Corona Virus: ભારતમાં ક્યારે આવશે કોરોનાની ચોથી લહેર? એક્સપર્ટે કરી આ ભવિષ્યવાણી
છેલ્લા બે વર્ષથી કોરોના વાયરસ અને તેના અલગ અલગ વેરિએન્ટે દુનિયાભરમાં લોકોના નાકમાં દમ લાવી દીધો છે. આ બધા વચ્ચે એકવાર ફરીથી ચીન, દક્ષિણ કોરિયા, અને યુરોપીયન દેશોમાં કોવિડ-19ના કેસ ફરીથી વધવા લાગ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: છેલ્લા બે વર્ષથી કોરોના વાયરસ અને તેના અલગ અલગ વેરિએન્ટે દુનિયાભરમાં લોકોના નાકમાં દમ લાવી દીધો છે. આ બધા વચ્ચે એકવાર ફરીથી ચીન, દક્ષિણ કોરિયા, અને યુરોપીયન દેશોમાં કોવિડ-19ના કેસ ફરીથી વધવા લાગ્યા છે. કોરોનાના આ કેસ ઓમિક્રોનના સબ વેરિએન્ટ BA2 ના કારણે વધ્યા છે. જેના કારણે કોરોનાની ચોથી લહેર આવવાની આશંકા વધી ગઈ છે. જો કે ભારતીય એક્સપર્ટ ચોથી લહેરને લઈને ચિંતિત નથી. તેનું કારણ પણ તમારે જરૂર જાણવું જોઈએ.
શું ભારતમાં આવી શકે છે કોરોનાની ચોથી લહેર?
ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીતમાં એક્સપર્ટ સુભાષ સાલુંખેએ કહ્યું કે ડિસેમ્બર 2021થી ફેબ્રુઆરી 2022 વચ્ચે આવેલી કોરોનાની ત્રીજી લહેરમાં ભારતના મોટાભાગના લોકોની ઈમ્યુનિટી ઘણી મજબૂત થઈ ગઈ છે. ભારતના અનેક રાજ્યોમાં રસીકરણનો દર પણ તેજ થયો છે, આથી ચિંતાની વાત નથી. જો કે આપણે બેદરકારી વર્તવાની નથી કારણ કે જે રીતે દુનિયાના અનેક દેશોમાં થઈ રહ્યું છે તેમ ચોથી લહેર ભારતમાં પણ આવી શકે છે. ચોથી લહેર વિશે ફક્ત એક ચીજ અજાણી છે અને તે છે વાસ્તવમાં તે ક્યારે આવશે અને કેટલી ગંભીર હશે?
કોરોનાના 50થી વધુ મ્યુટેશન થઈ ચૂક્યા છે
કોરોના વાયરસના અત્યાર સુધીમાં 50થી વધુ મ્યુટેશન થઈ ચૂક્યા છે. કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટને લઈને લોકોની ચિંતા ત્યારે વધી ગઈ જ્યારે નવેમ્બર 2021માં દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનનો પહેલો કેસ સામે આવ્યો હતો. જલદી એ સ્પષ્ટ થઈ ગયું હતું કે કોરોનાનો આ નવો વેરિએન્ટ ખુબ ઝડપથી ફેલાય છે.
ઓમિક્રોન હોટસ્પોટ બની ગયું હતું આ શહેર
ભારતમાં મુંબઈ ઓમિક્રોનનું હોટસ્પોટ બની ગયું હતું. અહીં 7 જાન્યુઆરીએ એક દિવસમાં ઓમિક્રોનના 20971 કેસ નોંધાયા હતા. કોવિડ વિરુદ્ધ મહારાષ્ટ્રની ટાસ્ક ફોર્સના સભ્ય ડોક્ટર શશાંક જોશીએ કહ્યું કે જીનોમ સિક્વેન્સિંગના કારણે અમને ત્રીજી લહેરની શરૂઆતમાં જ ખબર પડી ગઈ હતી કે ઓમિક્રોનના બંને સબ વેરિએન્ટ BA1 અને BA2ના કારણે કેસ વધી રહ્યા હતા. તેમણે કહ્યું કે ભારતમાં હાલ કોવિડની એક ધુ લહેરનું જોખમ નથી. કારણ કે BA2 ભારતમાં રહી ચૂક્યો છે. જો કે આપણે માસ્ક પહેરવાનું બંધ કરવું જોઈએ નહીં. કોવિડ નિયમોનું પાલન ચાલુ રાખવાનું છે.
હાલ શું સ્થિતિ છે ભારતમાં?
ભારતમાં હાલ કોરોનાની સ્થિતિની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2,075 કેસ નોંધાયા છે. જ્યારે 71 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. એક દિવસમાં 3,383 લોકોએ કોરોનાથી રિકવરી પણ કરી છે. દેશમાં રિકવરી રેટ પણ વધીને 98.73% થયો છે. હાલ દેશમાં 27,802 લોકો સારવાર હેઠળ છે. દેશમાં ડેઈલી પોઝિટિવિટી રેટ 0.56% છે. અત્યાર સુધીમાં કોરોના રસીના 1,81,04,96,924 ડોઝ આપવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે