મધર ડેરીનું બૂથ ચલાવનાર વ્યક્તિ નિકળ્યો કોરોના પોઝિટિવ, મચ્યો હડકંપ

કોરોના વાયરસનો પ્રભાવ સતત દિલ્હીમાં વધતો જાય છે. રવિવારે શાલીમાર બાગમાં એક મધર ડેરી બૂથ ચલાવનાર વ્યક્તિ કોરોના પોઝિટિવ નિકળ્યો હતો. આ સમાચાર સાંભળતા જ આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. 

મધર ડેરીનું બૂથ ચલાવનાર વ્યક્તિ નિકળ્યો કોરોના પોઝિટિવ, મચ્યો હડકંપ

નવી દિલ્હી: કોરોના વાયરસનો પ્રભાવ સતત દિલ્હીમાં વધતો જાય છે. રવિવારે શાલીમાર બાગમાં એક મધર ડેરી બૂથ ચલાવનાર વ્યક્તિ કોરોના પોઝિટિવ નિકળ્યો હતો. આ સમાચાર સાંભળતા જ આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. 

દૂધ એક એવી જરૂરિયાતની વસ્તુ છે, જે દરેક ઘરમાં જાય છે અને તેના વિના દરેક વ્યક્તિને મુશ્કેલી વેઠવી પડશે. એવામાં મધર ડેરી ચલાવનાર વ્યક્તિને કોરોના પોઝિટિવ જોવા મળ્યો આ વિસ્તારના લોકો માટે ખૂબ પરેશાન કરનાર વાત છે. 

સંક્રમિત વ્યક્તિ શાલિમાર બાગના C & D બ્લોકમાં મધર ડેરી ચલાવે છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારના લોકોને ડરાવી દીધા છે અને લોકોને દૂધ લેવાનું ટાળી રહ્યા છે.  
મળતી માહિતી અનુસાર કોલોનીના ઘણા લોકોએ પોતાને જ કોરોન્ટાઇન કરી દીધા છે. આ સમગ્ર વિસ્તારમાં સેનિટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે. 

તમને જણાવી દઇએ કે કોરોના વાયરસ (coronavirus)થી સંક્રમિત લોકોની સંખ્યા સોમવારે એક લાખ (1,00,000)ના ચિંતાજનક આંકડાને પાર કરી ગઇ છે. ગત 24 કલાકમાં મહારાષ્ટ્ર (1,00,000) ગુજરાત, (Gujarat), તમિલનાડુ (Tamilnadu) અને અન્ય ઘણા રાજ્યોમાં કોવિડ-19 (COVID-19) ના ઘણા હજાર નવા કેસ સામે આવ્યા છે. દેશમાં કોરોના વાયરસ સંક્રમણથી અત્યાર સુધી 3,000થી વધુ લોકોના મોત થયા છે. ગત 24 કલાકમાં સંક્રમણના રેકોર્ડ 5242 કેસ સામે આવ્યા અને 157 લોકોના મોત થયા છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર દેશમાં અત્યાર સુધી 06,169 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે જ્યારે આ વાયરસથી 3,029 લોકોના મોત થયા છે. સોમવારે રાત્રે પીટીઆઇ (ભાષા)ના અનુસાર સોમવારે રાત્રે 10:30 વાગ્યા સુધી દેશમાં 1,00,157 લોકો કોરોના વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઇ છે. તો બીજી તરફ 3,078 લોકોના સંક્રમણના લીધે મોત થયા છે જ્યારે 38,596 લોકો સારવાર બાદ સાજા થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news