ચૂંટણી 2019: BJPનું મોટું વચન, '1 રૂપિયામાં 5 કિલો ચોખા, 500 ગ્રામ દાળ અને મીઠું'

ધર્મેન્દ્ર પ્રધાને જાહેરાત કરતા જણાવ્યું કે, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના અંતર્ગત સમગ્ર દેશમાં લગભગ 3.26 કરોડ લોકોને ફાયદો પહોંચશે 

ચૂંટણી 2019: BJPનું મોટું વચન, '1 રૂપિયામાં 5 કિલો ચોખા, 500 ગ્રામ દાળ અને મીઠું'

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ના મેદાનમાં રાજકીય પક્ષો જાત-જાતની લલચામણી જાહેરાતો કરી રહ્યા છે. આ જ શ્રેણીમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે એક મોટી જાહેરાત કરી છે. ધર્મેન્દ્ર પ્રધાને એક રેલીને સંબોધિત કરતા જણાવ્યું કે, જો ભારતીય જનતા પાર્ટી ઓડિશામાં સત્તામાં આવશે તો લોકોને માત્ર રૂ.1ની કિંમતે ખાદ્ય ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવશે. પ્રધાને જણાવ્યું કે, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના અંતર્ગત લોકોને તેનો ફાયદો મળશે. 

ધર્મેન્દ્ર પ્રધાને જાહેરાત કરતા જણાવ્યું કે, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના અંતર્ગત લોકોને માત્ર રૂ.1માં 5 કિલો ચોખા, 500 ગ્રામ દાળ અને મીઠું આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે, આ યોજનાથી સમગ્ર દેશમાં લગભગ 3.26 કરોડ લોકોને ફાયદો પહોંચશે. 

— ANI (@ANI) April 13, 2019

ઉલ્લેખનીય છે કે, ઓડિશામાં ધર્મેન્દ્ર પ્રધાન ભાજપનો એક મોટો ચહેરો છે. રાજકીય વર્તૂળોમાં પણ એવી ચર્ચા છે કે, ઓડિશામાં ભાજપ તરફથી હવે પછીના મુખ્યમંત્રી તરીકે ધર્મેન્દ્ર પ્રધાનનું નામ જ આગળ આવી રહ્યું છે. 

ધર્મન્દ્ર પ્રધાન અત્યારે મધ્યપ્રદેશમાંથી રાજ્યસભાના સાંસદ છે. આ અગાઉ તેઓ 2012માં બિહારમાંથી રાજ્યસભામાં સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2000માં ઓડિશાની પલ્લહારા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા અને ત્યાર પછી 2004માં ઓડિશાના દેવગઢથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. ભાજપમાં પણ તેમને અનેક પદથી નવાજવામાં આવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news