Zee Exclusive : ભારતમાં રાફેલનું સ્વાગત છે, અંબાલા એરબેસ પર થયું ''સુપર લેડિંગ''

રાફેલ વિમાનોની હરિયાણાના અંબાલા એરબેસ પર લેડિંગ થઇ ગયું છે. રાફેલ વિમાનોની લેડિંગને જોતાં અંબાલા એરબેસ પર પોલીસે સૈન્ય અડ્ડાની આસપાસ આકરી સુરક્ષા કરવામાં આવી છે. 

Zee Exclusive : ભારતમાં રાફેલનું સ્વાગત છે, અંબાલા એરબેસ પર થયું ''સુપર લેડિંગ''

નવી દિલ્હી: રાફેલ વિમાનોની હરિયાણાના અંબાલા એરબેસ પર લેડિંગ થઇ ગયું છે. રાફેલ વિમાનોની લેડિંગને જોતાં અંબાલા એરબેસ પર પોલીસે સૈન્ય અડ્ડાની આસપાસ આકરી સુરક્ષા કરવામાં આવી છે. 

— Rajnath Singh (@rajnathsingh) July 29, 2020

જે પળનો ઇંતઝાર દેશને વરસોથી હતો, તે હવે આવી ગયો છે, રાફેલની પ્રતિક્ષા પુરી થઇ ગઇ છે. આજથી વાયુસેનાને રફાલેની પ્રચંડ શક્તિ મળી ગઇ છે. બપોરે લગભગ સવા બે વાગે લડાકૂ વિમાન અંબાલા પહોંચી ચૂક્યા છે. 
 

राष्ट्ररक्षासमं व्रतम्,

राष्ट्ररक्षासमं यज्ञो,

दृष्टो नैव च नैव च।।

नभः स्पृशं दीप्तम्...
स्वागतम्! #RafaleInIndia pic.twitter.com/lSrNoJYqZO

— Narendra Modi (@narendramodi) July 29, 2020

લેડિંગ પહેલાં પાંચ રાફેલે અંબાલા એરબેસની હવાની પરિક્રમા કરી. વોટર ગન સેલ્યૂટ દ્વારા અંબાલામાં ઇતિહાસ રચતાં રાફેલનું સ્વાગત કરવામાં આવ્યું. 

— आयुष पत्रकार (@ayush_sinha7) July 29, 2020

આ અવસર પર રાફેલના સ્વાગત માટે લેડિંગ બાદ પોતે વાયુ સેના પ્રમુખ એર ચીફ માર્શલ આરકેએસ ભદોરિયા વિમાનના સ્વાગત માટે અંબાલા પહોંચ્યા હતા. ફ્રાંસથી આવેલા રહેલા 5 રાફેલ વિમાન હાલ ભારતની જમીન પર આવી ચૂક્યા છે. 

— ANI (@ANI) July 29, 2020

હિન્દુસ્તાની ફાઇટર જેટની હેપ્પી લેડિંગ
આજે બપોરે બે વાગે આખા દેશની નજરો રાફેલની રાહ જોઇ રહી હતી, લડાકૂ વિમાન રાફેલ ભારતના અંબાલા પહોંચી પણ ચૂકયા છે અને વાયુસેનાના પ્રમુખે રાફેલનું નેતૃત્વ કર્યું. કુલ 7000 કિલોમીટરનું અંતર કાપીને રાફેલે ભારતમાં પ્રવેશ કર્યો છે. આ દરમિયાન રાફેલનું સ્ટોપેજ UAE ના અલદફરા એરબેસમાં હતું, જ્યાંથી પાંચેય રાફેલ વિમાન લગભગ 2000 કિલોમીટરનું અંતર કાપીને ભારતીય વાયુ સીમામાં દાખલ થયા. 

અંબાલા એરફોર્સ સ્ટેશનને રાફેલનું પહેલું સ્ક્વાડ્રન બનાવવામાં આવ્યું છે. રાફેલના સ્વાગત માટે અંબાલાના એરબેસ સંપૂર્ણપણે તૈયાર હતું. જ્યારે રાફેલ લડાકુ વિમાન અંબાલા એરબેસ પર ઉતર્યા, તે સમયે રાફેલના સ્વાગત માટે વાયુસેના અધ્યક્ષ આરકેએસ ભદોરિયા અંબાલા એરબેસ પર હાજર રહ્યા. રાફેલના પ્રવેશ સાથે જ ભારતીય વાયુસેનાની તાકાતમાં ગજબનો વધારો થયો. 

અંબાલા એરબેસ પર થયું રાફેલનું લેડિંગ
ફ્રાન્સથી પાંચ રાફેલ લડાકૂ વિમાનના આવ્યા પહેલા મંગળવારે અંબાલા વાયુ સેના કેન્દ્રની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે અને કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. અહીં વીડિયોગ્રાફી અને ફોટા પાડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

એક અધિકારીએ જણાવ્યું કે, અંબાલા જિલ્લા વહીવટી તંત્રએ વાયુ સેના કેન્દ્રના ત્રણ કિલોમીટર વિસ્તારમાં લોકોને ડ્રોન ઉડાવવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. ડેપ્યુટી કમિશનર અશોક શર્માએ એક આદેશમાં કહ્યુ કે, ધુલકોટ, બલદેવ નગર, ગરનાલા અને પંજખોડા સહિત વાયુ સેનાના આસપાસના ગામોમાં કલમ 144 લગાવી દેવામાં આવી છે, જે હેઠળ ચાર કે તેથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news