સમય પહેલા વિધાનસભા ભંગ થશે તો તત્કાલ આચાર સંહિતા લાગુ: ચૂંટણી પંચ

થોડા અઠવાડીયા પહેલા તેલંગાણા વિધાનસભાને નિર્ધારિત કાર્યકાળ પુરો થતા પહેલા જ ભંગ કરવાના પરિપ્રેક્ષ્યમાં પંચનો આ નિર્ણય મહત્વપુર્ણ છે

સમય પહેલા વિધાનસભા ભંગ થશે તો તત્કાલ આચાર સંહિતા લાગુ: ચૂંટણી પંચ

નવી દિલ્હી : ચૂંટણી પંચે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, કોઇ પણ રાજ્યમાં સમય પહેલા વિધાનસભા ભંગ થવાની સ્થિતીમાં ચૂંટણી આચાર સંહિતા તત્કાલ રીતે લાગુ થઇ જશે અને રાજ્યની કાર્યવાહક સરકાર નવી યોજનાઓની જાહેરાત કરી શકશે નહી. થોડા અઠવાડીયા પહેલા તેલંગાણા વિધાનસભા નિર્ધારિત કાર્યકાળ (2019 જુન) પુરૂ થતા પહેલા જ ભંગ કરવાનાં પરિપ્રેક્ષ્યમાં પંચનો આ નિર્ણય ઘણો મહત્વપુર્ણ છે. જેના હેઠલ તેલંગાણામાં પણ પંચ દ્વારા ગુરૂવારે આ સ્થિતી સ્પષ્ટ કરવાની સાથે જ આચાર સંહિતા લાગુ માનવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવાનાં દિવસથી જ ચૂંટણી આચાર સંહિતા લાગુ થઇ જાય છે. આ ચૂંટણી પક્રિયા પુર્ણ થાય ત્યા સુધી લાગુ રહે છે. આ દ્રષ્ટીએ ચૂંટણી કાર્યક્રમ જાહેર થતા પહેલા જ કોઇ રાજ્યમાં આચાર સંહિતા લાગુ થાય તેવું કદાચ પહેલું ઉદાહરણ હશે.

પંચે ગુરૂવારે આ મુદ્દે વ્યવસ્થા સાથે જોડાયેલા પ્રશ્ન અંગે સ્થિતી સ્પષ્ટ કરતા કેન્દ્રીય મંત્રીમંડળ સચિવાલય અને તમામ રાજ્યના મુખ્ય સચિવો પાસે સ્પષ્ટીકરણ માંગ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે સમય પહેલા વિધાનસભા ભંગ થવા અંગે રાજ્ય કાર્યવાહક સરકાર ઉપરાંત કેન્દ્ર સરકાર પણ તે રાજ્ય સાથે જોડાયેલા કિસ્સામાં આચાર સંહિતાથી સંબંધ હશે. 

પંચે આચાર સંહિતાના પ્રાવધાનોનો હવાલો આપતા કહ્યું કે, આ પ્રકારની સ્થિતીમાં ભાગ સાત અનુસાર રાજ્ય વિધાનસભા ભંગ થવાની સાથે જ આચાર સંહિતા પ્રભાવી થઇ જાય છે. ચૂંટણી પ્રક્રિયા પુરી થતા સુધી લાગુ રહે છે. એવામાં રાજ્યની કાર્યવાહક સરકાર અને કેન્દ્ર સરકાર સંબંધ રાજ્ય સાતે જોડાયેલી નવી યોજનાની જાહેરાત નહી કરી શકે. 

પંચે કહ્યું કે, આ વ્યવસ્થા સુપ્રીમ કોર્ટનાં 1994ના તે નિર્ણયની અનુરૂપ છે જેમાં કાર્યવાહક સરકારને માત્ર સામાન્ય કામકાજ કરવાનો અધિકાર થવાની સ્પષ્ટ પ્રાવધાન કરવામાં આવી છે. એવી સ્થિતીમાં કાર્યવાહક સરકાર કોઇ નીતિગત્ત ચુકાદો કરી શકે છે. 

પંચે સ્પષ્ટતા કરતા કહ્યું કે, મારા અધિકારીક ઉદ્દેશ્યો માટે અધિકારીક સંસાધનોનો ઉપયોગ સહિત અન્ય પ્રતિબંધ કાર્યવાહક સરકાર અને કેન્દ્ર સરકારના મંત્રીઓ અને અન્ય અધિકારીઓ માટે બાધ્યકર રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news