નોટોની સાઇઝ વારંવાર બદલાતા નારાજ કોર્ટે RBIની ઝાટકણી કાઢી, કહ્યું સત્તાનો દુરુપયોગ સહ્ય નહી

શું તમે નોટો અને સિક્કાની વારંવાર બદલાતી સાઇઝથી પરેશાન છો અને અનેક વખત છેતરાયા પણ છો ?

નોટોની સાઇઝ વારંવાર બદલાતા નારાજ કોર્ટે RBIની ઝાટકણી કાઢી, કહ્યું સત્તાનો દુરુપયોગ સહ્ય નહી

નવી દિલ્હી : જો તમે નોટો અને સિક્કાની સતત બદલાતી રહેતી સાઇઝની પરેશાન છો અને તેના કારણે તમારે નોટ ઓળખવામાં મુશ્કેલી થાય અને કેટલીક વખત છેતરાઇ પણ ગયા હો તો આવું માત્ર તમારી સાથે જ નહી અનેક લોકો સાથે આવું થઇ રહ્યું છે. જેના કારણે બોમ્બે હાઇકોર્ટે રિઝર્વ બેંકની ઝાટકણી પણ કાઢી છે. કોર્ટે આરબીઆઇને પુછ્યું કે, તેઓ કરન્સી નોટો અને સિક્કાનાં ફિચર્સ અને સાઇઝ વારંવાર શા માટે બદલતા રહે છે ? આ અંગે જવાબ રજુ કરવા માટે RBI પાસે સમયની માંગ કરવામાં આવી, જેના કારણે કોર્ટે ઝાટકણી કાઢી.
ઇન્દ્ર માટે પણ કથાનો સમય નહી બદલતા બાપુએ નરેન્દ્ર માટે સમય બદલ્યો: PM મોદીએ ફ્રાંસમાં કર્યો બાપુનો ઉલ્લેખ
આરબીઆઇએ પુછ્યો સવાલ
બોમ્બે હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ પ્રદીપ નંદરાજોગ અને જસ્ટિસ ભારતી ડાંગરેની બેંચે આરબીઆઇને પુછ્યું હતું કે, આખરે નોટની સાઇઝ વારંવાર બદલવા માટેની તેમની શું મજબુરી છે ? આરબીઆઇનાં વકીલે નોટ બદલવાની હિસ્ટ્રી, કારણો શોધવા અને આંકડાઓ એકત્રીત કરવા માટે સમયની માંગ કરી. જે અંગે ચીફ જસ્ટિસ નંદરાજોગે કહ્યું કે, જવાબ આપવા માટે તમારે આંકડાઓની જરૂર નથી. અમે તમને કેટલી નોટો છાપી તે અંગે નથી પુછી રહ્યાં. અમે સાઇઝ અંગે પુછી રહ્યા છીએ. 
જેટ એરવેઝ કેસમાં નરેશ ગોયલનાં ઘર સહિત 12 સ્થળો પર ઇડીના દરોડા

VIDEO કોમ્પ્યુટરથી પણ તેજ છે આ 10 વર્ષની છોકરીનું મગજ, આંખે પાટો બાંધીને કરે છે આ કામ
જવાબ રજુ કરવા માટે બે અઠવાડીયાનો સમય
ચીફ જસ્ટિસે કહ્યું કે, ઓછામાં ઓછી એટલી સાંત્વના તો આપો કે ભવિષ્યમાં અમે નોટોનો આકાર નહી બદલવામાં આવે. જો તમે માત્ર આટલી સાંત્વના આપો તો સમસ્યા જ પુર્ણ થઇ જાય છે. જો કે આરબીઆઇએ સમય માંગતા તેમને બે અઠવાડીયાનો સમય અપાયો હતો. આ અગાઉ હાઇકોર્ટે આરબીઆઇને 1 ઓગષ્ટ સુધીનો જવાબ આપવાનો આદેશ આપ્યો હતો કે આખરે તેઓ નોટ વારંવાર બદલવા માટેની તેમની મજબુરીઓ શું છે. 
Big Breaking: સમુદ્રના રસ્તે ભારતમાં ઘૂસ્યા લશ્કરના 6 આતંકીઓ
મુંબઇ હાઇકોર્ટનાં જજીસે ટકોર કરી કે આરબીઆઇ પોતાની શક્તિઓનો આ પ્રકારે ઉપયોગ કરી શકે નહી કે જેના કારણે લોકોને સમસ્યા થાય. તેમણે કહ્યું કે, કોઇ નાગરિક પીઆઇએલ ફાઇલ કરીને એમ પણ પુછી શકે છે કે એક રૂપિયાની નોટ સર્કુલેશનમાંથી બહાર શા માટે કરવામાં આવી છે. તે તો લીગલ ટેંડર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news