નાપાક હરકતોથી બાજ નહીં આવે પાક, કુલભૂષણને રાજદ્વારી પ્રવેશ આપવા મુકી 2 શરતો

પાકિસ્તાને ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને આંતરરાષ્ટ્રીય ન્યાયાલય (આઇસીજે)ના નિર્ણય અનુસાર રાજદ્વારી પ્રવેશ (કાઉન્સેલર એક્સેસ) આપવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનના વિદેશ વિભાગના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, શુક્રવારના જાધવને રાજદ્વારી પ્રવેશ આપવામાં આવશે.

નાપાક હરકતોથી બાજ નહીં આવે પાક, કુલભૂષણને રાજદ્વારી પ્રવેશ આપવા મુકી 2 શરતો

ઇસ્લામાબાદ: પાકિસ્તાને ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને આંતરરાષ્ટ્રીય ન્યાયાલય (આઇસીજે)ના નિર્ણય અનુસાર રાજદ્વારી પ્રવેશ (કાઉન્સેલર એક્સેસ) આપવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનના વિદેશ વિભાગના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, શુક્રવારના જાધવને રાજદ્વારી પ્રવેશ આપવામાં આવશે. ઇન્ટરનેશનલ કોર્ટમાં માત ખાધા પથી પણ પાકિસ્તાન તેનું વલણ બદલવા માટે તૈયાર નથી.

તેઓ કુલભૂષણ જાધવના કાઉન્સેલર એક્સેસ આપવા તૈયાર તો થઇ ગયા છે, પરંતુ તેણે ભારત સામે બે શરત મુકી છે. પહેલી કાઉન્સેલર એક્સેસ દરમિયાન એક પાકિસ્તાની અધિકારી ત્યાં હાજર રહેશે. સ્વાભાવિક છે કે તેનો પ્રયત્ન જાધવ પર દબાણ બનાવવાનો હશે. તેમની બીજી શરત છે કે, જ્યાં કાઉન્સેલર એક્સેસની પ્રક્રિયા કરવામાં આવશે, ત્યાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે.

જણાવી દઇએ કે, આ મામલે પાકિસ્તાન સતત ખોટુ બોલી રહ્યું છે. તેઓ ઘણા વાહિયાત આરોપ લગાવી રહ્યાં છે. એટલું જ નહીં જ્યારે જાધવનો પરિવાર તેને મળવા ગયો હતો ત્યારે પાકિસ્તાનની અધિકારીએ તેમની જ્વેલરી પણ ઉતરાવી દીધી હતી.

પાકિસ્તાન ભારતની પ્રતિક્રિયાની રાહ જોઇ રહ્યું છે
પાકિસ્તાનના અધિકારીએ કહ્યું કે, પાકિસ્તાને ભારતીય હાઇ કમિશનને જાણ કરી છે અને તેમની ઔપચારિક પ્રતિક્રિયાની રાહ જોઇ રહ્યાં છે. જુલાઇના તેમના નિર્ણયમાં આઇસીજેએ જાધવને કથિર જાસૂસી તેમજ આતંકવાદના આરોપમાં પાકિસ્તાની સૈન્ય કોર્ટ દ્વારા આપવામાં આવેલી મોતની સજામાં તો કોઇ ફેરફાર કર્યો ન હતો, પરંતુ કોર્ટે પાકિસ્તાનથી કહ્યું હતું કે, તેઓ જાધવને તેમના અધિકારોની માહિતી તાત્કાલિક આપે. તેમાં કહેવામાં આવ્યું હતું કે, જાધવને વિયેના સંધિની કલમ-36 હેઠળ સૂચિત કરવા સાથે રાજદ્વારી પ્રવેશ પૂરો પાડવો જોઈએ.

આ સાથે જ આઇસીજેએએ તેમના નિર્ણયમાં પાકિસ્તાનને જાધવને આપવામાં આવેલી સજાની પ્રભાવી સમીક્ષા અને તેના પર પુનર્વિચાર સુનિશ્ચિત કરવા માટે કહ્યું હતું. પાકિસ્તાનને આદેશ કર્યો હતો કે, તોઓ તાત્કાલી અસરથી કલમ-36 અંતર્ગત જાધવને તેમના આધિકારો વિશે જાણકારી આપે અને ભારતીય રાજદ્વારી પ્રવેશ કરવા અને ફરી આ મામલે સમીક્ષા પણ કરે.

વિયેના સંધિની કલમ-36માં જણાવાયું છે કે, જો કોઈ વિદેશી નાગરિકને કોઇ દેશ પોતાની મર્યાદાની અંદર ધરપકડ કરે છે, તો સંબંધિત દેશના દૂતાવાસે કોઈ પણ વિલંબ કર્યા વિના તરત જ જાણ કરવી પડશે. અટકાયત અને પરીક્ષણ દરમિયાન, તેને તેના કોન્સ્યુલેટના અધિકારીઓ સાથે નિયમિત પરામર્શ કરવાનો અધિકાર હોવો જોઈએ.
(ઇનપુટ: IANS)

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news