Corona Update: અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટ્યા, છેલ્લા 24 કલાકમાં અધધધ..નવા કેસ

 દેશમાં કોરોનાના કેસમાં રેકોર્ડબ્રેક વધારો નોંધાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આજે સવારે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 13586 નવા કેસ નોંધાયા છે જ્યારે એક જ દિવસમાં 336 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં કોરોનાના કુલ 3,80,532 કેસ છે જેમાંથી 1,63,248 એક્ટિવ કેસ અને 2,04,711 લોકો સાજા થઈને ઘરે ગયા છે. દેશમાં કોરોના વાયરસથી 12,573 લોકોએ જીવ ગુમાવ્યાં છે. જો કે આ સાથે રાહતની વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં 10386 દર્દીઓ સાજા પણ થયા છે. 
Corona Update: અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટ્યા, છેલ્લા 24 કલાકમાં અધધધ..નવા કેસ

નવી દિલ્હી: દેશમાં કોરોનાના કેસમાં રેકોર્ડબ્રેક વધારો નોંધાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આજે સવારે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 13586 નવા કેસ નોંધાયા છે જ્યારે એક જ દિવસમાં 336 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં કોરોનાના કુલ 3,80,532 કેસ છે જેમાંથી 1,63,248 એક્ટિવ કેસ અને 2,04,711 લોકો સાજા થઈને ઘરે ગયા છે. દેશમાં કોરોના વાયરસથી 12,573 લોકોએ જીવ ગુમાવ્યાં છે. જો કે આ સાથે રાહતની વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં 10386 દર્દીઓ સાજા પણ થયા છે. 

આ રાજ્યોમાં કોરોનાનો ખુબ પ્રકોપ
કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર રાજ્ય છે. જ્યાં કોરોનાના કુલ 120504 કેસ નોંધાયા છે જ્યારે 5751 લોકોએ જીવ ગુમાવ્યા છે. 60838 લોકો ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે. બીજા નંબરે તામિલનાડુ છે જ્યાં કોરોનાના કુલ 52334 કેસ નોંધાયા છે અને 625 લોકોએ જીવ ગુમાવ્યાં છે. ત્રીજા નંબરે દેશની રાજધાની દિલ્હી આવે છે જ્યાં કોરોનાના કુલ 49979 કેસ નોંધાયા છે અને 1969 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 

જુઓ LIVE TV

ગુજરાત ચોથા નંબરે આવે છે જ્યાં કોરોનાના કારણે 1591 લોકોએ જીવ ગુમાવ્યાં છે. જ્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાના કુલ 25601 કેસ નોંધાયા છે જો કે ડિસ્ચાર્જ થનારાની સંખ્યા ઘણી વધુ છે. અત્યાર સુધીમાં 17819 લોકો ડિસ્ચાર્જ થયા છે. પાંચમા નંબરે ઉત્તર પ્રદેશ આવે છે જ્યાં કોરોનાના કુલ 15181 કેસ નોંધાયા છે જ્યારે 465 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news