Big Breaking: સમુદ્રના રસ્તે ભારતમાં ઘૂસ્યા લશ્કરના 6 આતંકીઓ

દક્ષિણ ભારતથી એક મોટા સમાચાર આવી રહ્યાં છે કે તામિલનાડુના કોઈમ્બતુરમાં સમુદ્ર રસ્તે 6 આતંકીઓ ભારતમાં ઘૂસ્યા છે.

Big Breaking: સમુદ્રના રસ્તે ભારતમાં ઘૂસ્યા લશ્કરના 6 આતંકીઓ

નવી દિલ્હી/ચેન્નાઈ: દક્ષિણ ભારતથી એક મોટા સમાચાર આવી રહ્યાં છે કે તામિલનાડુના કોઈમ્બતુરમાં સમુદ્ર રસ્તે 6 આતંકીઓ ભારતમાં ઘૂસ્યા છે. આ તમામ આતંકીઓ લશ્કર એ તૈયબાના હોવાનું કહેવાય છે. એવી આશંકા છે કે તેમણે શ્રીલંકાના રામેશ્વરમ ભાગેથી ભારતમાં પ્રવેશ કર્યો છે. 

ઈન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે તેમાંથી એક સભ્ય ઈલિયાસ અનવર છે. ઘૂસેલા આતંકીઓમાં એક પાકિસ્તાની નાગરિક અને અન્ય શ્રીલંકન તમિલ છે. 

જુઓ LIVE TV

રાજ્યમાં 14 પ્રમુખ માર્ગો, જે કોઈમ્બતુર સુધી જાય છે, તે સુરક્ષા એજન્સીઓની સખત નીગરાણીમાં છે. આ ઈનપુટ બાદ સુરક્ષા વ્યવસ્થા એકદમ ચુસ્ત કરવામાં આવી છે. 2000થી વધુ પોલીસકર્મીઓ યુનિફોર્મ અને સાદા કપડાંમાં ડ્યૂટી પર તહેનાત છે. 

ગુપ્તચર એજન્સીઓને એવી આશંકા છે કે આ આતંકીઓએ સમુદ્ર રસ્તે પ્રવેશ કર્યો છે. જે તામિલનાડુ અને શ્રીલંકાના ઉત્તરી ભાગોમાં રામેશ્વરમને જોડે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news