J&K: શ્રીનગરમાં આતંકી અથડામણ, ત્રણ આતંકીઓનો ખાતમો 

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે  અથડામણ થઈ છે. આ એન્કાઉન્ટર આજે સવારે 3:50 વાગે બટમલનૂ વિસ્તારમાં શરૂ થઈ. આસપાસના વિસ્તારને કોર્ડન કરી  લેવાયો છે. આ સાથે જ શ્રીનગરમાં સુરક્ષાદળોની મૂવમેન્ટ વધી ગઈ છે. 

J&K: શ્રીનગરમાં આતંકી અથડામણ, ત્રણ આતંકીઓનો ખાતમો 

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) ના શ્રીનગરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે  અથડામણ થઈ છે. આ એન્કાઉન્ટર આજે સવારે 3:50 વાગે બટમલનૂ ( Batmalnoo)  વિસ્તારમાં શરૂ થઈ. આસપાસના વિસ્તારને કોર્ડન કરી  લેવાયો છે. આ સાથે જ શ્રીનગર (Srinagar) માં સુરક્ષાદળોની મૂવમેન્ટ વધી ગઈ છે. 

સીઆરપીએફ (CRPF) ની ક્યૂએટી અને એસઓજીના જવાનો આતંકીઓનો મુકાબલો કરી રહ્યા છે. આ અથડામણમાં 3 આતંકીઓનો ખાતમો થયો છે. જો કે સીઆરપીએફના એક ઓફિસર ઘાયલ થયા હોવાના સમાચાર છે. હાલ એન્કાઉન્ટર ચાલુ છે. 

PM મોદીના જન્મદિવસ પર જાણો તેમના જીવનની આ 5 Untold Stories તસવીરો સાથે

આ અગાઉ બુધવારે સુરક્ષાદળોને પુલવામાના કાકાપોરાના મારવલ ગામમાં આતંકીઓ છૂપાયેલા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ સુરક્ષાદળોએ વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધુ તું. 

— ANI (@ANI) September 17, 2020

જમ્મુ કાશ્મીર પોલીસ, આર્મીની 50 રાષ્ટ્રીય રાયફલ્સ (આરઆર) અને સીઆરપીએફની જોઈન્ટ ટીમે આતંકીઓને ઘેર્યા હતાં. સુરક્ષાદળોને બેથી ત્રણ આતંકીઓ છૂપાયેલા હોવાની માહિતી મળી હતી. આ  એન્કાઉન્ટરમાં બે જવાન ઘાયલ થયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news