સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ

ડ્રગ્સ કેસમાં દિગ્ગજ અભિનેતાઓના નામ ઉછળ્યા, NCBએ શું કહ્યું તે જાણો

સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસ (Sushant Singh Rajput Death Case) સંલગ્ન ડ્રગ્સ કેસ (Drugs Case) મામલે NCB તપાસ ચાલુ છે. જેમાં અત્યાર સુધીમાં રિયા ચક્રવર્તી, સારા અલી ખાન, દીપિકા પાદુકોણ અને શ્રદ્ધા કપૂર જેવી અભિનેત્રીઓની પૂછપરછ થઈ ચૂકી છે. રિયા તો જેલમાં છે. આ બધાની પૂછપરછના આધારે એનસીબી (NCB) આગળની રણનીતિ તૈયાર કરી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે જલદી ઈન્ડસ્ટ્રીના કેટલાક મોટા માથાઓની પૂછપરછ પણ થઈ શકે છે. જેમાં અનેક એ-લિસ્ટ એક્ટર્સના નામ સામેલ છે. 

Oct 1, 2020, 03:39 PM IST

Bollywood drugs case: રિયા ચક્રવર્તી વિશે NCBએ કર્યો અત્યંત ચોંકાવનારો ખુલાસો

રિયા ચક્રવર્તી (Reha Chakraborty)  કોઈ માસૂમ નહીં પરંતુ ખુબ જ ચાલાક યુવતી છે. તે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ને ડ્રગ્સના જાળમાં બરાબર ફસાવવા માટે જ તેની પાસે ગઈ હતી. NCBએ કોર્ટમાં આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. 

Sep 30, 2020, 09:50 AM IST

EXCLUSIVE: સુશાંત સિંહ રાજપૂતના વિસરા રિપોર્ટથી થયો મોટો ખુલાસો

બોલિવુડ (Bollywood)  અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસ (Sushant Singh Rajput Death Case)  મામલે એમ્સ (AIIMS) ની ફોરેન્સિક ટીમ, સીબીઆઈ (CBI) ટીમ અને સીએફએસએલના એક્સપર્ટ વચ્ચે તાજેતરમાં એક મીટિંગ થઈ હતી. એમ્સ તરફથી અપાયેલા ફોરેન્સિક તપાસ રિપોર્ટને પણ સીબીઆઈને સોંપી દેવાયો છે. આ બાજુ હવે આ  રિપોર્ટ વિશે એક મોટી વાત સામે આવી છે. સુશાંતના વિસરા રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. 

Sep 29, 2020, 11:27 AM IST

આખરે અમિતાભ બચ્ચને સુશાંત સિંહ રાજપૂતના નિધન પર 'મૌન તોડ્યું', જાણો શું કહ્યું?

સોમવારે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) નો પોપ્યુલર ક્વિઝ શો કોન બનેગા કરોડપતિ(Kaun Banega Crorepati 12) ની નવી સીઝનની શરૂઆત થઈ. કોરોના વાયરસ (Corona virus)  મહામારીના કારણે આ શોને લાંબા ગેપ બાદ ઓનએર કરાયો. 'કોન બનેગા કરોડપતિ 12'નો પહેલો એપિસોડ ઓનએર થતા જ ફેન્સે ધમાકેદાર અંદાઝમાં બિગ બીનું સ્વાગત કર્યુ છે. આ શોના પહેલા એપિસોડ સંબંધિત અનેક આઈકોનિક મૂવમેન્ટ્સ પણ ફેન્સે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. કોન બનેગા કરોડપતિના પહેલા એપિસોડમાં જે રીતે અમિતાભ બચ્ચને સુશાંત સિંહ રાજપૂતને યાદ  કર્યો તેને જોઈને ફરીથી એકવાર લોકોની આંખો ભીની થઈ ગઈ. 

Sep 29, 2020, 11:07 AM IST

Drugs Case: રિયાની માનસિક સ્થિતિ ડામાડોળ? જાણો શું લખ્યું છે જામીન અરજીમાં 

આજે બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court) માં રિયા ચક્રવર્તી (Reha Chakraborty)  અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીની સાથે દીપેશ, સેમ્યુઅલ મીરાન્ડ અને અબ્દુલ બાસિતની જામીન અરજી પર સુનાવણી થશે. કોર્ટમાં રિયાના વકીલની સાથે તમામ પક્ષો પોતાની દલીલ રજુ કરશે. આજે કોર્ટમાં એનસીબી તરફથી પણ દલીલ કરાય તેવી શક્યતા છે. 

