહુલે વધુમાં જણાવ્યું હતું કે હું તને ફિલ્ડ પર કેપ્ટન તરીકે જોઈને ઘણો ઉત્સાહિત છું. જોકે પંડ્યાએ મજાકમાં કહ્યું કે રાહુલ તું કેવો કેપ્ટન છે એ અત્યારે રેકોર્ડિંગમાં નહીં જણાવી શકું. હાર્દિકે મજાક મસ્તીમાં રાહુલને એમ પણ કહ્યું કે આ સીઝનમાં મારું અને ટીમનું પ્રદર્શન તારા કરતાં સારું રહેશે. જોકે આના વળતા જવાબમાં રાહુલે પણ મજાકમાં કહી દીધું કે મેદાનમાં આવી જા જોઈ લઈશું કોનું પ્રદર્શન કેવું રહે છે.

ગુજરાત ટાઈટન્સ સંભવિત પ્લેઇંગ-11:
શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા, મેથ્યુ વેડ, વિજય શંકર, ડેવિડ મિલર, હાર્દિક પંડ્યા, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, લોકી ફર્ગ્યુસન, આર.સાઈ.કિશોર

લખનઉ સુપર જાયન્ટ્સ સંભવિત પ્લેઇંગ-11:
કે.એલ.રાહુલ, ક્વિંટન ડિકોક, એવિન લુઈસ, મનીશ પાંડે, દીપક હુડા, કૃણાલ પંડ્યા, કૃષ્ણપ્પા ગૌથમ, રવિ બિશ્નોઈ, એન્ડ્ર્યુ ટાઈ, અંકિત રાજપૂત, આવેશ ખાન

મેચની વિગતો:
સ્થળઃ વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ
સમયઃ સાંજે 7.30 વાગ્યે
લાઈવ સ્ટ્રિમિંગઃ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક, ડિઝ્ની પ્લસ હોટસ્ટાર અને દિવ્ય ભાસ્કર એપ પર અપડેટ

પિચ રિપોર્ટ:
IPL 2022ની ઓપનિંગ મેચમાં વાનખેડેની પિચ બોલર્સને મદદરૂપ રહી હતી. તેવામાં આ મેચમાં પણ બેટરે પહેલા સેટ થયા પછી આક્રમક શોટ મારવાના ગેમ પ્લાન સાથે મેદાનમાં રમવું પડશે. જેથી ટોસ જીતીને બંને ટીમના કેપ્ટન પહેલા બોલિંગ કરવાનું વધારે પસંદ કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news