પેન્ગોંગ લેક પાસે ચીન હજુ પાછળ હટ્યું નથી, ફિંગર-5 પર PLAના સૈનિકો હાજર: સૂત્ર

ચીન (China) પોતાની હરકતો છોડતું નથી. સૂત્રોના જણાવ્યાં મુજબ કમાન્ડર સ્તરની ચોથા સ્તરની વાતચીતને અઠવાડિયું વીતી ગયું હોવા છતાં પૂર્વ લદાખમાં પેન્ગોંગ લેક પાસે ફિંગર-5(Finger 5) થી ચીને પોતાના સૈનિકોને હટાવ્યાં નથી. જ્યારે વાતચીત દરમિયાન સેનાને પાછળ હટાવવા પર સહમતિ બની હતી. 
પેન્ગોંગ લેક પાસે ચીન હજુ પાછળ હટ્યું નથી, ફિંગર-5 પર PLAના સૈનિકો હાજર: સૂત્ર

નવી દિલ્હી: ચીન (China) પોતાની હરકતો છોડતું નથી. સૂત્રોના જણાવ્યાં મુજબ કમાન્ડર સ્તરની ચોથા સ્તરની વાતચીતને અઠવાડિયું વીતી ગયું હોવા છતાં પૂર્વ લદાખમાં પેન્ગોંગ લેક પાસે ફિંગર-5(Finger 5) થી ચીને પોતાના સૈનિકોને હટાવ્યાં નથી. જ્યારે વાતચીત દરમિયાન સેનાને પાછળ હટાવવા પર સહમતિ બની હતી. 

સૂત્રોનું કહેવું છે કે ચીને પોતાના સૈનિકોમાં ઘટાડો જરૂર કર્યો છે પરંતુ તે ખુબ ઓછો છે અને તેનું એમ પણ કહેવું છે કે બંને દેશોને લઈને આગામી કેટલાક દિવસો મહત્વના રહેશે. નોંધનીય છે કે 14 જુલાઈના રોજ બંને સેનાઓના વરિષ્ઠ કમાન્ડરો વચ્ચે લગભગ 15 કલાક વાતચીત થઈ હતી. આ દરમિયાન ભારતે ચીની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ને 'રેડ લાઈન્સ' અંગે જણાવ્યું હતું અને ચીને સેનાને હટાવવા પર સહમતિ વ્યક્ત કરી હતી. 

ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે એક મીડિયા બ્રિફિંગમાં જણાવ્યું હતું કે બંને પક્ષ ચીન ભારત સરહદના પશ્ચિમ વિસ્તારથી સૈનિકોની તૈનાતી ઓછી કરવા પર સહમત થયા છે. તેમણે કહ્યું હતું કે 'ચીન અને ભારત વચ્ચે 14 જુલાઈના રોજ ચોથા તબક્કાની વાતચીતનું આયોજન થયું હતું. આ દરમિયાન બંને દેશોએ ચીન-ભારત સરહદના પશ્ચિમ વિસ્તારમાં તણાવ ઓછો કરવા અને સૈનિકોની સંખ્યામાં ઘટાડો કરવા પર સહમતિ વ્યક્ત કરી છે. અમને આશા છે કે ભારત સહમતિ પર આગળ વધવામાં ચીનની સાથે કામ કરશે.'

ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ લેહમાં તૈનાત 14 કોર્પ્સ કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ હરિન્દર સિંહે(Lt Gen Harinder Singh) કર્યુ હતું. જ્યારે ચીની પક્ષનું નેતૃત્વ દક્ષિણ શિજિયાંગ સૈન્ય ક્ષેત્રના કમાન્ડર મેજર જનરલ લિયુ લિને કર્યું હતું. લેફ્ટેનન્ટ જનરલ સ્તરની વાર્તા ડિસઈન્ગેજમેન્ટ પ્રોકેસના પહેલા તબક્કાના અમલીકરણની શરૂઆત બાદ થઈ હતી. 

જુઓ LIVE TV

PLAએ ભારતના આકરા વિરોધને જોતા અગાઉ ગોગરા, હોટ સ્પ્રિંગ્સ અને ગલવાન ઘાટીથી પોતાના સૈનિકોને પાછા બોલાવી લીધા છે અને ગત અઠવાડિયે પેન્ગોંગ એરિયામાં ફિંગર-4ની રિજ લાઈન એટલેકે ટોચ ઉપર પણ પોતાના સૈનિકોની હાજરીને ઘણી ઓછી કરી છે. અત્રે જણાવવાનું કે ભારતીય અને ચીની સેનાઓ 5 મેથી પૂર્વ લદાખના અનેક વિસ્તારોમાં આમને સામને છે. ગલવાન ખીણમાં થયેલી હિંસક ઝડપ બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news