Sep 29, 2020, 09:32 AM IST

NCB આગળ ભાંગી પડી સારા, સુશાંત વિશે જે વાત અત્યાર સુધી છૂપાવી રાખી હતી તે સ્વીકારી લીધી

સારા અલી ખાનને એનસીબીએ શનિવારે પૂછપરછ માટે બોલાવી હતી. તે જ્યારે શનિવારે એનસીબીની ઓફિસે  પહોંચી તો ત્યાં તેને ડ્રગ્સ અંગે તમામ પ્રકારના સવાલ પૂછવામાં આવ્યાં. આ દરમિયાન સારાને તેના અને સુશાંત વચ્ચેના સંબંધ વિશે પણ સવાલ પૂછાયા.

Sep 28, 2020, 08:05 AM IST

Drugs Case: પૂછપરછમાં 'ઢાંકપિછોડો' કર્યો, પણ ચાલાક NCBની એક ચાલ અને બધાનું કામ તમામ!

દીપિકા, સારા, શ્રદ્ધા સહિત ડ્રગ્સ મંડળીમાં સામેલ તમામે પોતાના દોષ છૂપાવવા માટે તમામ યુક્તિઓ અજમાવી. ક્યાંક ચૂપ રહ્યા તો ક્યાંક ગોળગોળ જવાબ  આપ્યા. ક્યાંક પોતાનો દોષ બીજાને માથે ઢોળ્યો. પણ NCB આગળ હથિયાર હેઠે પડ્યા. 

Sep 27, 2020, 07:46 AM IST

EXCLUSIVE: કરણ જોહરના Party Video ની તપાસમાં આવ્યા મોટા અપડેટ

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ સંલગ્ન ડ્રગ્સ કેસની તપાસનો દાયરો જેમ જેમ વધી રહ્યો છે તેમ તેમ બોલિવુડમાં બધાના હ્રદયના ધબકારા વધી રહ્યા છે. હવે નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ આ મામલે ધર્મા પ્રોડક્શનના એક્ઝિક્યુટીવ પ્રોડ્યુસર ક્ષિતિજ પ્રસાદને સમન પાઠવ્યો છે.

Sep 25, 2020, 10:55 AM IST

આ ટોચની અભિનેત્રીએ સુશાંત સાથે કામ કરવાની ચોખ્ખી ના પાડી હતી, કારણ જાણી નવાઈ લાગશે

અનુરાગ કશ્યપે જણાવ્યું હતું કે ફિલ્મ 'હંસી તો ફંસી' માટે અમને અભિનેતાની શોધ હતી. આ  પ્રોજેક્ટનેલઈને પરિણીતી ચોપડા પાસે પહોંચ્યો. આ દરમિયાન પરિણીતીએ કહ્યું કે તે કોઈ ટીવી એક્ટર સાથે કામ કરવા માંગતી નથી.

Sep 21, 2020, 07:49 AM IST

ડ્રગ્સ કેસ: ડ્રગ તસ્કર રાહિલ વિશ્રામની ધરપકડ, બોલિવુડની અનેક જાણીતી હસ્તીઓ સાથે છે ડાઈરેક્ટ લિંક

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલા નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ 3 ડ્રગ તસ્કર ગેંગનો ખુલાસો કર્યો છે. આ સાથે જ એક તસ્કર રાહિલ વિશ્રામ (Rahil Vishram) ની પણ ધરપકડ  કરી છે. તેની પાસેથી એક કિલો હાઈ ક્વોલિટીનું નશીલુ ડ્રગ્સ અને 4 લાખ રૂપિયા કેશ મળી આવ્યા છે.

Sep 18, 2020, 10:50 AM IST

EXCLUSIVE: સુશાંત કેસમાં મળ્યો સોલિડ પુરાવો, સારા-રકુલ બાદ અન્ય એક મોટી અભિનેત્રી પણ NCB ના રડાર પર

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં સતત ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. સુશાંત સિંહ કેસ સંબંધિત કેટલીક બેંક ડિટેલ્સ ZEE Newsને મળી છે જેનાથી આ કેસના અનેક રહસ્યો પરથી પડદા ઉઠશે. આ બેંક ડિટેલ્સથી જાણવા મળશે કે સુશાંત સિંહના મોત પહેલા  કેટલા પૈસા ક્યાં ક્યાં ખર્ચ કરાયા. જેમાં સુશાંતની પાઈ પાઈનો હિસાબ છે. 

