20 june news News

‘સમાજ અમને એક નહિ થવા દે...’ એ બીકે એક ફળિયામાં રહેતા પ્રેમીઓએ કૂવામાં છલાંગ લગાવી
પંચમહાલના શહેરા તાલુકાના ગાંગડીયા ગામમાં પ્રેમી પંખીડાએ કૂવામાં મોતની છલાંગ લગાવી છે. ગેંગડીયા ગામના નવાપૂરા પટેલ ફળીયાની પ્રેમીપંખીડાએ મોતનું પગલુ અપનાવ્યું છે. એક જ ફળીયામાં રહેતા પ્રેમી પંખીડાને સમાજ એક નહિ થવા દે એ બીકે જીવન ટૂંકાવ્યું છે. 3 દિવસ પહેલા ગામમાંથી વિપુલ અને સેજલ નામના પ્રેમી પંખીડા ફરાર થયા હતા. વિપુલ અને સેજલે ઘરથી આશરે ૮૦૦ મીટરના અંતરે આવેલ કુવામાં ઝંપલાવ્યું હતું. પ્રેમ પ્રકરણને લઈ ગત રાત્રે જ ગામઠી પંચાણુ થયુ હતું. ત્યારે આજે શહેરા પોલીસે ઘટના સ્થળે પહોંચી કૂવામાંથી મૃતદેહો બહાર કાઢ્યા હતા. મૃતદેહોને શહેરા રેફરલ ખાતે પીએમ માટે મોકલવામાં આવ્યા છે. 
Jun 20,2020, 16:38 PM IST
મંત્રી કુમાર કાનાણીના ઘરમાં કોરોના પહોંચ્યો, જયંતિ રવિએ લીધી સુરતની મુલાકાત
રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રીના ઘરમાં કોરોના પહોંચ્યો છે. મંત્રી કુમાર કાનાણીના પુત્રવધુ કોરોના સંક્રમિત થયા છે. જેઓની હાલ સુરત ખાતે સારવાર ચાલી રહી છે. મંત્રી કાનાણી છેલ્લા કેટલાક સમયથી ગાંધીનગર જ રહે છે. તો બીજી તરફ, સુરતમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસને ધ્યાનમાં રાખી આજે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ સુરતની મુલાકાતે આવ્યા હતા. કોરોના પોઝિટિવ દર્દીઓની સતત વધી રહેલા આ કેસોને ધ્યાનમાં રાખી તમામ સુવિધાઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. આ સાથે સુપરસ્પ્રેડની સંભાવનાઓની શક્યતા વ્યક્ત કરી હતી અને પ્રાઇવેટ લેબમાં કોરોના ટેસ્ટિંગની કિંમત ઓછી કરવા અંગે ઈશારો આપ્યો હતો.
Jun 20,2020, 14:43 PM IST
ગુજરાત ATS નું મોટું ઓપરેશન સફળ, હેરાફેરી કરતા 9 આરોપીને 54 હથિયારો સાથે પકડ્યા
Jun 20,2020, 11:44 AM IST
IAF ચીફનું મોટું નિવેદન, વ્યર્થ નહિ જાય ગલવાન ઘાટીના શહીદોનુ બલિદાન
હૈદરબાદમાં કમ્બાઈન્ડ ગ્રેજ્યુએશન પરેડ ચાલી રહી છે. આ દરમિયાન IAF પ્રમુખ આરકેએસ ભદૌરિયા પણ હાજર રહ્યાં. તેઓએ વર્તમાન પરિસ્થિતિને લઈને ખુલીને વાત કરી છે. એકેડમીની પાસિંગ આઉટ પરેડ અને કમ્બાઈન્ડ ગ્રેજ્યુએશન સેરેમનીને સંબોધન કરતા  એર ચીફે કહ્યું કે, ગલવાન ઘાટીમાં શહીદ જવાનોનું બલિદાન વ્યર્થ જવુ ન જોઈએ. પોતાના સંબોધનની શરૂઆતમાં એર ચીફે કહ્યું કે, હું લદ્દાખમાં શહીદ થયેલ કર્નલ સંતોષ બાબુ અને તેમની ટીમના જવાનોને શ્રદ્ધાંજલિ આપું છું. એક ઉંચા રણક્ષેત્રની ચેલેન્જિસ વચ્ચે જે પ્રકારે પોતાની વીરતાનું પ્રદર્શન કરતા તેઓ શહીદ થયા તે દેશની સંપ્રભુતાની રક્ષા છે. તણાવ વચ્ચે પણ અમે આ સ્થિતિને શાંતિપૂર્ણ રીતે સોલ્વ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. 
Jun 20,2020, 10:34 AM IST
શું વોટિંગ ન કરીને BTP એ આડકતરી રીતે ભાજપને સમર્થન આપ્યું?
રાજ્યસભાની ચૂંટણીમાં આખરે ભાજપના ત્રણેય ઉમેદવારોનો વિજય થયો. ભાજપ યેનકેન પ્રકારે પોતાની જીત મેળવવામાં સફળ રહ્યું. કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ વિજયી બન્યા, પરંતુ ભરતસિંહ સોલંકી સૌથી ઓછા 31.8 મત સાથે હાર્યા છે. કહી શકાય કે, ભાજપે તમામ મોરચે યોગ્ય આયોજન કરીને જીત મેળવી છે. તો સાથે જ એવી રાજકીય ચર્ચા પણ થઈ રહી છે કે, બીટીપીએ આડકતરી રીતે ભાજપને સમર્થન આપ્યું છે. કોંગ્રેસના નેતાઓના મનાવવાના લાખ પ્રયાસો છતાં બીટીપી છેલ્લી ઘડી સુધી વોટિંગ કરવા ન આવ્યું. જેનો કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. બીટીપી કોંગ્રેસને જીતાડી શકે એમ હતું. ત્યારે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે, રાજ્યસભાની ચૂંટણી બાદ રાજકીય સમીકરણો બદલાઈ શકે છે. કોંગ્રેસ અને બીટીપીનું સમર્થન તૂટી શકે છે. તો સાથે જ વોટિંગ ન કરીને બીટીપીએ રૂપાણી સરકારને આડકતરી રીતે સમર્થન આપ્યું છે, જેથી નવા સમીકરણો પણ રચાઈ શકે છે. 
Jun 20,2020, 9:16 AM IST

Trending news