Corona Update: દેશમાં ઘટી રહ્યો છે જીવલેણ કોરોનાનો પ્રકોપ, પણ આ રાજ્યની સ્થિતિ ખુબ ચિંતાજનક 

દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ની સ્થિતિ દિન પ્રતિદિન સુધરી રહી છે. નવા કેસમાં નોંધપાત્ર ઘટાડો નોંધાઈ રહ્યો છે. જો કે આમ છતાં એક રાજ્ય એવું છે જ્યાં હજુ પણ કોરોનાનો પ્રકોપ શમ્યો નથી. જેને લઈને સ્વાસ્થ્ય મંત્રાલય ચિંતિત છે. કેરળ હાલમાં કોરોનાના નવા કેસ મામલે સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યાં મુજબ કોરોનાના કેસને લઈને ભારતના ટોપ 20 જિલ્લાઓમાં કેરળ (Kerala) ના 11 જિલ્લા સામેલ છે. જેમાં એર્નાકુલમ, ત્રિવેન્દમ, કોટ્ટાયમ, એલેપ્પી, પથનમથિટ્ટા સહિત અન્ય સામેલ છે. 
Corona Update: દેશમાં ઘટી રહ્યો છે જીવલેણ કોરોનાનો પ્રકોપ, પણ આ રાજ્યની સ્થિતિ ખુબ ચિંતાજનક 

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ની સ્થિતિ દિન પ્રતિદિન સુધરી રહી છે. નવા કેસમાં નોંધપાત્ર ઘટાડો નોંધાઈ રહ્યો છે. જો કે આમ છતાં એક રાજ્ય એવું છે જ્યાં હજુ પણ કોરોનાનો પ્રકોપ શમ્યો નથી. જેને લઈને સ્વાસ્થ્ય મંત્રાલય ચિંતિત છે. કેરળ હાલમાં કોરોનાના નવા કેસ મામલે સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યાં મુજબ કોરોનાના કેસને લઈને ભારતના ટોપ 20 જિલ્લાઓમાં કેરળ (Kerala) ના 11 જિલ્લા સામેલ છે. જેમાં એર્નાકુલમ, ત્રિવેન્દમ, કોટ્ટાયમ, એલેપ્પી, પથનમથિટ્ટા સહિત અન્ય સામેલ છે. 

દેશમાં કોરોનાના નવા 13,203 કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં  કોરોના (Corona Virus) ના નવા 13,203 દર્દીઓ નોંધાયા. આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંકડો 1,06,67,736 પર પહોંચી ગયો છે. જેમાંથી હાલ 1,84,182 દર્દીઓ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં 131 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા અને કુલ મૃત્યુઆંક 1,53,470 પર પહોંચી ગયો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 16,15,504 લોકોને કોરોનાની રસી (Corona Vaccine) અપાઈ ચૂકી છે. 

Total cases: 1,06,67,736
Active cases: 1,84,182
Total discharges: 1,03,30,084
Death toll: 1,53,470

Total vaccinated: 16,15,504 pic.twitter.com/zI1T3JKx2O

— ANI (@ANI) January 25, 2021

કેરળની સ્થિતિ ચિંતાજનક
કેરળ ( Kerala) હાલમાં કોરોનાના નવા કેસ (New Case) મામલે સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યાં મુજબ કોરોનાના કેસને લઈને ભારતના ટોપ 20 જિલ્લાઓમાં કેરળના 11 જિલ્લા સામેલ છે. જેમાં એર્નાકુલમ, ત્રિવેન્દમ, કોટ્ટાયમ, એલેપ્પી, પથનમથિટ્ટા સહિત અન્ય સામેલ છે. સૂત્રોનું કહેવું છે કે ટેસ્ટિંગ ન વધવા અને નબળું કોન્ટેક્ટ ટ્રેસિંગ સૌથી મોટી સમસ્યા છે. તેમણે કહ્યું કે સેન્ટ્રલ ટીમના કહેવા છતાં પણ ટેસ્ટિંગ વધારવામાં આવ્યા નથી. કોન્ટેક્ટ ટ્રસિંગના પણ ખરાબ હાલ છે. Casewise કોન્ટેક્ટ ટ્રેસિંગ ખુબ જરૂરી છે. એક કેસ પર ઓછામાં ઓછા 4-5 કોન્ટેક્ટ ટ્રેસિંગ થવા જોઈએ. 

સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યાં મુજબ કેરળમાં 2 કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ બરાબર થઈ શકતા નથી. ક્લિનિકલ મેનેજમેન્ટને વધુ મજબૂત કરવાની જરૂર છે. અત્રે જણાવવાનું કે કેરળમાં કોરોના વાયરસના નવા 6036 કેસ સામે આવ્યા છે. કુલ કેસની સંખ્યા 8,89,576 થઈ છે. અત્યાર સુધીમાં 3600થી વધુ લોકોએ કેરળમાં કોરોનાથી જીવ ગુમાવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news