Sep 18, 2020, 09:04 AM IST

સુશાંત કેસ: ભાજપના દિગ્ગજ નેતાના ચોંકાવનારા દાવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ

મહારાષ્ટ્રના ભાજપના ધારાસભ્ય નીતિશ રાણેએ સુશાંત સિંહ રાજપૂત અને દિશા સાલિયાનના શંકાસ્પદ મોત અંગે ચોંકાવનારા દાવા કર્યા છે. તેમણે જણાવ્યું કે દિશાના મોતના કારણો અંગે રોહન રાયને બધુ ખબર છે પરંતુ ડરનો માર્યો તે આમતેમ ભાગી રહ્યો છે. નીતિશ રાણેએ કહ્યું કે જો રોહને સામે આવીને 8 જૂનની પાર્ટીની સચ્ચાઈ ન જણાવી તો હું સીબીઆઈને તમામ રહસ્યનો ખુલાસો કરીશ. 

Sep 17, 2020, 10:39 AM IST

સુશાંત કેસ: ફ્લેટમેટે કર્યો ખુલાસો, મોત પહેલા સુશાંત આ કારણસર 'ગભરાયેલો અને ડરેલો' રહેતો હતો

સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં છેલ્લા 3 મહિનાથી દરરોજ નવા રહસ્યો ખુલતા જાય છે. 'ધ એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી' સ્ટારનો 14 જૂનના રોજ મુંબઈના બાન્દ્રા ખાતેના તેના ઘરે શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ મુંબઈ પોલીસથી લઈને બિહાર પોલીસે આ કેસમાં તપાસ કરી. મુંબઈ પોલીસે સુશાંતના મોતને આત્મહત્યા ગણાવી છે.  આ કેસમાં અસલ વળાંક તો ત્યારે આવ્યો જ્યારે અભિનેતાના પિતા કે કે સિંહે રિયા ચક્રવર્તી સહિત અનેક લોકો સામે પટણામાં એફઆઈઆર નોંધાવી. સુશાંત કેસમાં 19 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપીને કેસની તપાસ સીબીઆઈને સોંપી દીધી. 

Sep 17, 2020, 09:38 AM IST

Sushant Singh Rajput નો ફાર્મ હાઉસ પર સારા અલી ખાન સાથેનો 'સિક્રેટ' VIDEO, બની શકે છે મોટો પુરાવો

આ વીડિયો ડિસેમ્બર 2019થી માર્ચ 2020 વચ્ચેનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં સુશાંત અને સારા સિગરેટના કશ લેતા જોવા મળે છે. દાવા સાથે કહી ન શકાય કે આ સિગરટેમાં ડ્રગ્સ છે કે નહીં. પરંતુ અત્યાર સુધી સુશાંત મોત કેસમાં જે પણ ખુલાસા થયા છે તેને જોતા આ ક્લિપ આવનારા સમયમાં મોટો ક્લૂ બની જાય તો નવાઈ નહીં. 

Sep 16, 2020, 12:26 PM IST

સુશાંતના ફાર્મ હાઉસ 'Hangout Villa'ના 4 નવા VIDEO એ રિયા ચક્રવર્તીની પોલ ખોલી

સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં હવે તેનું લોનાવાલા સ્થિત ફાર્મ હાઉસ ખુબ ચર્ચામાં છે. આ ફાર્મ હાઉસની ચર્ચા તો તમે સાંભળી હશે પરંતુ હવે અહીં અમે તમને સુશાંતના ફાર્મ હાઉસની અંદરના ચાર નવા વીડિયો બતાવી રહ્યાં છીએ જે જોતા તમને ખબર પડશે કે સુશાંત કેટલો હસમુખો, ખુશખુશાલ અને સ્વસ્થ હતો. હવે સવાલ એ થાય છે કે અચાનક એવું તે શું થયું કે તેની માનસિક સ્થિતિ બગડી ગઈ. આ વીડિયો દર્શાવે છે કે સુશાંતની તબિયત અને તેની માનસિક સ્થિતિને લઈને મોટુ જૂઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. 

Sep 15, 2020, 10:12 AM IST

સારાએ સુશાંતને ડ્રગ્સના રવાડે ચડાવ્યો? કરણ જોહરનો ચર્ચિત VIDEO પણ NCBના રડારમાં 

રિયા ચક્રવર્તીની ડ્રગ્સ સ્ટોરીમાં સારા અલી ખાન અને અન્ય ચાર મોટા નામનો ખુલાસો થતા જ બોલિવૂડમાં જાણે હડકંપ મચી ગયો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ NCB આ પાંચ લોકો પર જલદી કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. સારા અલી ખાન ઉપરાંત અભિનેત્રી રકુલ પ્રીત સિંહ, ફિલ્મ જર્નાલિસ્ટ અને બોલિવૂડ પબ્લિસિસ્ટ રોહિણી ઐય્યર, દિલ બેચારાના ડાયરેક્ટર મુકેશ છાબડા, ડિઝાઈનર સીમોન ખંભાતાના નામ આ યાદીમાં સામે આવ્યાં છે. જેમાં સારાનું નામ સૌથી ચોંકાવનારું છે. સારા અને સુશાંતે કેદારનાથ ફિલ્મમાં સાથે  કામ કર્યું હતું અને તે દરમિયાન તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો હોવાનું પણ કહેવાય છે. 

Sep 13, 2020, 02:28 PM IST

કંગનાને સપોર્ટ કરવા સુરતના વેપારીએ બનાવી ખાસ સાડી, પલ્લુ પર જોવા મળી ‘મણિકર્ણિકા’

  • સાડીના પાલવ પર કંગનાની મણિકર્ણિકાના રૂપમાં તસવીર જોવા મળે છે. તો સાથે સાડી પર “I Support Kangana Ranaut” લખવામાં આવ્યું.
  • કોરોનાકાળમાં ઓનલાઈન શોપિંગમાં ફાટફટ લોકોએ બુકિંગ કરાવી સાડી 

Sep 13, 2020, 12:26 PM IST

રિયા જેલમાં જતા જ હડકંપ, આ બોલિવૂડ સુપરસ્ટારના પરિવારના અનેક લોકોએ તાબડતોબ મુંબઈ છોડ્યું!

રિયા ચક્રવર્તી (Reha Chakraborty)  જેલમાં ગઈ તેના કારણે અનેક બોલિવૂડ સિતારાઓના માથે લટકતી તલવાર જોવા મળી રહી છે. રિયાએ બોલિવૂડના 25 એવા કલાકારોના નામનો ખુલાસો કર્યો છે જે ડ્રગ્સ લે છે. આ સિતારાઓના નામનો ખુલાસો થયા બાદ સમગ્ર બોલિવૂડમાં હડકંપ મચી ગયો છે. આ બાજુ એનસીબી (NCB)  પણ આ તમામ સિતારાઓ પર પોતાના સકંજો કસવાની તૈયારી કરી રહી છે. એવા પણ અહેવાલો આવી રહ્યાં છે કે સલમાન ખાન (Salman Khan) ના પરિવારના કેટલાક લોકો શનિવારે સવારે મુંબઈથી રવાના થયા. 

Sep 13, 2020, 08:51 AM IST

ગુસ્સે થયેલા સુરતના યુવાને ઉદ્ધવ ઠાકરેને મોકલી લિપસ્ટીક

  • સુરતના યુવરાજ પોખરણ દ્વારા આ ઘટનાને લઇ ઉદ્ધવ ઠાકરેને લિપસ્ટિક મોકલી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો

Sep 12, 2020, 03:56 PM IST

વિવાદ વચ્ચે કંગનાએ શેર કરી ગુજરાતની તસવીર, કહ્યું-જીત આખરે ભક્તિની થાય છે

  • ટ્વિટ અને તસવીરના માધ્યમથી તેણે પોતાની ઓફિસ તોડનારી શિવસેના પર ફરી એકવાર શાબ્દિક પ્રહાર કર્યો 
  • મનથી ધાર્મિક અને ભક્તિભાવમાં વિશ્વાસ રાખતી કંગના રનૌતે આ પહેલા દ્વારકાધીશ જગત મંદિરના દર્શન પણ કર્યા હતા

Sep 12, 2020, 01:00 PM IST