J&K: શોપિયાંમાં સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, 1 જવાન શહીદ
જમ્મૂ કાશ્મીરના શોપિયાંમાં શુક્રવાર સવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળની વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઇ છે. આ એન્કાઉન્ટર શોપિયાંના પંડોશાન ગામમાં ચાલી રહ્યું છે. સુરક્ષા દળને ગામના એક ઘરમાં 2-3 આતંકીઓ છૂપાયેલા હોવાની આશંકા છે.
Trending Photos
નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરના શોપિયાંમાં શુક્રવાર સવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળની વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઇ છે. આ એન્કાઉન્ટર શોપિયાંના પંડોશાન ગામમાં ચાલી રહ્યું છે. સુરક્ષા દળને ગામના એક ઘરમાં 2-3 આતંકીઓ છૂપાયેલા હોવાની આશંકા છે. અન્કાઉન્ટરમાં એક જવાન શહીદ થયો છે. સેનાની 34 રાષ્ટ્રિય રાયફલ્સ, સીઆરપીએફની 14મીં બટાલિયન અને જમ્મૂ કાશ્મીર પોલીસ આ એન્કાઉન્ટરને સંયૂક્ત રીતે અંજામ આપી રહ્યાં છે.
જણાવવામાં આવી રહ્યું છે કે, સુરક્ષા દળને આ ગામમાં કેટલાક આતંકવાદીઓ છૂપાયા હોવાની જાણાકારી મળી હતી. ત્યાર બાદ તેમની તરફથી ગુરૂવાર મોડી રાત્રે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તે દરમિયાન આતંકીઓ તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેનો સુરક્ષા દળોએ સણસણતો જવાબ આપ્યો. સુરક્ષા દળે આ વિસ્તારને ઘેરી લીધો છે.
જણાવી દઇએ કે, 27 જુલાઇના શોપિયાં અને કુપવાડા જિલ્લામાં સુરક્ષા દળ અને આતંકવાદીઓથી સંબંધિત બે અલગ-અલગ ઘટનાઓમાં એક જવાન શહીદ થયો છે. ત્યારે બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આતંકવાદીઓની હાજરીની સૂચના મળ્યા બાદ સુરક્ષા દળએ શોપિયાં શહેરના બોનબાઝાર વિસ્તારમાં ઘેરાબંધી કરી તપાસ અભિયાન શરૂ કર્યું હતું. પોલીસે કહ્યું હતું, જેવું છૂપાયેલા આતંકવાદીઓને ચારે બાજુથી ઘેરાબંધી સખત કરવામાં આવી, તેમણે સુરક્ષા દળ પર ગોળીબાર શરૂ કર્યો અને જવાબી કાર્યવાહીમાં બે આતંકવાદી માર્યા ગયા હતા.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે