'નાયક નહીં ખલનાયક હું...' ગીત પર ડાન્સ કરતા કરતા યુવકે પોતાની જ છાતી પર માર્યુ ચાકૂ, સારવાર દરમિયાન મોત

સોશિયલ મીડિયા પર એક વધુ દહેશત ફેલાવતો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એક યુવક હોળીની મસ્તીમાં પોતાના સાથીઓ સાથે નાચી રહ્યો છે અને તેના એક હાથમાં ચાકૂ છે. તેનો એક અન્ય મિત્ર વીડિયો બનાવી રહ્યો છે. અચાનક ત્યારે જ તે વ્યક્તિની છાતીમાંથી લોહીની ધારા છૂટી તો બધા હક્કાબક્કા રહી ગયા. આ ઘટનાનો વીડિયો હાલ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 
'નાયક નહીં ખલનાયક હું...' ગીત પર ડાન્સ કરતા કરતા યુવકે પોતાની જ છાતી પર માર્યુ ચાકૂ, સારવાર દરમિયાન મોત

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર એક વધુ દહેશત ફેલાવતો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એક યુવક હોળીની મસ્તીમાં પોતાના સાથીઓ સાથે નાચી રહ્યો છે અને તેના એક હાથમાં ચાકૂ છે. તેનો એક અન્ય મિત્ર વીડિયો બનાવી રહ્યો છે. અચાનક ત્યારે જ તે વ્યક્તિની છાતીમાંથી લોહીની ધારા છૂટી તો બધા હક્કાબક્કા રહી ગયા. આ ઘટનાનો વીડિયો હાલ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

લોહીથી લથપથ થઈ ગયો યુવક
નાચી રહેલા વ્યક્તિને પોતાના શર્ટ પર કઈક વહેતું હોય તેવું મહેસૂસ થાય છે. જ્યારે તે શર્ટ પર હાથ લગાવે છે તો ચોંકી જાય છે. શર્ટ પર લોહી વહી રહ્યું હતું અને થોડીવારમાં જ શર્ટ લોહીથી લાલ થઈ ગયું. 

No description available.

સારવાર દરમિયાન મોત
દારૂના નથામાં કરાયેલી આ હરકત એટલી જીવલેણ સાબિત થઈ કે હોસ્પિટલમાં સારવાર દરમિયાન વ્યક્તિનું મોત થઈ ગયું. ત્યારબાદ પોતાના પર જ ચાકૂથી હુમલો કરવાનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ ગયો. 

No description available.

પોતાની છાતીમાં જ માર્યું ચાકૂ
હકીકતમાં યુવક જે ગીત પર ડાન્સ કરતો હતો તેના બોલ હતા 'નાયક નહીં, ખલનાયક હૂં મે..' આ ગીતના એક શબ્દ પર વ્યક્તિ એટલો ભાવુક થઈ ગયો કે તેણે હાથમાં પકડી રાખેલા ચાકૂથી પોતાની જ છાતી પર મારવા લાગ્યો. ચાકૂની અણી સીધી તેના હ્રદયમાં ઘૂસી ગઈ અને પછી તો લોહીની ધાર છૂટી. આ દુખદ ઘટના મધ્ય પ્રદેશના ઈન્દોરની હોવાનું કહેવાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news