ઉન્નાવ દુષ્કર્મ પીડિતા દુર્ઘટના મુદ્દે BJP ધારાસભ્ય સહિત 10 વિરુદ્ધ ફરિયાદ દાખલ

ઉન્નાવ રેપ કેસની પીડિતાનો માર્ગ અકસ્માત થવા મુદ્દે યુપી પોલીસે ફરિયાદ દાખલ કરી છે. મળતી માહિતી અનુસાર ઉન્નાવ રે કેસ મુદ્દે જેલવાસ ભોગવી રહેલ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર સહિત 10 લોકોની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર સાથે તેનો ભાઇ મનોજ સેંગર અને 8 અન્ય લોકોની વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. 

ઉન્નાવ દુષ્કર્મ પીડિતા દુર્ઘટના મુદ્દે BJP ધારાસભ્ય સહિત 10 વિરુદ્ધ ફરિયાદ દાખલ

વિશાલ સિંહ રઘુવંશી/લખનઉ : ઉન્નાવ રેપ કેસની પીડિતાનો માર્ગ અકસ્માત થવા મુદ્દે યુપી પોલીસે ફરિયાદ દાખલ કરી છે. મળતી માહિતી અનુસાર ઉન્નાવ રે કેસ મુદ્દે જેલવાસ ભોગવી રહેલ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર સહિત 10 લોકોની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર સાથે તેનો ભાઇ મનોજ સેંગર અને 8 અન્ય લોકોની વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. 

ઉન્નાવ ગેંગરેપ: અમાનવીય ત્રાસ છતા બળાત્કાર પીડિતા અડગ રહેતા BJP ધારાસભ્યએ મરાવી નાખી?
આ મુદ્દે કુલદીપ સિંહ સેંગર, મનોજ સિંહ સેંગર, વિનોદ મિશ્રા, હરિપાલ મિશ્ર, નવીન સિંહ, કોમલ સિંહ, અરૂણ સિંહ, જ્ઞાનેન્દ્ર સિંહ અને રિંકુ સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. તમામની વિરુદ્ધ IPC 302, 307, 506 120B હેઠળ કેસ દાખલ થયો છે. આ ફરિયાદ પીડિતાનાં કાકા દ્વારા દાખલ કરાવવામાં આવી છે. 

જોખમી TikTok દ્વારા બનવું હતું સુપર સ્ટાર, એવો ફસાયો કે 2 દિવસે માંડ મળ્યો !
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશનાં રાયબરેલીમાં એનએચ 232 પર થયેલા એક માર્ગ દુર્ઘટનામાં રવિવારે (28 જુલાઇ) ઉન્નાવ રેપ કેસની પીડિતા ગંભીર રીતે ઘાયલ થઇ ગઇ. મળતી માહિતી અનુસાર ઉન્નાવ રેપ કેસની પીડિતા પોતાની માસી, કાકી અને વકીલ સાથે રાયબરેલી જઇ રહી હતી. તે દરમિયા એક ટ્રકે તેને ટક્કર મારી દીધી. દુર્ઘટનાનો આરોપી ટ્રક ડ્રાઇવરની પોલીસે ધરપકડ કરી લીધી છે.

World Tiger Day : ભારતમાં 9 વર્ષમાં વાઘની સંખ્યા 692થી વધી 860 થઈ
દુર્ઘટનામાં પીડિતાની માસી અને કાકીનું મોત નિપજ્યું છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ પીડિતા અને તેના વકીલનું લખનઉ ટ્રોમા સેન્ટરમાં સારવાર ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, ઉન્નાવ રેપ કાંડમાં ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર આરોપી છે. રવિવારે સાંજે રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર 31 પર પીડિતાની કાર સાથે એક ટ્રકની ટક્કર થઇ હતી. દુર્ઘટનામાં ઉન્નાવ રેપ પીડિતા અને તેના વકીલ મહેન્દ્ર સિંહ ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા. દુર્ઘટનામાં પીડિતાની કાકી તથા માસીનું મોત થઇ ગયું. આ તમામ દુષ્કર્મ પીડિતાનાં કાકાને મળીને પરત ફરી રહયા હતા, જે કાવત્રાખોરીનાં કેસમાં રાયબરેલી જેલમાં છે. ટ્રકના માલિક દેવેન્દ્રસિંહ અને ડ્રાઇવર આશીષ પાલની ધરપકડ કરી લેવાઇ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news