બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ News

યક્ષ પ્રશ્ન! બિહારમાં BJP સિંગલ લાર્જેસ્ટ પાર્ટી, હવે કોણ બનશે CM?
બિહાર ચૂંટણી (Bihar Assembly Election result) માં મોટાભાગના એક્ઝિટ પોલને પછાડીને સત્તાધારી એનડીએ (NDA)  સ્પષ્ટ બહુમત સાથે સત્તામાં વાપસી કરતું જોવા મળી રહ્યું છે. પરંતુ આ જીતમાં પણ એક ટ્વિસ્ટ જોવા મળી રહ્યો છે. આ વખતે ચૂંટણીમાં ભાજપ (BJP) સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી રહ્યો છે. અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ ભાજપ, જેડીયુવાળા નેતૃત્વમાં એનડીએ 127 બેઠકો પર આગળ છે જ્યારે મહાગઠબંધન 105 બેઠકો પર લીડ ધરાવે છે. જ્યારે અધર્સ 11 બેઠકો પર આગળ છે. સૌથી મોટી વાત એ છે કે ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 53 બેઠકો જીતી હતી. જ્યારે આ વખતે 72 જેટલી બેઠકો પર આગળ છે. જેડીયુ 48 બેઠકો અને સહયોગી વીઆઈપી 8 અને એચએએમ 1 બેઠક પર આગળ છે. એટલે કે ટ્રેન્ડથી સ્પષ્ટ છે કે આ વખતે ભાજપ ચૂંટણીની રેસમાં સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી રહ્યો છે. 
Nov 10,2020, 13:13 PM IST

Trending news