બળાત્કારી આસારામને કેટલા વર્ષની થશે સજા? દુષ્કર્મ, અપહરણના ગુનામાં દોષિત

આસારામના ભક્તોના મંત્રો આજે કામ આવ્યા નથી, બળાત્કારના ગુનામાં જોધપુર કોર્ટે આજે ચૂકાદો સંભળાવતાં આસારામને બળાત્કારી માન્યા છે. વિવિધ 14 જેટલી કલમો અંતર્ગત આસારામને સજા થઇ શકે છે. જેમાં અપહરણ, દુષ્કર્મ સહિત ગુનાઓમાં આજીવન કેદ સુધીની સજા થઇ શકે એમ છે. અહીં નોંધનિય છે કે, ચૂકાદાને પગલે રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને દિલ્હી સહિતના વિસ્તારમાં પોલીસને સ્ટેન્ડ ટૂ રાખવામાં આવી છે. 

બળાત્કારી આસારામને કેટલા વર્ષની થશે સજા? દુષ્કર્મ, અપહરણના ગુનામાં દોષિત

જોધપુર : આસારામના ભક્તોના મંત્રો આજે કામ આવ્યા નથી, બળાત્કારના ગુનામાં જોધપુર કોર્ટે આજે ચૂકાદો સંભળાવતાં આસારામને બળાત્કારી માન્યા છે. વિવિધ 14 જેટલી કલમો અંતર્ગત આસારામને સજા થઇ શકે છે. જેમાં અપહરણ, દુષ્કર્મ સહિત ગુનાઓમાં આજીવન કેદ સુધીની સજા થઇ શકે એમ છે. અહીં નોંધનિય છે કે, ચૂકાદાને પગલે રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને દિલ્હી સહિતના વિસ્તારમાં પોલીસને સ્ટેન્ડ ટૂ રાખવામાં આવી છે. કોર્ટે આસારામને દોષિત માન્યા છે પરંતુ સજા હવે સંભળાવવામાં આવશે. 

બહુચર્ચિત બળાત્કારના આરોપના મામલે આસારામ વિરૂદ્ધ ચાલી રહેલા કેસની આજે જોધપુર સેન્ટ્રલ જેલની અંદર બનેલી વિશેષ કોર્ટમાં આ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જોધપુર કોર્ટના જજ મધુસુદન શર્માએ આ મામલામાં આસારામને દોષિત જાહેર કરી દીધા છે. કોર્ટે આસારામને બળાત્કારી માન્યા છે. કોર્ટે આ મામલામાં આસારામ સિવાયના ચારેય આરોપીઓ શિવા, શિલ્પી, શરદ અને પ્રકાશને પણ દોષિત જાહેર કર્યા છે. આસારામ વિરૂધ્ધ વિવિધ 14 જેટલી કલમોમાં સજા થઇ શકે એમ છે. 

15 ઓગસ્ટ, 2013ના રોજ સગીરા પર દુષ્કર્મ આચર્યું

અપહરણ માટે એક પોક્સો એક્ટ અંતર્ગત સજા 

આઇપીસી કલમ 376 (ડી) હેઠળ 10 વર્ષ સુધીની સજા

પોક્સો એક્ટ 5(એફ), 6 હેઠળ 10 વર્ષથી આજીવન કેદ સુધીની સજા થઇ શકે

આઇપીસી કલમ 370(4) અંતર્ગત ટ્રાફિકિંગ ઓફ પર્સન હેઠળ પણ દોષિત

દુષ્કર્મ માટે અપહરણમાં એક વર્ષની સજા થઇ શકે 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news