હોળી રમ્યા બાદ રંગ ઉતારવા માટે બાથરૂમમાં ગયું કપલ...પછી જે થયું જાણીને હચમચી જશો

હરિયાણાના કરનાલથી એક હચમચાવી નાખતા સમાચાર આવ્યા છે. કરનાલના ઘરૌંડામાં એક કપલનું દર્દનાક મોત થયું. મૃતક ગૌરવ અને શિલ્પીના 4 મહિના પહેલા જ લગ્ન થયા હતા. શુક્રવારે હોળીનો તહેવાર ઉજવ્યા બાદ બંને બાથરૂમમાં ગયા અને ત્યાં ઘટેલી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં માતમ પ્રસરી ગયો છે. મોડી રાતે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા. 

હોળી રમ્યા બાદ રંગ ઉતારવા માટે બાથરૂમમાં ગયું કપલ...પછી જે થયું જાણીને હચમચી જશો

કરમજીત સિંહ, કરનાલ: હરિયાણાના કરનાલથી એક હચમચાવી નાખતા સમાચાર આવ્યા છે. કરનાલના ઘરૌંડામાં એક કપલનું દર્દનાક મોત થયું. મૃતક ગૌરવ અને શિલ્પીના 4 મહિના પહેલા જ લગ્ન થયા હતા. શુક્રવારે હોળીનો તહેવાર ઉજવ્યા બાદ બંને બાથરૂમમાં ગયા અને ત્યાં ઘટેલી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં માતમ પ્રસરી ગયો છે. મોડી રાતે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા. 

બાથરૂમમાં બેહોશ મળી આવ્યું કપલ
પરિવારના સભ્ય યોગેશકુમારે જણાવ્યું કે મારા પર ફોન આવ્યો કે પિતરાઈ ભાઈ બાથરૂમમાં  બેહોશ પડ્યો છે. ફોન બાદ જ્યારે તે ઘરે આવ્યો તો ગામના ડોક્ટર પાસે ચેક કરાવ્યું. ત્યારબાદ તેમને પાણીપતની ખાનગી હોસ્પિટલ લઈ જવાયા જ્યાં ડોક્ટરોએ તેમને ના પાડતા ફરીથી ઘરૌંડાની સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યા અને અહીં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. 

ગેસવાળું હતું ગીઝર
બાથરૂમમાં ગેસનું ગીઝર લાગ્યું હતું. હોળીનો તહેવાર મનાવ્યા બાદ લગભગ એક વાગે બંને પોતાના હાથપગ ધોઈ રહ્યા હતા. ત્યાં ગેસવાળું ગીઝર લાગ્યું હતું જેના કારણે બંનેના દમ ઘૂટી ગયા. પાણીની મોટર જ્યારે ઘણા સમય સુધી બંધ ન થઈ તો તેમના માતા જોવા ગયા ત્યારે બંને બાથરૂમમાં બેહોશ પડ્યા હતા. 

પોલીસ કરી રહી છે તપાસ
પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ દીપક કુમારે જણાવ્યું કે હોસ્પિટલથી સૂચના આવી હતી કે ગૌરવ અને શિલ્પીના મોતના ખબર મળ્યા. પરિવારના લોકોએ જણાવ્યું કે બાથરૂમમાં ગેસનું ગીઝર લાગ્યું હતું. ગેસ લીક થવાના કારણે આ અકસ્માત થયો. સમગ્ર મામલે તપાસ ચાલુ છે. બોડીનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news