VIDEO કોમ્પ્યુટરથી પણ તેજ છે આ 10 વર્ષની છોકરીનું મગજ, આંખે પાટો બાંધીને કરે છે આ કામ

મધ્ય પ્રદેશના એજ્યુકેશન હબ કહેવાતા ઈન્દોર શહેરમાં એક બાળકીની કાબેલિયત કઈંક એવા પ્રકારની છે કે જેને જોઈને દરેક જણ સ્તબ્ધ છે. માત્ર 10 વર્ષની ઉમરમાં આ બાળકી 10માં ધોરણની બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહી છે અને બાળકીના ટેલેન્ટને જોઈને રાજ્યપાલે પણ તેને બિરદાવી છે. ખાસ વાત એ છે કે મેડિટેશન અને યોગ દ્વારા આ બાળકીએ પોતાને એ રીતે તૈયાર કરી છે કે તે આંખો પર પાટા બાંધીને પણ પુસ્તક વાંચી શકે છે. આઈક્યુ લેવલ એટલો વધારે છે કે આ બાળકીને જોઈને તમને આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને સ્ટીફન હોકિંગ જેવા વૈજ્ઞાનિકોની યાદ અપાવશે. 
VIDEO કોમ્પ્યુટરથી પણ તેજ છે આ 10 વર્ષની છોકરીનું મગજ, આંખે પાટો બાંધીને કરે છે આ કામ

ઈન્દોર: મધ્ય પ્રદેશના એજ્યુકેશન હબ કહેવાતા ઈન્દોર શહેરમાં એક બાળકીની કાબેલિયત કઈંક એવા પ્રકારની છે કે જેને જોઈને દરેક જણ સ્તબ્ધ છે. માત્ર 10 વર્ષની ઉમરમાં આ બાળકી 10માં ધોરણની બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહી છે અને બાળકીના ટેલેન્ટને જોઈને રાજ્યપાલે પણ તેને બિરદાવી છે. ખાસ વાત એ છે કે મેડિટેશન અને યોગ દ્વારા આ બાળકીએ પોતાને એ રીતે તૈયાર કરી છે કે તે આંખો પર પાટા બાંધીને પણ પુસ્તક વાંચી શકે છે. આઈક્યુ લેવલ એટલો વધારે છે કે આ બાળકીને જોઈને તમને આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને સ્ટીફન હોકિંગ જેવા વૈજ્ઞાનિકોની યાદ અપાવશે. 

આ બાળકીનું નામ તનિષ્કા ચંદ્રન છે. તનિષ્કાનો આઈક્યુ લેવલ તેની ઉંમરના સામાન્ય બાળકો કરતા અનેક ગણો વધુ છે અને હવે તે મધ્ય પ્રદેશ બોર્ડમાં 10માં ધોરણની પરીક્ષા આપવાની તૈયારી કરી રહી છે. સટાસટ અંગ્રેજી બોલતી તનિષ્કાને હિંદી અને અંગ્રેજી ઉપરાંત 10 અલગ અલગ ભાષાઓનું પણ જ્ઞાન છે અને તેની અભ્યાસની ક્ષમતા સામાન્ય બાળકો કરતા ખુબ વધુ છે. આંખો પર કાળા પાટા બાંધીને આ બાળકી જે રીતે પઝલ સોલ્વ કરે છે તેને જોઈને દરેક જણ સ્તબ્ધ થઈ જાય છે. આ જ રીતે સ્કેટિંગ કરવાની પણ તેની કળા એકદમ અલગ છે. 

જુઓ વીડિયો...

તનિષ્કા ભણવામાં એટલી તેજ છે કે અત્યારે તે ચોથા ધોરણમાં હોવી જોઈએ પરંતુ તે દસમા ધોરણના ગણિતના અઘરા દાખલા પણ સરળતાથી ઉકેલી નાખે છે. એટલું જ નહીં તે દસમા ધોરણમાં ભણાવાતા અનેક વિષયોને વાંચી રહી છે અને બધામાં સૌથી અઘરા ગણાતા વિષ્ય ક્વોન્ટમ ફિઝિક્સમાં પણ રસ દાખવે છે. તનિષ્કા બાળપણથી જ હોશિયાર છે. તનિષ્કાના પિતા સુજીત ચંદ્રને બાળપણથી જ તેની પ્રતિભાને ઓળખી લીધી હતી અને તેને મેડિટેશન અને યોગ પણ શિખવાડવાના શરૂ કર્યાં. તનિષ્કાના પિતા સુજીત કહે છે કે મેડિટેશન અને યોગ દ્વારા તનિષ્કાનું દિમાગ ઝડપથી વિક્સિત થયું. 

હકીકતમાં તનિષ્કાના માતા પિતા વ્યવસાયે શિક્ષક છે અને આવામાં તેમણે તેના અભ્યાસ ઉપર પણ વિશેષ ધ્યાન આપવાનું શરૂ કર્યું. જેનાથી માલુમ પડ્યું કે તે પોતાનાથી મોટા ધોરણના બાળકોના પુસ્તકો અને તેમાંના સવાલો પણ સરળતાથી ઉકેલી શકે છે. જેના પર તેને સીબીએસઈ સુધી પાંચમા ધોરણમાં અભ્યાસ કરાવાયા બાદ પોતાની જ પ્રાઈવેટ શાળામાં મધ્ય પ્રદેશ બોર્ડમાં જ તનિષ્કાનું છઠ્ઠા ધોરણમાં એડમિશન કરાવ્યું અને હવે તે મોડલ સ્કૂલમાં 10માં ધોરણની પરીક્ષા બાદ 12માં ધોરણની તૈયારીમાં પણ લાગી છે. 

The 10 year old girl Tanishka Chandran Passed 10th class examination, reads the book with blind folds

જો કે આટલી ઓછી ઉમરમાં તનિષ્કાને 10માં ધોરણની પરીક્ષા અપાવવી સરળ ન હતી. પોતાની બાળકીની પ્રતિભાને નિખારવા અને તેની ઉંમરમાં 10માં ધોરણની પરીક્ષા અપાવવા માટે તનિષ્કાના પિતા સુજીત અને માતા અનુભાએ ઈન્દોરથી લઈને રાજધાની ભોપાલ સુધીમાં સરકારી ઓફિસના ચક્કર લગાવ્યાં. શિક્ષણ વિભાગે નિયમોનો હવાલો આપીને  બાળકીને પરીક્ષા આપવાની મંજૂરી ન આપી અને તેમણે રાજ્યપાલનો દરવાજો ખખડાવ્યો. તત્કાલિન રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીએ જ્યારે બાળકીની પ્રતિભા જાણી તો શિક્ષણ વિભાગને વિશેષ નિયમો હેઠળ બાળકીને 10માં ધોરણમાં પ્રવેશના નિર્દેશ આપ્યાં. મોડલ સ્કૂલમાં એડમિશન મળ્યા બાદ આ સત્રમાં 10માં ધોરણની આ બાળકીએ 10મા ધોરણમાં પણ રેકોર્ડ સર્જ્યો છે. ત્યારબાદ હવે તે 12માં ધોરણની પરીક્ષાની તૈયારી કરી રહી છે. 

ઈન્દોરની આ હોશિયાર બાળકીનું કહેવું છે કે આંખો પર પટ્ટી બાંધીને ભણવું કે લખવું કોઈ ટ્રિક નથી કે ચમત્કાર નથી. પરંતુ મેડિટેશન અને યોગનું પરિણામ છે. દિમાગને સ્થિર રાખીને કોઈ પણ વ્યક્તિ જો મેડિટેશન કરે તો સરળતાથી આ પ્રકારે આંખ બંધ કરીને ભણી કે લખી શકાય છે. તનિષ્કા પોતે હિન્દી અને અંગ્રેજી ઉપરાંત મલયાલમ અને બીજી ભાષાઓ પણ ફટાફટ બોલે છે. એટલું જ નહીં તનિષ્કાને અભ્યાસ સાથે જ પેન્ટિંગ અને ડાન્સનો પણ શોખ છે. આ ઉપરાંત તે કથકના ક્લાસ પણ કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news