કોરોના વેક્સિનની આશાને મોટો ઝટકો, ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટે ટ્રાયલ રોકી


સીરમ ઇન્સ્ટિટ્યૂટ Indiaફ ઇન્ડિયા (SII)એ કોવિડ-19 વેક્સિન 'કોવિશીલ્ડ (Covid-19 vaccine Covishield) ' ની ટ્રાયલ રોકી દીધી છે. દેશભરમાં 17 અલગ-અલગ જગ્યાઓ પર આ રસીનું પરીક્ષણ થઈ રહ્યું હતું.

 કોરોના વેક્સિનની આશાને મોટો ઝટકો, ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટે ટ્રાયલ રોકી

નવી દિલ્હીઃ સીરમ ઇન્સ્ટિટ્યૂટ Indiaફ ઇન્ડિયા (SII)એ કોવિડ-19 વેક્સિન 'કોવિશીલ્ડ (Covid-19 vaccine Covishield) ' ની ટ્રાયલ રોકી દીધી છે. દેશભરમાં 17 અલગ-અલગ જગ્યાઓ પર આ રસીનું પરીક્ષણ થઈ રહ્યું હતું. કંપનીએ એક નિવેદનમાં કહ્યું, 'અમે સ્થિતિની સમીક્ષા કરી રહ્યાં છીએ અને અસ્ત્રાજેનેકાની ટ્રાયલ શરૂ કરવા સુધી ભારતમાં ટ્રાયલ રોકવામાં આવી છે. અમે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાના નિર્દેશોનું પાલન કરી રહ્યાં છીએ.' કંપનીએ આ નિર્ણય ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા  (DCGI) ની નોટિસ મળ્યા બાદ લીધો છે. DCGI એ સીરમ  ઇન્સ્ટિટ્યૂટને પૂછ્યું હતું કે તેણે કેમ જણાવ્યું નહીં કે અસ્ત્રાજેનેકાએ વેક્સિનની ટ્રાયલ રોકી દીધી છે. અસ્ત્રાજેનેકાએ ઓક્સફર્ડ યુનિવર્સિટીની નિષ્ણાંતો સાથે મળીને આ વેક્સિન બનાવી છે.  DCGIએ નોટિસમાં કહ્યું કે, SIIએ વેક્સિનની સામે આવેલ ગંભીર પ્રતિકૂળ અસરો વિશે પોતાનું એનાલિસિસ પણ તેને સોંપ્યું નથી. 

કારણ દર્શાવો નોટિસ જારી કરતા DCGIએ કહ્યું કે, સીરમ ઇન્સ્ટિટ્યૂટે વેક્સિન ટ્રાયલને લઈને લેટેસ્ટ માહિતી તેને આપી નથી. DCGIના ડો વીજી સોમાનીએ નોટિસમાં તત્કાલ જવાબ આપવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે, જો કંપની જવાબ આપશે નહીં તો તે માની લેવામાં આવશે કે તેની પાસે સ્પષ્ટતા કરવા માટે કોઈ જવાબ નથી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. 

ઓક્સફોર્ડની કોરોના વેક્સિનની ટ્રાયલ રોકવામાં આવી, WHOએ આપ્યું મહત્વનું નિવેદન  

સીરમ ઇન્સ્ટિટ્યૂટે યથાવત રાખી હતી ટ્રાયલ
અસ્ત્રાજેનેકાની ટ્રાયલ રોકવાની જાહેરાત બાદ સીરમ ઇન્સ્ટિટ્યૂટે ટ્રાયલ યથાવત રાખવાની વાત કરી હતી. કંપનીએ મંગળવારે કહ્યુંકે, બ્રિટનમાં ચાલી રહેલ ટ્રાયલ વિશે અમે વધુ કંઈ કહી ન શકીએ. સીરમ ઇન્સ્ટિટ્યૂટે કહ્યું કે, જ્યાં સુધી ભારતમાં ચાલી રહેલી ટ્રાયલની વાત છે, તે ચાલી રહી છે અને કોઈ સમસ્યા સામે આવી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news