New Farm Law મુદ્દે ખેડૂતે PM Modi ના માતા હીરાબાને લખ્યો અત્યંત ભાવુક પત્ર, વિગતો જાણીને આંસુ સરી પડશે
હજારો ખેડૂતોની સાથે દિલ્હીમાં એક મહિના કરતા વધુ સમયથી આંદોલન કરી રહેલા પંજાબના એક ખેડ઼ૂતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(PM Narendra Modi) ના માતા હીરાબેન મોદી (Heeraben Modi) ને એક ખુબ જ ભાવુક પત્ર લખ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: હજારો ખેડૂતોની સાથે દિલ્હીમાં એક મહિના કરતા વધુ સમયથી આંદોલન કરી રહેલા પંજાબના એક ખેડ઼ૂતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(PM Narendra Modi) ના માતા હીરાબેન મોદી (Heeraben Modi) ને એક ખુબ જ ભાવુક પત્ર લખ્યો છે. ખેડૂતે પત્ર લખીને માતા હીરાબેનને અપીલ કરી છે કે તેઓ તેમના પુત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ત્રણેય નવા કૃષિ કાયદા (New Farm Law) રદ કરવાનું કહે, જેના વિરુદ્ધમાં દેશમાં એક મોટું આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતે આશા વ્યક્ત કરી છે કે હીરાબેન પીએમ મોદીને પોતાનું મન બદલવા માટે તૈયાર કરવા માટે પૂરેપૂરી તાકાત લગાવી દેશે.
અનેક ભાવનાત્મક વાતોનો ઉલ્લેખ
પંજાબ (Punjab) ના ફિરોઝપુર જિલ્લાના ગામ ગોલુના મોઘના ખેડૂત હરપ્રીત સિંહ દ્વારા લખાયેલા પત્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ( PM Narendra Modi ) ના માતા હીરાબેન મોદી (Heeraben Modi) ને અપીલ કરતા અનેક ભાવનાત્મક વાતો સામેલ કરાઈ છે. જેમાં કડકડતી ઠંડી વચ્ચે વિરોધ કરવા માટેની ખેડૂતોની મજબૂરી, કાયદા વિરુદ્ધ દેશભરના ખેડૂતોની માંગણી, દેશમાં ભૂખ ભાંગવાથી લઈને પોતાની સરહદોની સુરક્ષા કરવામાં ખેડૂતોનું યોગદાન જેવી વાતોનો ઉલ્લખ છે.
પત્રની મુખ્ય વાતો
પત્રમાં લખ્યું છે કે, 'હું આ પત્ર ખુબ જ ભારે મનથી લખી રહ્યો છું. જેમ કે તમે જાણતા જ હશો કે દેશ અને દુનિયાને ખવડાવનારા અન્નદાતા ત્રણ કાળા કાયદા ( New Farm Law ) ના કારણે આ ભીષણ ઠંડીમાં દિલ્હીના રસ્તાઓ પર સૂવા માટે મજબૂર છે. 90-95 વર્ષના વૃદ્ધો, બાળકો, મહિલાઓ પણ આવી ઠંડીમાં આંદોલન કરવા માટે મજબૂર છે. ઠંડીના કારણે લોકો બીમાર પડી રહ્યા છે. એટલે સુધી કે અનેક ખેડૂતો શહીદ થઈ રહ્યા છે. આ હાલાત આપણા બધા માટે ચિંતાનું કારણ છે.' આગળ લખ્યું છે કે 'દિલ્હીની સરહદો પર આ શાંતિપૂર્ણ આંદોલન ત્રણ કાળા કાયદાના કારણે થયું છે જે અદાણી, અંબાણી અને અન્ય કોર્પોરેટ પરિવારોના ઈશારે પાસ કરવામાં આવેલા છે.'
PHOTOS: 'કાગળનો એક ટુકડો' બન્યું મોતનું કારણ? મહિલા ડોક્ટરે પહેલા પુત્રનો જીવ લીધો, પછી કરી આત્મહત્યા
'માતા જ આપી શકે છે પુત્રને આદેશ'
હરપ્રીત સિંહ ગત વર્ષ સપ્ટેમ્બરમાં સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા કાયદાના વિરોધમાં દોઢ મહિના કરતા વધુ સમયથી દિલ્હી અને આસપાસના હજારો ખેડૂતો સાથે આંદોલન કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા હરપ્રીત સિંહને શિમલામાં મંજૂરી વગર પ્રદર્શન કરવા બદલ ધરપકડ કરવામાં આવ્યા હતા. જો કે થોડા દિવસો પછી તેમને જામીન પર છોડી મૂકવામાં આવ્યા. પત્રમાં તેમણે લખ્યું છે કે, 'આ પત્ર હું ખુબ જ આશા સાથે લખી રહ્યો છું. તમારા પુત્ર નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી છે. તેઓ પોતાના દ્વારા પાસ થયેલા કૃષિ કાયદાને રદ કરી શકે છે. મારું માનવું છે કે દુનિયામાં કોઈ પણ વ્યક્તિ પોતાની માતાની વાત ટાળી શકે નહી. સમગ્ર દેશ તમારો આભાર માનશે. માત્ર એક માતા જ પોતાના પુત્રને આદેશ આપી શકે છે.'
અત્રે જણાવવાનું કે સરકાર સાથે ખેડૂતોની અનેક રાઉન્ડની વાત થઈ ચૂકી છે. પરંતુ હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી. આ બધા વચ્ચે 75થી વધુ પ્રદર્શનકારીઓએ આંદોલન દરમિયાન પોતાના જીવ ગુમાવ્યા. જેમાંથી કેટલાકે આત્મહત્યા પણ કરી.
(Input-PTI)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે