Bihar Election result: NDAની ભવ્ય જીત બાદ PM મોદીએ કહ્યું- 'બિહારે દુનિયાને લોકતંત્રનો પહેલો પાઠ ભણાવ્યો'

પીએમ મોદીએ કહ્યું કે, બિહારે દુનિયાને લોકતંત્રનો પહેલો પાઠ ભણાવ્યો છે. આજે બિહારે દુનિયાને ફરીથી જણાવ્યું છે કે લોકતંત્ર કેવી રીતે મજબૂત કરાય છે.

Bihar Election result: NDAની ભવ્ય જીત બાદ PM મોદીએ કહ્યું- 'બિહારે દુનિયાને લોકતંત્રનો પહેલો પાઠ ભણાવ્યો'

પટણા:  બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election result)ના અંતિમ પરિણામો જાહેર થઈ ગયા છે. NDAને 125 બેઠકો સાથે પૂર્ણ બહુમત મળ્યું છે. જ્યારે મહાગઠબંધનને 110 બેઠકો મળી. ચૂંટણી પંચ પાસેથી મળેલી જાણકારી મુજબ બિહારમાં સત્તાધારી એનડીએમાં સાનમેલ ભાજપને 74 બેઠકો, જેડીયુને 43 બેઠકો, વિકાસશીલ ઈન્સાન પાર્ટી (VIP)ને 4  બેઠકો અને હિન્દુસ્તાની અવામ મોર્ચા (HAM)ને 4 બેઠકો મળી છે. મોડી રાતે ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ બિહારની જનતા અને એનડીએના કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો. 

આરજેડી બની સૌથી મોટી પાર્ટી
વિપક્ષી મહાગઠબંધનમાં સામેલ રાષ્ટ્રીય જનતા પાર્ટી (RJD)એ 75 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસે 19 બેઠકો પર, ભાકપા માલેએ 12 બેઠકો પર, ભાકપા અને માકપા બંનેએ 2-2 બેઠકો પર જીત મેળવી છે. 

પીએમ મોદીએ જનતાનો માન્યો આભાર
પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, "બિહારે દુનિયાને લોકતંત્રનો પહેલો પાઠ ભણાવ્યો છે. આજે બિહારે દુનિયાને ફરીથી જણાવ્યું છે કે લોકતંત્ર કેવી રીતે મજબૂત કરાય છે. રેકોર્ડ સંખ્યામાં બિહારમાં ગરીબ, વંચિત, અને મહિલાઓએ પણ મત આપ્યો અને આજે વિકાસ માટે પોતાનો નિર્ણાયક નિર્ણય આપ્યો છે." તેમણે કહ્યું કે "બિહારના પ્રત્યેક મતદારે સ્પષ્ટ  કરી દીધુ છે કે તેઓ આકાંક્ષી છે અને તેમની પ્રાથમિકતા ફક્ત અને ફક્ત વિકાસ છે. બિહારમાં 15 વર્ષ બાદ પણ NDAના સુશાસને ફરીથી આશીર્વાદ મળવા એ દેખાડે છે કે બિહારના સપના શું છે અને બિહારની શું અપેક્ષાઓ છે." 

— Narendra Modi (@narendramodi) November 10, 2020

યુવાઓ સ્પષ્ટ કર્યું કે નવો દાયકો બિહારનો
પીએમ મોદીએ ટ્વીટ કરીને એમ પણ કહ્યું કે, "બિહારના યુવા સાથીઓએ સ્પષ્ટ કરી દીધુ છે કે આ નવો દાયકો બિહારનો હશે અને આત્મનિર્ભર બિહાર તેનો રોડમેપ હશે. બિહારના યુવાઓએ પોતાના સામર્થ્ય અને NDAના સંકલ્પ પર ભરોસો વ્યક્ત કર્યો છે. આ યુવા ઉર્જાથી હવે NDAને પહેલાની અપેક્ષા કરતા વધુ પરિશ્રમ કરવાનો પ્રોત્સાહન મળ્યું છે." 

બહેનો-દીકરીઓએ કર્યું રેકોર્ડબ્રેક મતદાન
બિહારની મહિલાઓને બિરદાવતા પીએમ મોદીએ કહ્યું કે, "બિહારની બહેનો-દીકરીઓએ આ વખતે રેકોર્ડબ્રેક મતદાન કરીને દેખાડી દીધુ કે આત્મનિર્ભર બિહારમાં તેમની ભૂમિકા મોટી છે. અમને સંતોષ છે કે વીતેલા વર્ષોમાં બિહારની માતૃશક્તિને નવો આત્મવિશ્વાસ આપવાનો NDAને અવસર મળ્યો. આ આત્મવિશ્વાસ બિહારને આગળ વધારવામાં અમને શક્તિ આપશે." તેમણે કહ્યું કે, "બિહારના ગામ-ગરીબ, ખેડૂતો-શ્રમિક, વેપારીઓ-દુકાનદાર, દરેક વર્ગે NDAના સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો વિશ્વાસના મૂળ મંત્ર પર ભરોસો વ્યક્ત કર્યો છે. હું બિહારના દરેક નાગરિકને ફરીથી આશ્વસ્ત કરું છું કે દરેક વ્યક્તિ, દરેક ક્ષેત્રના સંતુલિત વિકાસ માટે અમે પૂરેપૂરા સમર્પણથી સતત કામ કરતા રહીશું." 

— Narendra Modi (@narendramodi) November 10, 2020

કાર્યકરોનો માન્યો આભાર
આ સાથે તેમણે બિહારમાં કાર્યકરોનો આભાર માનતા કહ્યું કે, "બિહારમાં જનતા-જનાર્દનના આશીર્વાદથી લોકતંત્રએ ફરીથી એકવાર વિજય મેળવ્યો છે. @BJP4Bihar સાથે એડીએના તમામ કાર્યકરોએ જે સંકલ્પ-સમર્પણભાવ સાથે કામ કર્યું તે અભિભૂત કરનારું છે. હું કાર્યકરોને શુભેચ્છા પાઠવું છે અને બિહારની જનતા પ્રત્યે હ્રદયથી આભાર પ્રગટ કરું છું."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news