70 વર્ષના દાદાએ બતાવ્યું એવું 'પાણી' કે જાણીને સલામ કરશે આખી દુનિયાના લોકો

મધ્ય પ્રદેશના સીતારામ રાજપૂતે સાંભળવામાં અશક્ય લાગે એ કામ કરી બતાવ્યું છે

70 વર્ષના દાદાએ બતાવ્યું એવું 'પાણી' કે જાણીને સલામ કરશે આખી દુનિયાના લોકો

નવી દિલ્હી : બિહારમાં રહેતા દશરથ માંઝીએ પહાડ કાપીને રસ્તો બનાવ્યો હતો અને ઉદાહરણીય કામ કરી બતાવ્યું છે. લગભગ આવો જ કિસ્સો બન્યો છે મધ્ય પ્રદેશમાં. મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લાના હડુઆ ગામમા રહેતા સીતારામ રાજપૂતે પાણીની સમસ્યા હોવાના કારણે કુવો ખોદીને પાણી કાઢી લીધું હતું અને બધાને જાતમહેનતનું 'પાણી' બતાવી દીધું હતું. ANIએ તેમની સંઘર્ષગાથા અને તસવીર શેયર કરી છે. 

— ANI (@ANI) May 24, 2018

ANIએ ટ્વિટ કરીને લખ્યું છે કે ''70 વર્ષીય સીતારામ રાજપુત હડુઆ ગામમાં રહેછે. અહીં લગભગ અઢી વર્ષથી પાણીની સમસ્યાથી પરેશાન છે. ગામના લોકોએ મદદ માટે સરકાર પાસે મદદ માગી પણ કોઈ મદદ મળી નહીં. ગામના લોકો બહુ પરેશાન થઈ ગયા હતા અને આખરે સીતારામે જાતે કૂવો બનાવવાનો નિર્ણય કર્યો. અઢી વર્ષમાં તેણે આખરે 33 ફૂટ ઉંડો કૂવો ખોદી નાખ્યો હતો. જેને જોઈને ગામલોકો બહુ ખુશ છે.''

Madhya Pradesh : 70 Year Old Man Of Chhatarpur Parched Village Digs well For Family

Madhya Pradesh : 70 Year Old Man Of Chhatarpur Parched Village Digs well For Familyસીતારામ જ્યારે 9 વર્ષના હતા ત્યારે તેના પિતાનું અવસાન થઈ ગયું હતું. સીતારામની માતા તેમને અને ભાઈને ઉત્તર પ્રદેશના હડુઆ લઈ આવી હતી. સીતારામ મોટા થયા પછી તેમની પર તમામ જવાબદારી આવી ગઈ હતી. આ જવાબદારી સંભાળવા તેમણે લગ્ન પણ નહોતા કર્યા. સીતારામે જ્યારે કૂવો ખોદવાનો નિર્ણય લીધો ત્યારે તેમના પરિવારે સાથ નહોતો આપ્યો એટલે તેમણે પોતાના દમ પર કૂવો ખોદવાનો નિર્ણય લીધો હતો. આમ, સીતારામનો સંઘર્ષ ગામના લોકો માટે પ્રેરણા સ્ત્રોત બની ગયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news