પુલવામામાં ફરી એકવાર સુરક્ષા દળ પર હુમલો, આતંકીઓએ કર્યો IED બ્લાસ્ટ

જમ્મૂ અને કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓએ ફરી એકવાર હુમલો કર્યો છે. આતંકવાદીઓએ પુલવામાના ઝાહિદબાગ વિસ્તારમાં 55 રાષ્ટ્રિય રાઇફલ્સની ગાડી પર હુમલો કર્યો છે. આતંકવાદીઓએ વાહન પર આઇઇડી બ્લાસ્ટ દ્વારા હુમલો કર્યો છે

પુલવામામાં ફરી એકવાર સુરક્ષા દળ પર હુમલો, આતંકીઓએ કર્યો IED બ્લાસ્ટ

નવી દિલ્હી: જમ્મૂ અને કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓએ ફરી એકવાર હુમલો કર્યો છે. આતંકવાદીઓએ પુલવામાના ઝાહિદબાગ વિસ્તારમાં 55 રાષ્ટ્રિય રાઇફલ્સની ગાડી પર હુમલો કર્યો છે. આતંકવાદીઓએ વાહન પર આઇઇડી બ્લાસ્ટ દ્વારા હુમલો કર્યો છે. જો કે, આ હુમલામાં કોઇ પણ જવાનને જાનહાની થઇ નથી. હુમલા બાદ સુરક્ષા દળે આ વિસ્તારને ઘેરી લીધો અને આતંકીઓની તપાસમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

જણાવી દઇએ કે, આ વર્ષે 14 ફેબ્રુઆરીના પુલવામામાં આતંકીઓએ સીઆરપીએફના કાફલાને નિશાન બનાવ્યું હતું. જેમાં 40 જવાન શહીદ થયા હતા. આતંકવાદીઓએ એક કારમાં વિસ્ફોટક ભરી તેને જવાનોના કાફલાને ટક્કર મારી હતી. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે જવાનોને સંભાળવાની તક પણ નહોતી મળી.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news