રાજનાથ સિંહે બધાની સામે જ ચીનને બરાબર લીધુ આડે હાથ, જોતા રહી ગયા 'દુશ્મન દેશ'ના રક્ષામંત્રી

સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે વર્ચ્યુઅલ મંચથી ચીનને આડે હાથ લીધુ. આસિયાન (ASEAN) દેશોના રક્ષામંત્રીઓની  બેઠક (ADMM-PLUS)ને સંબોધન કરતા રક્ષામંત્રી રાજનાથ સિંહે(Rajnath Singh) ચીનનું નામ લીધા વગર એકવાર ફરીથી દુનિયા સમક્ષ ડ્રેગનનો અસલ ચહેરો ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો.

રાજનાથ સિંહે બધાની સામે જ ચીનને બરાબર લીધુ આડે હાથ, જોતા રહી ગયા 'દુશ્મન દેશ'ના રક્ષામંત્રી

નવી દિલ્હી: સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે વર્ચ્યુઅલ મંચથી ચીનને આડે હાથ લીધુ. આસિયાન (ASEAN) દેશોના રક્ષામંત્રીઓની  બેઠક (ADMM-PLUS)ને સંબોધન કરતા રક્ષામંત્રી રાજનાથ સિંહે(Rajnath Singh) ચીનનું નામ લીધા વગર એકવાર ફરીથી દુનિયા સમક્ષ ડ્રેગનનો અસલ ચહેરો ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો. તેમણે ચીન તરફથી પેદા  થતા જોખમો અને કાર્યવાહીનો મુદ્દો ઉઠાવ્યો. 

ADMM-PLUS ની 10મી વર્ષગાંઠ
આ વર્ચ્યુઅલ બેઠકમાં ચીનના રક્ષામંત્રી પણ હાજર રહ્યા હતા. રાજનાથ સિંહે ADMM-PLUS બેઠકની 10 મી વર્ષગાંઠ પર કહ્યું કે, 'નિયમ આધારિત આદેશ, સમુદ્રી સુરક્ષા, સાઈબર સંબંધિત અપરાધો અને આતંકવાદનું જોખમ, આપણે એક મંચ તરીકે આ તમામ પડકારોનો સામનો કરવો પડશે. આપણે તમામ ક્ષેત્રમાં લોકોની મૌલિક આઝાદીનું ધ્યાન રાખવું પડશે અને તે સંબંધિત પડકારોને સમજવા પડશે. તમામ ક્ષેત્રોમાં શાંતિ, સ્થિરતા, અને નિયમો પર આધારિત દેશનો આધાર બનવા માટે આપણી પ્રતિબદ્ધથા જ વિશ્વનું ભવિષ્ય નિર્ધારિત કરશે.' અત્રે જણાવવાનું કે આ અગાઉ સપ્ટેમ્બરમાં ભારત અને ચીનના રક્ષામંત્રી મોસ્કોમાં મળ્યા હતા, જેથી વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ આવી શકે. ત્યારથી લઈને અત્યાર સુધીમાં બંને દેશો વચ્ચે અનેક બેઠકો યોજાઈ ચૂકી છે. પરંતુ તણાવ હજુ પણ યથાવત છે. 

લાંબો રસ્તો નક્કી કરવો પડશે
પ્રત્યક્ષ રીતે ચીનનું નામ લીધા વગર રાજનાથ સિંહે કહ્યું કે  જેમ કે આપણે પરસ્પર વિશ્વાસ તરફ આગળ વધી રહ્યા છીએ, ગતિવિધિઓના સંચાલનમાં આત્મ સંયમ વર્તી રહ્યા છીએ અને તે કાર્યોને કરવાથી બચતા રહ્યા છીએ, જે સ્થિતિને વધુ જટિલ કરી શકે છે. આ કઈક એવા ઉપાય છે જેની મદદથી ક્ષેત્રમાં સતત શાંતિ સ્થાપિત કરી શકાય છે. જો કે તે માટે આપણે એક લાંબો રસ્તો નક્કી કરવો પડશે. 

ADMM ના વખાણ
રક્ષામંત્રીએ કહ્યું કે છેલ્લા એક દાયકામાં સામૂહિક ઉપલબ્ધિ, રણનીતિક સંવાદ અને વ્યવહારિક સહયોગના માધ્યમથી બહુપક્ષીય સહયોગને આગળ વધારવામાં ઉલ્લેખનીય પ્રગતિ થઈ છે. એડીએમએમ આ વિસ્તારમાં શાંતિ, સ્થિરતા અને નિયમ આધારિત આદેશનો આધાર બનવા માટે સારું કામ કરી રહ્યા છે અને અમે તેને બિરદાવીએ છીએ. 

શું છે ઉદ્દેશ્ય?
ADMM-PLUS, ASEAN અને તેના આઠ સંવાદ ભાગીદારો ઓસ્ટ્રેલિયા, ચીન, ભારત, જાપાન, ન્યૂઝીલેન્ડ, કોરિયા ગણરાજ્ય, રશિયા અને સંયુક્ત રાજ્ય અમેરિકા (જેને સામૂહિક રીતે પ્લસ દેશો કહેવાય છે) માટે એક મંચ છે, જે સુરક્ષા અને રક્ષા સહયોગને મજબૂત કરવા અને વિસ્તારમાં શાંતિ, સ્થિરતા અને વિકાસ માટે કામ કરે છે. 

Corona સરહદોને નથી માનતો
કોવિડ સંકટ પર બોલતા રાજનાથ સિંહે કહ્યું કે કોરોના વાયરસ માટે દેશોની સરહદો કોઈ મહત્વ ધરાવતી નથી. આથી મહામારીને પહોંચી વળવા માટે આપણે સામૂહિક રીતે પગલું ભરવું પડશે અને એકબીજાનો સહયોગ કરવો પડશે. રક્ષામંત્રીએ ઈન્ડો-પેસિફિકના મુદ્દે પણ આસિયાનનું ધ્યાન આકર્ષિત કર્યું છે. અત્રે જણાવવાનું કે આ વર્ષે વિયેતનામ આસિયાન સમૂહની અધ્યક્ષતા કરી રહ્યું છે અને આ વર્ષે ADMM-PLUS ની 10મી વર્ષગાંઠ પણ છે. ADMM-PLUS ની પહેલી બેઠક 12 ઓક્ટોબર 2010ના રોજ થઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news