Hathras Case: અલ્હાબાદ હાઈકોર્ટે ઘટનાની લીધી નોંધ, યોગી સરકારને ફટકારી નોટિસ
અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ પીઠે હાથરસની ઘટના પર ખુબ કડક નિર્દેશ દેતા હાથરસ પોલીસ અને તંત્રના કૃત્ય પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
Trending Photos
લખનઉઃ અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ પીઠે હાથરસ દુષ્કર્મ કાંડને ગંભીરતાથી લેતા મામલો ધ્યાને લીધો છે. કોર્ટે ગુરૂવારે ઘટના પર ચિંતા વ્યક્ત કરતા યૂપી સરકાર, વહીવટી તંત્રના અધિકારીઓ અને હાથરસના ડીએમ તથા એસપીને નોટિસ ફટકારી છે. કોર્ટે પીડિતાની સાથે હાથરસ પોલીસના બર્બર, ક્રૂર અને અમાનવીય વ્યવહાર પર રાજ્ય સરકાર પાસે પણ પ્રતિક્રિયા માગી છે. પીઠ આ મામલાની સુનાવણી 12 ઓક્ટોબરે કરશે. ન્યાયમૂર્તિ રાજન રોય અને ન્યાયમૂર્તિ જસપ્રીત સિંહની પીઠે આ મામલાને સ્વયં ધ્યાને લેતા આદેશ આપ્યો છે.
અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ પીઠે હાથરસની ઘટના પર ખુબ કડક નિર્દેશ દેતા હાથરસ પોલીસ અને તંત્રના કૃત્ય પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. હાઈકોર્ટે આ ઘટના પર રાજ્યસરકારની પણ પ્રતિક્રિયા માગી છે. આ સાથે મુખ્ય સચિવ ગૃહ, ડીજીપી, એડીજી કાયદો અને વ્યવસ્થા, હાથરસ ડીએમ અને એસપીને નોટિસ ફટકારીને આગામી સુનાવણી માટે સમન્સ મોકલ્યું છે.
UP: હાથરસ, બલરામપુર બાદ ભદોહીમાં અનુસૂચિત જાતિની યુવતી સાથે બર્બરતા, માથુ કચડીને હત્યા
મહત્વનું છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ પર હાથરસ દુષ્કર્મ મામલામાં ગૃહ સચિવ ભગવાન સ્વરૂપની અધ્યક્ષતામાં રચાયેલી ત્રણ સભ્યોની એસઆઈટી તપાસ કરી રહી છે. એસઆઈટી પોલીસની ભૂમિકાની પણ તપાસ કરશે. એસઆઈટીમાં મહિલા અધિકારી એસપી પૂનમ પણ સામેલ છે. હાથરસની ઘટનાને લઈને ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે