શું સાથીઓ છોડી રહ્યા છે સાથ? બાદલે કહ્યું દેશમાં હવે ધર્મનિરપેક્ષતા બચી જ નથી તે દુર્ભાગ્ય

દિલ્હી હિંસા પર ભારતીય જનતા પાર્ટી (BJP) સહયોગી અકાલી દળે મહત્વનું નિવેદન આપ્યું છે. અકાલી દળનાં નેતા અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ સેક્લુરિઝ્મ, સોશ્યલિઝમ અને ડેમોક્રેસી મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા. પ્રકાશસિંહ બાદલે કહ્યું કે, આ મોટુ દુર્ભાગ્ય છે. શાંતિ સાથે રહેવું ખુબ જ જરૂરી છે. પ્રકાશસિંહ બાદલે કહ્યું કે, આપણા દેશનાં વિધાનમાં ત્રણ વસ્તુઓ લખાઇ છે, જે સેક્યુલરિઝમ, સોશ્યલિઝમ અને ડેમોક્રેસી છે. અહીં ન તો સેક્યુલરિઝમ છે, ન તો સોશ્યલિઝમ છે. અમીર વધારેને વધારે અમીર બની રહ્યો છે. ગરીબ વધારેને વધારે ગરીબ બની રહ્યો છે.

શું સાથીઓ છોડી રહ્યા છે સાથ? બાદલે કહ્યું દેશમાં હવે ધર્મનિરપેક્ષતા બચી જ નથી તે દુર્ભાગ્ય

નવી દિલ્હી : દિલ્હી હિંસા પર ભારતીય જનતા પાર્ટી (BJP) સહયોગી અકાલી દળે મહત્વનું નિવેદન આપ્યું છે. અકાલી દળનાં નેતા અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ સેક્લુરિઝ્મ, સોશ્યલિઝમ અને ડેમોક્રેસી મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા. પ્રકાશસિંહ બાદલે કહ્યું કે, આ મોટુ દુર્ભાગ્ય છે. શાંતિ સાથે રહેવું ખુબ જ જરૂરી છે. પ્રકાશસિંહ બાદલે કહ્યું કે, આપણા દેશનાં વિધાનમાં ત્રણ વસ્તુઓ લખાઇ છે, જે સેક્યુલરિઝમ, સોશ્યલિઝમ અને ડેમોક્રેસી છે. અહીં ન તો સેક્યુલરિઝમ છે, ન તો સોશ્યલિઝમ છે. અમીર વધારેને વધારે અમીર બની રહ્યો છે. ગરીબ વધારેને વધારે ગરીબ બની રહ્યો છે.

બજેટથી નિરાશ થયેલા સુરતના રત્ન કલાકારોએ કરી હડતાળની જાહેરાત
ડેમોક્રેસી પણ માત્ર બે સ્તર પર જ રહી છે એક લોકસભા ચૂંટણી અને બીજી વિધાનસભા ચૂંટણી બાકી ક્યાંય લોકશાહી પણ નથી બચી. આ અગાઉ પૂર્વ વડાપ્રધાન ઇદ્રકુમાર ગુજરાલનાં પુત્ર અને અકાલી દળનાં નેતા નરેશ ગુઝરાલે પત્રમાં દિલ્હી પોલીસની ઉદાસીનતા પર સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો. નરેશ ગુઝરાલે કહ્યું કે, દરેક વખતે લઘુમતીને જ નિશાન બનાવવામાં આવે તે ખુબ જ દુર્ભાગ્યપુર્ણ છે. 

નવસારી : ખેતરમાં પાણી મૂકવા ગયેલા ખેડૂત પર દીપડાનો હુમલો
અકાલી દળનાં નેતા નરેશ ગુઝરાલે કહ્યું કે, 1984ની ઘટના ફરી બને તે જોઇ શકાય નહી. મને દિલ્હીવાસી હોવા અંગે ગર્વ છે. ગત્ત વખતે શિખ લોકોને નિશાન પર લેવાયા હતા અને આ વખતે મુસલમાન છે. દુર્ભાગ્યથી દરેક વખતે લઘુમતી સમુદાય જ હંમેશા હુમલાનો ભોગ બને છે. 1984માં શીખ વિરોધી તોફાનો થયા હતા. આ દરમિયાન અનેક હજાર લોકોનાં જીવ ગયા હતા. નરેશ ગુઝરાલે પત્રમાં લખ્યું કે, મે ફોન કરીને એક ઘરમાં ફસાયેલા 16 મુસ્લિમો અંગે માહિતી આપી અને ઓપરેટરને જણાવ્યું કે, હું સાંસદ છું. 11.43 વાગ્યે મને દિલ્હી પોલીસ તરફથી પૃષ્ટી મળી કે મારી ફરિયાદ ક્રમાંક 946603 સાથે પ્રાપ્ત થઇ. જો કે મને નિરાશા થઇ જ્યારે મારી ફરિયાદ તો નોંધાઇ પરંતુ કાર્યવાહી કાંઇ જ થઇ નહોતી. તે 16 વ્યક્તિઓને દિલ્હી પોલીસ તરફથી કોઇ જ મદદ મળી નહી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news