ગેહલોતનો જાદુ ખતમ, અધ્યક્ષ બનતા-બનતા રહી ગયાં, હવે મુખ્યમંત્રીની ખુરશી ખતરામાં!

અશોક ગેહલોત પર ગાંધી પરિવારનો વિશ્વાસ તે રીતે નબળો પડ્યો કે જે રવિવારની સાંજ સુધી અધ્યક્ષ પદની રેસમાં સૌથી આગળ હતા, તે તેમાંથી આઉટ થઈ ગયા છે. એટલું જ નહીં હવે તેમની મુખ્યમંત્રીની ખુરશી પણ ખતરામાં પડી ગઈ છે. 

ગેહલોતનો જાદુ ખતમ, અધ્યક્ષ બનતા-બનતા રહી ગયાં, હવે મુખ્યમંત્રીની ખુરશી ખતરામાં!

નવી દિલ્હીઃ વિશ્વાસની કોઈ ઉંમર નથી હોતી. હંમેશા યથાવત રહે છે કે ક્ષણભરમાં તૂટી જાય છે. અશોક ગેહલોત અને ગાંધી પરિવાર વચ્ચે વિશ્વાસનો જે સંબંધ હતો તે એક ભૂલની કારણે તૂટતો જોવા મળી રહ્યો છે. અશોક ગેહલોત પર ગાંધી પરિવારનો વિશ્વાસ તે રીતે નબળો પડ્યો કે જે રવિવારે સાંજ સુધી અધ્યક્ષ પદની રેસમાં સૌથી આગળ હતા, હવે તે તેમાંથી આઉટ થઈ ગયા છે. એટલું જ નહીં તેમનું મુખ્યમંત્રીનું પદ પણ ખતરામાં છે. સોનિયા ગાંધીના નજીકના રહેલા અશોક ગેહલોતે બુધવારથી મુલાકાત માટે લાઇનમાં રહેવું પડ્યું અને માંડમાંડ સમય મળ્યો. એટલું જ નહીં બહાર આવ્યા તો તેમનો ચહેરો ઉતરેલો હતો. 

મીડિયા સાથે વાત કરતા અશોક ગેહલોતે તેની પુષ્ટિ પણ કરી દીધી. તેમણે ધારાસભ્યોના બળવાને લઈને સરેન્ડરવાળું વલણ દેખાડતા કહ્યું કે મને એટલું દુખ છે કે હું જણાવી ન શકુ. આ ઘટનાનું દુખ મને આજીવન રહેશે. અશોક ગેહલોતે જણાવ્યું કે મેં સોનિયા ગાંધીની તે માટે માફી માંગી છે. હું દુખી છું કે એક લાઇનનો પ્રસ્તાવ પાસ કરાવવાની દાયકાઓથી ચાલી આવતી પરંપરા પહેલીવાર તૂટી ગઈ. આ સાથે અશોક ગેહલોતે કહ્યુ કે હું અધ્યક્ષ પદ પર ચૂંટણી લડવા માટે તૈયાર હતો, પરંતુ જે ઘટના રવિવારે જોવા મળી. ત્યારબાદ હું સ્પષ્ટ કરી દેવા ઈચ્છુ છું કે અધ્યક્ષની ચૂંટણી લડીશ નહીં. 

અધ્યક્ષ પદની રેસમાંથી બહાર, શું જશે સીએમની ખુરશી?
પરંતુ તે વાતને લઈને ચર્ચા છે કે અશોક ગેહલોતે અધ્યક્ષ પદ પર ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે કે પછી સોનિયા ગાંધીએ તેમને તેનાથી દૂર રકર્યાં છે. ત્યારબાદ ગેહલોતે કહ્યુ કે મુખ્યમંત્રી પદને લઈને પણ સોનિયા ગાંધીએ નિર્ણય લેવાનો છે. તેનાથી તે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે અધ્યક્ષ પદની રેસમાંથી બહાર થનારા ગેહલોતે મુખ્યમંત્રીની ખુરશી પણ ગુમાવી શકે છે. એટલે કે અશોક ગેહલોત માટે તે સ્થિતિ થઈ શકે છે કે મુખ્યમંત્રીની ખુરશીની માયામાં બંને ગયા, ન અધ્યક્ષ બની શક્યા અને ન મુખ્યમંત્રી પદે રહી શક્યા.

અશોક ગેહલોતે મીડિયા સાથે વાતચીતમાં સ્વીકાર્યું કે રવિવારે થયેલા ઘટનાક્રમથી તેમની છબી ખરાબ થઈ છે. તેમણે કહ્યું કે દેશભરમાં તેવો સંદેશ ગયો કે અશોક ગેહલોતને સીએમની ખુરશીનો મોહ છે. આ બધુ ખોટું છે અને હું કોંગ્રેસનો અનુશાસિત સિપાહી છું. આ દરમિયાન અશોક ગેહલોતે ઈન્દિરા ગાંધીતી લઈને સોનિયા ગાંધી સુધી સાથે કામ કરવાનો અનુભવ અને વિશ્વાસનો પણ ઉલ્લેખ કર્યો હતો. પરંતુ હવે તે જોવાનું હશે કે ત્રણ પેઢીનો આ વિશ્વાસ યથાવત રહે છે કે અશોક ગેહલોતને નુકસાન થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news