DMCH : 50 બાળકોના મોત મામલે BJP ધારાસભ્યનું અત્યંત શરમજનક નિવેદન

ઉત્તર બિહારની સૌથી મોટી હોસ્પિટલ ડીએમએસીએચમાં જૂન મહિનામાં 50 બાળકોના મોત થયા.

DMCH : 50 બાળકોના મોત મામલે BJP ધારાસભ્યનું અત્યંત શરમજનક નિવેદન

પટણા: ઉત્તર બિહારની સૌથી મોટી હોસ્પિટલ ડીએમએસીએચમાં જૂન મહિનામાં 50 બાળકોના મોત થયા. આ દર્દનાક ઘટના પર સત્તાધારી પક્ષ ભાજપના ધારાસભ્ય સચિન્દ્રકુમારે ખુબ જ શરમજનક નિવેદન આપ્યું છે. આ સમગ્ર મામલે તેમણે કહ્યું કે જે આવ્યાં છે તેમણે જવાનું છે. જીવન છે તો મૃત્યું પણ છે. જો કે તેમણે બાળકોના મોત પર દુ:ખ પણ વ્યક્ત કર્યું. આ સાથે જ તેમણે કહ્યું કે સરકાર સ્વાસ્થ્ય સુવિધાઓ સારી કરવાની કોશિશ કરી રહી છે. 

આ બાજુ બાળકોના મોત પર કોંગ્રેસ ધારાસભ્ય રાજેશ રામે કહ્યું કે બિહારમાં સ્વાસ્થ્ય વ્યવસ્થા બેહાલ છે. ડોક્ટરોની ઘોર કમી છે. તેમણે કહ્યું કે મારા પિતા સ્વાસ્થ્ય મંત્રી હતાં ત્યારે જેટલા ડોક્ટર અને નર્સ રાખ્યા ત્યારબાદ આજ સુધી કોઈને રખાયા નથી. તેમણે કહ્યું કે સ્વાસ્થ્ય મામલે સરકારના દાવા પોકળ છે. 

નોંધનીય છે કે ઉત્તર બિહારની સૌથી મોટી હોસ્પિટલ ડીએમસીએચમાં જૂન મહિનામાં 50થી વધુ બાળકોના મોતનો મામલો સામે આવ્યો છે. આંકડા સામે આવ્યાં બાદ હોસ્પિટલ મેનેજમેન્ટમાં  હડકંપ મચ્યો છે. હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટે બાળકોના મોત પર શિશુ વિભાગ પાસે જવાબ માંગ્યો છે. ડીએમસીએચમાં જૂન મહિનામાં પહેલીવાર આટલા બાળકોના મોત થયા છે. 

જુઓ LIVE TV

મુઝફ્ફરપુર સહિત અન્ય જિલ્લાઓમાં એક્યુટ ઈન્સેફેલાઈટિસ સિન્ડ્રોમ (એઈએસ)થી સેંકડો બાળકોના મોત થયાં. પરંતુ દરભંગા તેના કેરથી બચી ગયું હતું. ડીએમસીએચ મેનેજમેન્ટનું માનવું છે કે એક પણ બાળક એઈએસથી પીડિત થઈને દાખલ થયું નથી. પરંતુ આ 50 બાળકોના મોતે બધાને ચોંકાવી દીધા. આ આંકડો ગત વર્ષના આંકડા  કરતા ઘણો વધુ છે. 

રિપોર્ટ સામે આવ્યા બાદ હોસ્પિટલ મેનેજમેન્ટમાં હડકંપ મચ્યો છે. અફડાતફડીમાં મોતના કારણોની જાણકારી માટે તપાસના આદેશ અપાયા છે. 

ડીએમસીએચના શિશુ વિભાગમાં ગત એક જૂનથી 30 જૂન વચ્ચે લગભગ 50 બાળકોના મોતને લઈને હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડો.રાજ રંજન પ્રસાદે શિશુ વિભાગના વિભાગાધ્યક્ષ પાસે જવાબ માંગ્યો છે. અહીં જ તેમણે કહ્યું કે હોસ્પિટલમાં બાળકો સારવાર માટે આવે છે તો મોત પણ થતી રહે છે. પરંતુ આ વખતે મોતનો આંકડો વધી ગયો છે. વિતેલા વર્ષોની વાત કરીએ તો આ આંકડો 40 કે તેની નીચે રહેતો હતો. આ માટે તેમણે ચિંતા પણ વ્યક્ત કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news