corona patient in india: દેશમાં કોરોના પીડિતોની સંખ્યા 56 હજારને પાર, જાણો રાજ્યવાર સ્થિતિ
દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. મેના પ્રથમ સપ્તાહમાં કોરોના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. દેશમાં જારી લૉકડાઉન 3.0 બાદ નવા કેસોની સંખ્યાએ સરકારોને ચિંતામાં મુકી દીધી છે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. સરકારી આંકડા અનુસાર, અત્યાર સુધી 56,342 કોવિડ-19ના મામલા સામે આવી ચુક્યા છે. તેમાંથી 16,540 દર્દીઓ સ્વસ્થ થઈને ડિસ્ચાર્જ થયા છે જ્યારે 1866 લોકોના આ જીવલેણ વાયરસથી મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં 3390 નવા કેસ સામે આવ્યા તો 103 લોકોના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. તો દિલ્હી અને ગુજરાતમાં પણ દરરોજ નવા-નવા કેસ નોંધાઇ રહ્યાં છે. જુઓ ભારતમાં કોરોના વાયરસના કેસની રાજ્યવાર સ્થિતિ
રાજ્ય | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ | |
1 | આંદામાન નિકોબાર | 33 | 33 | 0 |
2 | આંધ્રપ્રદેશ | 1,847 | 780 | 38 |
3 | અરુણાચલ પ્રદેશ | 1 | 1 | 0 |
4 | આસામ | 54 | 34 | 1 |
5 | બિહાર | 550 | 246 | 5 |
6 | ચંદીગઢ | 135 | 21 | 1 |
7 | છત્તીસગઢ | 59 | 38 | 0 |
8 | દાદરા અને નગર હવેલી | 1 | 1 | 0 |
9 | દિલ્હી | 5,980 | 1,931 | 66 |
10 | ગોવા | 7 | 7 | 0 |
11 | ગુજરાત | 7,012 | 1,709 | 425 |
12 | હરિયાણા | 625 | 260 | 7 |
13 | હિમાચલ પ્રદેશ | 46 | 38 | 2 |
14 | જમ્મુ કાશ્મીર | 793 | 335 | 9 |
15 | ઝારખંડ | 132 | 41 | 3 |
16 | કર્ણાટક | 705 | 366 | 30 |
17 | કેરળ | 503 | 474 | 4 |
18 | લદાખ | 42 | 17 | 0 |
19 | મધ્યપ્રદેશ | 3,252 | 1,231 | 193 |
20 | મહારાષ્ટ્ર | 17,974 | 3,301 | 694 |
21 | મણિપુર | 2 | 2 | 0 |
22 | મેઘાલય | 12 | 10 | 1 |
23 | મિઝોરમ | 1 | 0 | 0 |
24 | ઓડિશા | 219 | 62 | 2 |
25 | પુડ્ડુચેરી | 9 | 6 | 0 |
26 | પંજાબ | 1,644 | 149 | 28 |
27 | રાજસ્થાન | 3,427 | 1,596 | 97 |
28 | તામિલનાડુ | 5,409 | 1,547 | 37 |
29 | તેલંગાણા | 1,123 | 650 | 29 |
30 | ત્રિપુરા | 65 | 2 | 0 |
31 | ઉત્તરાખંડ | 61 | 39 | 1 |
32 | ઉત્તરપ્રદેશ | 3,071 | 1,250 | 62 |
33 | પશ્ચિમ બંગાળ | 1,548 | 364 | 151 |
કુલ કોવિડ -19 દર્દીઓની સ્થિતિ | 56,342 | 16,540 | 1,886 |
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે