24 કલાકમાં 3,320 કેસ, 10 દિવસમાં ડબલ, ડરાવી રહ્યો છે કોરોના


ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. હાલ આંકડો  60 હજારની નજીક પહોંચી ગયો છે. દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. ત્યારબાદ ગુજરાતનો નંબર આવે છે. 

24 કલાકમાં 3,320 કેસ, 10 દિવસમાં ડબલ, ડરાવી રહ્યો છે કોરોના

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસ (Coronavirus in india) ના સંક્રમણના મામલા વધવાની ગતિ ફરીથી વધી ગઈ છે. હવે ભારતમાં કોરોનાના મામલા 10 દિવસમાં ડબલ થઈ રહ્યાં છે, જે થોડા દિવસ પહેલા 13 દિવસ પર પહોંચી ગયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર કુલ મામલા વધીને 59,662 પર પહોંચી ગયા છે, જેમાં 1981 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં 3320 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા ચાર દિવસથી કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. 

હવે દરરોજ આવી રહ્યાં છે 3000થી વધુ મામલા
3 મેએ 24 કલાકમાં 2553 મામલા સામે આવ્યા, જે છેલ્લીવાર હતું કે કોરોનાના મામલા એક દિવસમાં 3 હજારથી ઓછા રહ્યાં હતા. ત્યારબાદથી અત્યાર સુધી દરરોજ 3 હજારથી વધુ મામલા સામે આવી રહ્યાં છે. 4 મેએ 3900 કેસ સામે આવ્યા હતા. આ કારણે કોરોનાના કેસ વધવાની ગતિ વધી હતી. જે કેસ પહેલા 13 દિવસમાં ડબલ થઈ રહ્યાં હતા. હવે તે ઘટીને 10 પર આવી ગયા છે અને સ્થિતિ આ રહે તો હજુ ઘટી શકે છે. 

આપણે વાયરસની સાથે જીવતા શીખવુ પડશે
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું- દે દિવસ પહેલા સુધી મામલા 12 દિવસમાં ડબલ થઈ રહ્યાં હતા, હવે 10 દિવસમાં બમણા થઈ રહ્યાં છે. આપણી સામે એક મોટો પડકાર છે. આપણે વાયરસની સાથે જીવતા શીખવુ પડશે. અમારી કેટલિક ખાસ ગાઇડલાઇન્સ છે, તેને ધ્યાનમાં રાખવી પડશે. એક નાની ભૂલ ભારે પડી શકે છે. 

અત્યાર સુધી 17847 લોકો ડિસ્ચાર્જ થઈ ચુક્યા છે. રિકવરી રેટ વધીને 29.36 ટકા થઈ ગયો છે, જેનો મતલબ છે કે 3માંથી એક વ્યક્તિ સ્વસ્થ થઈ રહ્યો છે. એવરેજ 3.2 ટકા દર્દી ઓક્સિજન સપોર્ટ પર છે, 4.7 ટકા દર્દી આઈસીયૂમાં છે અને 1.1 દર્દી વેન્ટિલેટર સપોર્ટ પર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news