બેંગલુરૂ રમખાણ: ભાજપ સાંસદની સલાહ, CM યેદિયુરપ્પા 'યોગી મોડલ' અપનાવે

બેંગલુરૂ હિંસા કેસમાં બેંગલુરૂ દક્ષિણથી ભાજપ સાંસદ તેજસ્વી સૂર્યા (Tejasvi Surya)એ કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા (B. S. Yediyurappa) ને ચિઠ્ઠી લખી છે. તેમણે સીએમને રમખાનો પર કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

બેંગલુરૂ રમખાણ: ભાજપ સાંસદની સલાહ, CM યેદિયુરપ્પા 'યોગી મોડલ' અપનાવે

નવી દિલ્હી: બેંગલુરૂ હિંસા કેસમાં બેંગલુરૂ દક્ષિણથી ભાજપ સાંસદ તેજસ્વી સૂર્યા (Tejasvi Surya)એ કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા (B. S. Yediyurappa) ને ચિઠ્ઠી લખી છે. તેમણે સીએમને રમખાનો પર કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે ચિઠ્ઠીમાં કહ્યું કે યૂપીમાં સીએમ યોગીએ રમખાણ કરનારાઓ સાથે જેવું વર્તન કર્યું એ જ રીતે કર્ણાટક સરકાર પણ કરે. તેમૅણે કખ્યું કે રમખાણ કરનારા પાસેથી નુકસાનની વસૂલી કરવામાં આવે.

તમને જણાવી દઇએ કે બેંગલુરૂ હિંસામાં તપાસ શરૂ થઇ ગઇ છે. તો બીજી તરફ સાંસદ તેજસ્વી સૂર્યાએ ટ્વિટ કરીને કહ્યું કે મુખ્યમંત્રીને મારું નિવેદન છે કે તે સંપત્તિઓના નુકસાનની ભરપાઇ માટે રમખાણકારોની સંપત્તિને જપ્ત કરે જે રીતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં કર્યું હતું. 

કોંગ્રેસના નેતાના સંબંધીની સોશિયલ મીડિયામાં પોસ્ટને લઈને બેંગલુરુમાં મંગળવારે રાત્રે હિંસા ભડકી છે. હાલત કાબૂમાં કરવા માટે પોલીસને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. જેમાં બે લોકોના માર્યા ગયાના સમાચાર મળ્યા છે, તો સાથે જ 60 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. પોલીસે કાર્યવાહી કરીને 110 લોકોની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અપમાનજનક પોસ્ટથી નારાજ લોકોએ પુલાકેશી નગર ધારાસભ્ય અખંડ શ્રીનિવાસ મૂર્તિ (Akhanda Srinivas Murthy) ના ઘર પર હલ્લાબોલ કર્યું હતું. શહેરના ડીજે હલ્લી અને કેજી હલ્લા પોલીસ વિસ્તારમાં જોરદાર બબાલ થઈ હતી. જેના બાદ પોલીસને સ્થિતિને કાબૂમાં કરવા માટે બળ પ્રયોગ કરવાની ફરજ પડી હતી. 

Bengaluru is known for its peace and harmonious society.

We must protect this strength of our city at all costs pic.twitter.com/KCeS7QGCce

— Tejasvi Surya (@Tejasvi_Surya) August 12, 2020

કમિશનરના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ શેર કરનાર આરોપી નવીનની ધરપકડ કરવામાં આવી છે. આ સ્થિતિને નિયંત્રિત કરવા માટે ડીજે હલ્લી અને કેજી હલ્લી વિસ્તારોમાં કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. તો સમગ્ર બેંગલુરુમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. 

ગૃહમંત્રી બસવરાજ બોમ્બઈ (Basavaraj Bommai) એ ઘટનાની નિંદ કરતા લોકોને કાયદા-વ્યવસ્થા બનાવી રાખવાની અપીલ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ ધારાસભ્ય અખંડ શ્રીનિવાસ મૂર્તિના એક સંબંધીની કથિત ભડકાઉ પોસ્ટ બાદ લોકો ભકડ્યા હતા. તેઓએ ધારાસભ્યના ઘર પર હુમલો પણ કર્યો હતો. આ દરમિયાન ઉપદ્રવીઓએ ત્યાં હાજર પોલીસ કર્મચારીઓ પર પથરાવ કર્યો હતો. ઘટનાના સમયે ધારાસભ્ય પોતાના ઘર પર હાજર ન હતા. 

કોંગ્રેસે કરી ઘટનાની નિંદા
કોંગ્રેસે બેંગલુરૂમાં થયેલી હિંસાની નિંદા કરતાં બુધવારે કર્ણાટકની ભાજપ સરકારને સવાલ કર્યો કે શું બીએસ યેદિયુરપ્પા સરકાર સુઇ રહી હતી, અથવા પછી હિંસા થવાની રાહ જોઇ રહી હતી? પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ એ દાવો પણ કર્યો કે આ ઘટનાથી કાનૂન વ્યવથાની નિષ્ફળતા સાબિત થઇ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news