Coronavirus: ગાજિયાબાદથી આવેલા પ્રવાસી મજૂરોની ભીડની ડરામણી છે તસવીર

દેશના બાકી તમામ રાજ્યોમાંથી ટ્રેનો દ્વારા દિલ્હી (Delhi) થી ગાજિયાબાદ (Ghaziabad) પહોંચેલા લોકોની ભીડ સવારેના સમયે સ્થાનિક રામલીલા મેદાનમાં એકઠી થઇ ગઇ છે. ભીડમાં મોટાભાગના યૂપીથી દૂરના વિસ્તારોમાં જનાર શ્રમિકોની હતી.

Coronavirus: ગાજિયાબાદથી આવેલા પ્રવાસી મજૂરોની ભીડની ડરામણી છે તસવીર

ગાજિયાબાદ: દેશના બાકી તમામ રાજ્યોમાંથી ટ્રેનો દ્વારા દિલ્હી (Delhi) થી ગાજિયાબાદ (Ghaziabad) પહોંચેલા લોકોની ભીડ સવારેના સમયે સ્થાનિક રામલીલા મેદાનમાં એકઠી થઇ ગઇ છે. ભીડમાં મોટાભાગના યૂપીથી દૂરના વિસ્તારોમાં જનાર શ્રમિકોની હતી. આ બધાને ટ્રેન અને બસો દ્વારા ગંતવ્ય સુધી પહોંચાડવાના છે. ઘણા કલાકોની મહેનત બાદ જિલ્લા અને પોલીસ પ્રશાસન ભીડને ગંતવ્ય તરફ રવાના કરી શકે.

ભીડમાં સામેલ મોટાભાગના તે લોકો હતા, જે દિલ્હીથી ગાજિયાબાદ પહોંચ્યા હતા. ગાજિયાબાદ વહિવટી તંત્રએ પોલીસની મદદથી આ બધાનો રામલીલા મેદાનમાં એકઠા કરી લીધા. હજારોની સંખ્યામાં લોકો એકઠા થતાં ભીડ થઇ ગઇ. અહીં હાજર કોઇપણ યાત્રીને ત્યાં સુધી ખસેડવો મુશ્કેલ હતો જ્યાં સુધી ટ્રેન સ્ટેશન પર ન પહોંચી જાય. સાથે જ હજારો લોકોને બસ દ્વારા પણ અન્ય જિલ્લાઓમાં મોકલવાના હતા. 

એવામાં જિલ્લા વહિવટીતંત્ર બપોર સુધી અહીં ધીરે ધીરે લોકોને ગંતવ્ય સુધી રવાના કરવામાં લાગ્યું હતું. આ ભીડના લીધે રામલીલા મેદાન પાસે આસપાસ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સોશિયલ ડિસ્ટેંસિંગના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. 

આ વિશે જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારી કલાનિધિ નૈથાનીએ કહ્યું કે 'હાં થોડીવાર માટે રશ વધુ થયો હતો. પરંતુ એટલી પણ ભીડ ન હતી કે હાલાત બેકાબૂ થઇ ગયા. જે લોકોને મોકલવાના હતા તેમની જ્યારે ટ્રેન આવવાનો સમય થાય છે ત્યારે તેમને રવાના કરવામાં આવી રહ્યા હતા. ધીરે ધીરે જે લોકો પોતાના ગંતવ્યો તરફ જનાર વાહનોમાં બેસતા ગયા, રામલીલા મેદાનમાં ભીડ ઓછી થતી ગઇ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news