જેટ એરવેઝ કેસમાં નરેશ ગોયલનાં ઘર સહિત 12 સ્થળો પર ઇડીના દરોડા

ઇડી દ્વારા જેટ એરવેઝ કેસમાં દિલ્હી મુંબઇ સહિત ગોયલનાં અનેક પરિસરો ખાતે દરોડા પાડ્યા હતા

જેટ એરવેઝ કેસમાં નરેશ ગોયલનાં ઘર સહિત 12 સ્થળો પર ઇડીના દરોડા

નવી દિલ્હી : પ્રવર્તન નિર્દેશાલય (ઇડી) દ્વારા જેટ એરવેઝ કેસમાં દિલ્હી અને મુંબઇમાં દરોડા પાડ્યા હતા. જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલનાં રહેણાક પરિસરની સાથે સાથે 12 જેટલા સ્થળો પર સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. જેટ પ્રિવિલેંજ પ્રાઇવેટ લિમિટેડ (JPPL) માં એતિહાદ એરવેઝનાં રોકાણની ઇડી તપાસ કરી રહી છે. તપાસ એજન્સીના અંદાજ અનુસાર 2014માં થયેલા આ રોકાણ દરમિયાન પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) ના નિયમોનુ ઉલ્લંઘન થયું હતું.જેટ એરવેઝ પર 8500 કરોડથી વધારેનું દેવું છે. જો કર્મચારીઓના બાકી પગારને પણ તેમાં ઉમેરવામાં આવે તો આંકડો 11 હજાર કરોડને પણ પાર પહોંચી રહ્યો છે. 
VIDEO કોમ્પ્યુટરથી પણ તેજ છે આ 10 વર્ષની છોકરીનું મગજ, આંખે પાટો બાંધીને કરે છે આ કામ
કથિક આર્થિક ગોટાળાઓની તપાસ
અગાઉ જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલ સાથે ગુરૂવારે ગંભીર ગોટાળાઓની તપાસ કરતા કાર્યાલય SFIO દ્વારા પુછપરછ કરવામાં આવી હતી. અધિકારીક સુત્રોએ જણાવ્યું હતું કે, ગોયલને 18 હજાર કરોડ રૂપિયાનાં કથિત ગોટાળા મુદ્દે સવાલ જવાબ કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ જેટ એરવેઝ હાલ ઠપ્પ છે. 

પ.બંગાળ: શ્રીકૃષ્ણ જન્મોત્સવ દરમિયાન મંદિરમાં ભાગદોડ મચી, 4ના મોત અને 27 ઘાયલ 
SFIO સમગ્ર મુદ્દે ચલાવે છે તપાસ
કોર્પોરેટ મંત્રાલયે જુલાઇમાં જ જેટ એરવેઝ ગોટાલા મુદ્દે એસએફઆઇઓને તપાસ માટેના આદેશ આપ્યા હતા. મોટા પ્રમાણમાં આર્થિક ગોટાળા અને રોકડની અયોગ્ય હેરફેરના કિસ્સાઓ સામે આવ્યા બાદ આદેશ અપાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, એપ્રીલ મહિનાથી જ જેટ એરવેઝની તમામ ફ્લાઇટ્સનું સંચાલન બંધ છે.
સુપ્રીમ કોર્ટે આપી રાહત, સોમવાર સુધી ચિદમ્બરમની ધરપકડ નહીં કરી શકે ED
17 એપ્રીલથી જેટ એરવેઝનું સંચાલન સંપુર્ણ બંધ
જેટએરવેઝે ગંભીર આર્થિક સંકટ બાદ 17 એપ્રીલથી તેની તમામ ફ્લાઇટ્સને ગ્રાઉન્ડ કરી દીધી હતી. અગાઉ માર્ચમાં ગોયલે એરલાઇન્સના ચેરમેન પદ પરથી રાજીનામું આપી દીધું હતું, હાલ જેટ એરવેઝ દેવાળુ ફુંકવાની તૈયારીમાં છે.જેટ એરવેઝ દેવાળું અને આર્થિક અક્ષમતા સંહિતા હેઠળ દેવાળા પ્રક્રિયાનો સામનો કરી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news