Bihar Election: પીએમ મોદી પર લાલુ યાદવે કર્યો પલટવાર- ડબલ નહીં આ ટ્રબલ એન્જિન છે


પીએમે રાજદ પર નિશાન સાધતા કહ્યુ કે, આજે બિહારની સામે એક તરફ ડબલ એન્જિનની સરકાર છે તો બીજી તરફ ડબલ-ડબલ યુવરાજ છે અને એક તો જંગલરાજના યુવરાજ પણ છે. પ્રધાનમંત્રી મોદીની રેલી બાદ રાજદ સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav)એ પલટવાર કરતા કહ્યુ કે, આ ડબલ એન્જિન નહીં ટ્રબલ એન્જિન છે. 
 

Bihar Election: પીએમ મોદી પર લાલુ યાદવે કર્યો પલટવાર- ડબલ નહીં આ ટ્રબલ એન્જિન છે

પટનાઃ બિહાર વિધાનસભા (Bihar Election)ના બીજા તબક્કાના મતદાન પહેલા રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  (PM Narendra Modi)એ લાલુ પ્રસાદ યાદવના ગઢ છપરામાં રેલી કરી હતી. આ રેલીમાં પીએમે રાજદ પર નિશાન સાધતા કહ્યુ કે, આજે બિહારની સામે એક તરફ ડબલ એન્જિનની સરકાર છે તો બીજી તરફ ડબલ-ડબલ યુવરાજ છે અને એક તો જંગલરાજના યુવરાજ પણ છે. પ્રધાનમંત્રી મોદીની રેલી બાદ રાજદ સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav)એ પલટવાર કરતા કહ્યુ કે, આ ડબલ એન્જિન નહીં ટ્રબલ એન્જિન છે. 

આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે ટ્વીટ કરી લખ્યુ- આ ડબલ એન્જિન નહીં ટ્રબલ એન્જિન છે. લૉકડાઉનમાં ફસાયેલા મજૂરોને પરત લાવવા સમયે ડબલ એન્જિન ક્યાં હતું?

આ પહેલા રાજદ નેતા તેજસ્વી યાદવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જંગલરાજના નિવેદન પર પલટવાર કરતા પૂછ્યુ કે જો 15 વર્ષ બિહારમાં સુશાસન રહ્યું તો રાજ્યમાં બેરોજગારી દર 46.6 ટકા કેમ છે? તેમણે પૂછ્યુ કે બિહારમાં દર બીજા ઘરના લોકો પલાયન કરવા મજબૂર કેમ છે? તેજસ્વીએ અપરાધના વધતા આંકડા પર પણ પીએમ મોદીને સવાલ કરી પૂછ્યુ અને ડબલ એન્જિનની સરકાર પર હુમલો કર્યો હતો. 

શ્રીનગરઃ હિઝબુલ મુઝાહિદ્દીનનો ટોપ કમાન્ડર સૈફુલ્લાહ મીર એનકાઉન્ટરમાં ઠાર

તેજસ્વીએ ટ્વીટ કર્યુ, આદરણીય પ્રધાનમંત્રી જી તે ન જણાવ્યું કે, ડબલ એન્જિન સરકારને કારણે બિહારનો બેરોજગારી દર 46.6 ટકા કેમ છે? બિહારના દર બીજા ઘરથી પલાયન કેમ થાય છે? NCRBના આંકડામાં બિહાર ગુનાઓમાં અવ્વલ કેમ છે? નીતિ આયોગ અુસાર શિક્ષણ-સ્વાસ્થ્ય ક્ષેત્રોમાં બિહાર પાછળ કેમ છે?"

મહત્વનું છે કે છપરામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા પીએમે કહ્યુ કે, બિહારમાં એક તરફ ડબલ એન્જિનની સરકાર છે તો બીજી તરફ ડબલ યુવરાજ છે. તેમાં તો એક જંગલરાજના યુવરાજ છે. પીએમ મોદીએ કહ્યુ કે ડબલ એન્જિન વાળી એનડીએ સરકાર, બિહારના વિકાસ માટે પ્રતિબદ્ધ છે, તો આ ડબલ-ડબલ યુવરાજ પોત-પોતાના સિંહાસનને બચાવવાની લડાઈ લડી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news