ગ્રેટર નોઇડામાં રાહુલ-પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના 203 નેતાઓ વિરુદ્ધ FIR દાખલ


કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી વિરુદ્ધ ગ્રેટર નોઇડાના ઈકોટેક વન પોલીસ સ્ટેશનમાં  FIR દાખલ કરાવવામાં આવી છે. 

ગ્રેટર નોઇડામાં રાહુલ-પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના 203 નેતાઓ વિરુદ્ધ FIR દાખલ

નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી વિરુદ્ધ ગ્રેટર નોઇડાના ઈકોટેક વન પોલીસ સ્ટેશનમાં  FIR દાખલ કરાવવામાં આવી છે. પોલીસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના 203 નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. એફઆઈઆરમાં આ લોકો વિરુદ્ધ ઘણી ગંભીર કલમો લગાવવામાં આવી છે. કેસ ગૌતમબુદ્ધ નગર પોલીસ તરફથી દાખલ કરવામાં આવ્યો છે. 

પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ આશરે 200 કાર્યકર્તાઓની સાથે હાથરસ જવા માટે ડીએનડીના રસ્તે નોઇડામાં પ્રવેશ કર્યો. જેમાં લગભગ 50 ગાડીઓ કાફિલામાં સામેલ હતી. તે કાફલામાં સામેલ બધા લોકોને જિલ્લામાં કલમ 144 લાગૂ હોવા, કોવિડ-19ની સ્થિતિથી માહિતગાર કરાવતા આગળ ન જવાની વિનંતી કરી હતી. પરંતુ તેમાં સામેલ બધા કાર્યકર્તા તથા ગાડીઓ અવરજવરના નિયમોનો ભંગ કરતા તથા સામાન્ય જનતાની અવરજવરમાં મુશ્કેલી ઉભી કરતા ઝડપથી યમુના એક્સપ્રેસ વે તરફ જવા લાગ્યા હતા. 

બે ગાડીઓ વચ્ચે ટક્કર
પોલીસ તરફથી આગળ કહેવામાં આવ્યું કે, નોઇડા એક્સપ્રેસ-વે પર કાફલામાં સામેલ બે ગાડીઓ વચ્ચે ટક્કર થઈ. ત્યારબાદ યમુના એક્સપ્રેસ વેના ઝીરો પોઈન્ટ પર કાફલાનો રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો જ્યાં પર કોંગ્રેસ પાર્ટીના સભ્યો દ્વારા પોલીસની સાથે ઝપાઝપી તથા ધક્કામુકી કરવામાં આવી. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી યમુના એક્સપ્રેવ વે પર પોતાના કાર્યકર્તાઓની સાથે પગે ચાલવા લાગ્યા. જેથી એક્સપ્રેસ વે પર જામની સ્થિતિ થઈ. તેમાં ઘણી એમ્બ્યુલન્સ પણ ફસાયેલી હતી. 

Hathras Case: અલ્હાબાદ હાઈકોર્ટે ઘટનાની લીધી નોંધ, યોગી સરકારને ફટકારી નોટિસ  

પોલીસનું કહેવું છે કે જિલ્લામાં કલમ 144 લાગૂ છે અને મંજૂરી વગર એક્સપ્રેસ વે પર આટલી સંખ્યામાં આ લોકો જવા માટે બળજબરી કરવા લાગ્યા. તેમને જણાવવામાં આવ્યું કે, કલમ 144 લાગૂ છે અને તમે નિયમોનો ભંગ કરી રહ્યાં છે. અમે લો એન્ડ ઓર્ડરની સ્થિતિ બગડવાની વાત કરી, પરંતુ તે લોકો પર કોઈ અસર થઈ નહીં. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત 203 લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. 

મહત્વનું છે કે રાહુલ અને પ્રિયંકા ગાંધી હાથરસ ગેંગરેપ પીડિતાના પરિવારજનોને મળવા માટે હાથરસ જઈ રહ્યાં હતા, પરંતુ તેમને ગ્રેટર નોઇડાના એક્સપ્રેસ-વે પર રોકી દેવામાં આવ્યા હતા. પોલીસે તેમની અટકાયત પણ કરી હતી. બાદમાં છોડી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ કોંગ્રેસના બંન્ને નેતા દિલ્હી પરત આવી ગયા અને આ રીતે પોલીસ તેમને હાથરસ જતા રોકવામાં સફળ રહી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news