આ 6 વર્ષની ગુજ્જુ બાળકી આવી વિચિત્ર બીમારીની ચપેટમાં, દુનિયાના માત્ર 20 લોકોને આ દુર્લભ બિમારી

દર્દ કોઇપણ હોય તકલીફ તો બધાને થાય છે. પરંતુ સુરતમાં રહેતી 6 વર્ષની સીફાને દર્દ સાથે કોઇ લેવાદેવા નથી. તેને બેદર્દ પણ કહી શકીએ, કારણ કે ઇજા થતાં પણ તેને કોઇપણ જાતનો દુખાવો થતો નથી. એટલું જરૂર છે કે તેને ઇજા પહોંચી તો તેનું દર્દ તેના માતા-પિતા જરૂર કરે છે. 

આ 6 વર્ષની ગુજ્જુ બાળકી આવી વિચિત્ર બીમારીની ચપેટમાં, દુનિયાના માત્ર 20 લોકોને આ દુર્લભ બિમારી

સુરત: દર્દ કોઇપણ હોય તકલીફ તો બધાને થાય છે. પરંતુ સુરતમાં રહેતી 6 વર્ષની સીફાને દર્દ સાથે કોઇ લેવાદેવા નથી. તેને બેદર્દ પણ કહી શકીએ, કારણ કે ઇજા થતાં પણ તેને કોઇપણ જાતનો દુખાવો થતો નથી. એટલું જરૂર છે કે તેને ઇજા પહોંચી તો તેનું દર્દ તેના માતા-પિતા જરૂર કરે છે. દાઝવું, કપાઇ જવું, પડી જવાના લીધે સીફાને નાની-મોટી 30 ઇજાઓ પહોંચી ચૂકી છે. ટાંકા પણ આવ્યા છે, પરંતુ સીફાના શરીર પર જરૂર પડે છે, પરંતુ દુખાવો થતો નથી.

રૂસ્તમપુરામાં રહેતા મોહસીન પઠાણના ત્રણ બાળકોમાં સીફા બીજા નંબરની પુત્રી છે. તે ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે. જોકે કે 'કંજેનિટલ ઇન્સેંસિટિવિટી ટૂ પેન' નામની બીમારી પીડાય છે, જેને સાધારણ ભાષામાં પેનલેસ સિંડ્રોમ કહેવામાં આવે છે. તેની સારવાર કરી રહેલા ડોક્ટરોના અનુસાર આ એવી બીમારી છે, જેની કોઇ સારવાર નથી. દુનિયાભરમાં આ બીમારીની કોઇ સારવાર શોધાઇ નથી. 3 વર્ષથી સીફાની સારવાર કરી રહેલા જૂની સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. શક્તિનો દાવો છે કે આ ભારતનો એકમાત્ર કિસ્સો છે. દુનિયાભરમાં ફક્ત 20 દર્દીઓ સામે આવ્યા છે.

દોઢ મહિના પછી ખબર પડી કે એક હાથ તૂટ્યો છે
આઠ મહિનાની હતી ત્યારે જમણા હાથમાં ફ્રેક્ચર થયું હતું. એક હાથની મૂવમેંટ ઓછી થતાં જૂની સિવિલ હોસ્પિટલમાં એક્સરે કરાવ્યો તો ખબર પડી હતી. 3 વર્ષની હતી ત્યારે હાથમાં સળીયો ઘૂસી ગયો. લોહી વહી રહ્યું હતું, પરિવાજનો ચોધાર આંસૂએ રડી રહ્યા હતા પરંતુ ટાંકા લેતી વખતે સીફા બિલકુલ ન રડી. માતા નજીરા બાનોને ચિંતા સતાવતી હતી કે સીફા જોખમી મસ્તી કરતાં જીવને જોખમમાં ન મુકી દે.

દર્દ સિવાય બધુ મહેસૂસ થાય છે...શરીર પર ઇજા 30 નિશાન
સીફાએ પેદા થતાં રડવાના બદલે હસીને બધાને આશ્વર્યમાં મુકી દીધા હતા. આ શરીરના કોઇપણ ભાગ સુન્ન પડવો અથવા લકવા જેવી સ્થિતિ પણ નથી. કારણ કે સીફાના શરીરનો દરેક ભાગ મૂવમેંટ કરે છે દુખાવા સિવાય. એટલે કે સ્પર્શથી માંડીને દરેક કામ સરળતાથી કરી લે છે. મુંબઇ સ્થિત કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલની કંસલટેંટ પીડિયાટ્રિશિયન ન્યૂરોલોજિસ્ટ ડો. પ્રદન્યા ગાડગિલના અનુસાર પેન સાઇબર સેંસર નર્વ્સથી જોડાયેલી સમસ્યાના લીધે આમ થાય છે. ખાસ કરીને આ નર્વ્સ દિમાગને દર્દવાળા સંકેત પહોંચાડી શકતી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news