IAF ચીફનું મોટું નિવેદન, વ્યર્થ નહિ જાય ગલવાન ઘાટીના શહીદોનુ બલિદાન

હૈદરબાદમાં કમ્બાઈન્ડ ગ્રેજ્યુએશન પરેડ ચાલી રહી છે. આ દરમિયાન IAF પ્રમુખ આરકેએસ ભદૌરિયા પણ હાજર રહ્યાં. તેઓએ વર્તમાન પરિસ્થિતિને લઈને ખુલીને વાત કરી છે. એકેડમીની પાસિંગ આઉટ પરેડ અને કમ્બાઈન્ડ ગ્રેજ્યુએશન સેરેમનીને સંબોધન કરતા  એર ચીફે કહ્યું કે, ગલવાન ઘાટીમાં શહીદ જવાનોનું બલિદાન વ્યર્થ જવુ ન જોઈએ. પોતાના સંબોધનની શરૂઆતમાં એર ચીફે કહ્યું કે, હું લદ્દાખમાં શહીદ થયેલ કર્નલ સંતોષ બાબુ અને તેમની ટીમના જવાનોને શ્રદ્ધાંજલિ આપું છું. એક ઉંચા રણક્ષેત્રની ચેલેન્જિસ વચ્ચે જે પ્રકારે પોતાની વીરતાનું પ્રદર્શન કરતા તેઓ શહીદ થયા તે દેશની સંપ્રભુતાની રક્ષા છે. તણાવ વચ્ચે પણ અમે આ સ્થિતિને શાંતિપૂર્ણ રીતે સોલ્વ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. 

IAF ચીફનું મોટું નિવેદન, વ્યર્થ નહિ જાય ગલવાન ઘાટીના શહીદોનુ બલિદાન

ઝી મીડિયા/બ્યૂરો :હૈદરબાદમાં કમ્બાઈન્ડ ગ્રેજ્યુએશન પરેડ ચાલી રહી છે. આ દરમિયાન IAF પ્રમુખ આરકેએસ ભદૌરિયા પણ હાજર રહ્યાં. તેઓએ વર્તમાન પરિસ્થિતિને લઈને ખુલીને વાત કરી છે. એકેડમીની પાસિંગ આઉટ પરેડ અને કમ્બાઈન્ડ ગ્રેજ્યુએશન સેરેમનીને સંબોધન કરતા  એર ચીફે કહ્યું કે, ગલવાન ઘાટીમાં શહીદ જવાનોનું બલિદાન વ્યર્થ જવુ ન જોઈએ. પોતાના સંબોધનની શરૂઆતમાં એર ચીફે કહ્યું કે, હું લદ્દાખમાં શહીદ થયેલ કર્નલ સંતોષ બાબુ અને તેમની ટીમના જવાનોને શ્રદ્ધાંજલિ આપું છું. એક ઉંચા રણક્ષેત્રની ચેલેન્જિસ વચ્ચે જે પ્રકારે પોતાની વીરતાનું પ્રદર્શન કરતા તેઓ શહીદ થયા તે દેશની સંપ્રભુતાની રક્ષા છે. તણાવ વચ્ચે પણ અમે આ સ્થિતિને શાંતિપૂર્ણ રીતે સોલ્વ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. 

પેટ્રોલ-ડીઝલના ભાવમાં 14મા દિવસે ભડાકો, ગરીબ ભારતીયોની કમર તૂટશે

તેમણે કહ્યું કે,  LAC પર ચીનની હરકત જરાપણ સ્વીકાર્ય નથી. તે સ્પષ્ટ હોવું જોઈએ કે, અમે કોઈ પણ આકસ્મિકતાનો જવાબ આપવા માટે સારી રીતે તૈયાર છીએ. તેમજ તૈનાત પણ છીએ. હું દેશને વિશ્વાસ અપાવુ છું કે, અમે ગલવાનના બહાદુરોનું બલિદાન ક્યારેય વ્યર્થ નહિ જાય.

— ANI (@ANI) June 20, 2020

તેઓએ કહ્યું કે, કૃપા મારી સાથે કર્નલ સંતોષ બાબુ અને બાકીના બહાદુર લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં સામેલ થાય, જેઓને ગલવાન ઘાટીમાં LAC નો બચાવ કરતા બલિદાન આપ્યું હતુ. ચેલેન્જિસવાળી સ્થિતિમાં વીરોના કાર્યને કોઈ પણ કિંમત પર ભારતની સંપ્રભુતાની રક્ષા કરવાના અમારા સંકલ્પનું પ્રદર્શન કર્યું છે. 

તેઓએ કહ્યું કે, આપણા ક્ષેત્રમાં સુરક્ષા પરિદ્રષ્ય એ બતાવે છે કે, આપણા સશસ્ત્ર દળ દરેક સમયે તૈયાર અને સતર્ક રહે છે. લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ડેવલપમેન્ટ એક નાનકડો સ્નેપશોટ છે, જે એ બતાવે છે કે, આપણે શોર્ટ નોટિસમાં શુ કરવું જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news