કોર્ટે માન્યું કે આસારામ છે બળાત્કારી, જાણો આ કાંડમાં ક્યારે શું થયું હતું

કોર્ટે આ મામલામાં આસારામ સિવાયના ચારેય આરોપીઓ શિવા, શિલ્પી, શરદ અને પ્રકાશને દોષિત જાહેર કર્યા છે. 

કોર્ટે માન્યું કે આસારામ છે બળાત્કારી, જાણો આ કાંડમાં ક્યારે શું થયું હતું

જોધપુર : જોધપુરની કોર્ટ આજે બળાત્કારના આરોપના મામલે આસારામ વિરૂદ્ધ ચાલી રહેલા કેસની સુનાવણી શરૂ કરી દેવામાં આવી છે. જોધપુર સેન્ટ્રલ કોર્ટની અંદર બનેલી વિશેષ કોર્ટમાં આ સુનાવણી હાથ ધરવામાં આવી છે. જોધપુર કોર્ટના જજ મધુસુદન શર્માએ આ મામલામાં આસારામને દોષિત જાહેર કરી દીધા છે. કોર્ટે આ મામલામાં આસારામ સિવાયના ચારેય આરોપીઓ શિવા, શિલ્પી, શરદ અને પ્રકાશને દોષિત જાહેર કર્યા છે. 

બળાત્કારી આસારામને આજીવન કેદની સજા, અન્ય દોષીઓને 20ની કેદ  

ચુકાદા પહેલાં આસારામના સમર્થકો અને સાધકો હજારોની સંખ્યા એકઠા થવાથી હાલમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. આ 21 એપ્રિલથી 30 એપ્રિલ સુધી અમલમાં રહેશે. આ દરમિયાન કોઇપણ પ્રકારની વિવાદિત ઘટના ન બને એ માટે પોલીસ અત્યારથી સતર્ક થઇ ગઇ છે. હવે કલમ 144 લાગૂ થવાથી પાંચથી વધુ લોકોની ભીડ એકઠી થઇ શકશે નહી. શહેરમાં બધી હોટલો, ધર્મશાળા, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ સહિત ભીડભાડવાળા વિસ્તારમાં સાદા ડ્રેસમાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.  પોલીસને શંકા છે કે રામ-રહીમના ચુકાદા પછી જે રીતે તેના સમર્થકોએ દિલ્હી સહિત અનેક જગ્યાએ ધમાલ મચાવી હતી એવી જ સ્થિતિ આવતીકાલે ઉભી થઈ શકે છે. આશંકા છે કે  જો આસારામ દોષી સાબિત થઈ જશે તો એના સમર્થક ધમાલ મચાવી શકે છે. 

— ANI (@ANI) April 25, 2018

 આસારામ પર જાતીય સતામણીનો આરોપ
આસારામના ગુરૂકુળમાં અભ્યાસ કરતી એક કિશોર વિદ્યાર્થીનીએ આરોપ લગાવ્યો છે કે 15 ઓગસ્ટ, 2013ના રોજ આસારામે જોધપુર નજીક મણાઇ ગાવમાં સ્થિત એક ફાર્મ હાઉસમાં તેની જાતીય સતામણી કરી. 20 ઓગસ્ટ, 2013ના રોજ દિલ્હીના કમલા નગર પોલીસ મથકમાં આસારામ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો. જોધપુર કેસના કારણે દિલ્હી પોલીસે ઝીરો નંબરની પ્રાથમિકી દાખલ કરી તેને જોધપુર મોકલી.

2013થી જોધપુર જેલમાં બંધ છે આસારામ
જોધપુર પોલીસે આસારામ વિરૂદ્દ કિશોરીનું જાતિય શોષણ કરવાનો કેસ દાખલ કર્યો. જોધપુર પોલીસ 31 ઓગસ્ટ, 2013ના રોજ ઇન્દોરથી આસારામની ધરપકડ કરવામાં આવી. આસારામ ત્યારથી સતત જોધપુર જેલમાં જ બંધ છે. આ દરમિયાન તેમની દ્વાર હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટ સહિત જિલ્લા ન્યાયાલયમાં 11 વખત જામીન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો. તેમની તરફથી રામ જેઠમલાણી, સુબ્રમણ્યમ સ્વામી, સુલમાન ખુરશીદ સહિત દેશના ઘણા જાણીતા વકીલ પૈરવી કરી ચૂક્યા છે, પરંતુ કોર્ટમાંથી આસારામને જામીન મળ્યા નથી. 

પીડિતાની જુબાની
શાહજહાંપુરની બળાત્કાર પીડિતાએ આઇપીસીની ધારા 164 અંતર્ગત પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. તે આસારામના ગુરુકુળમાં અભ્યાસ કરતી હતી. પેટમાં દુ:ખાવો થતાં એક સાધકે તેને ભૂતનો વળગાડ હોવાનું કહી ૧૪ ઓગસ્ટ 2013ના રોજ આસારામ પાસે લઇ જવાઇ હતી. આસારામે તેને જણાવ્યું હતું કે, હું તારું ભૂત ઉતારી દઇશ. તું કયા ધોરણમાં અભ્યાસ કરે છે? સગીરાએ જણાવ્યું હતું કે, બાપુ હું સીએ કરું છું. બાપુએ તેને કહ્યું હતું કે, સીએ બનીને શું કરીશ? બીએડ કરીને શિક્ષિકા બની જા. તને મારા ગુરુકુળમાં જ શિક્ષિકા બનાવી દઇશ. ત્યારબાદ પ્રિન્સિપાલ પણ બનાવી દઇશ. રાતે મારી પાસે આવજે હું તારું ભૂત ઉતારી દઇશ. 15 અને 16 ઓગસ્ટની રાતે પીડિતાને આસારામની કુટિયામાં લઇ જવામાં આવે છે. ત્યાં તેને રસોઇયા દ્વારા દૂધનો એક ગ્લાસ અપાયો હતો. ત્યારબાદ આસારામે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

આસારામ દુષ્કર્મ મામલાનો ઘટનાક્રમ

  • જોધપુર માં પાલી સ્થિત છે આસારામ આશ્રમ
  • 15 ઓગસ્ટ, 2013 ના રોજ સગીરા પર આચરવામાં આવ્યું દુષ્કર્મ
  • જોધપુરથી 20 કિલોમીટર દૂર મણાઈ ગામના ફાર્મ હાઉસમાં સગીરા પર થયું દુષ્કર્મ
  • આસારામના સાધકનું છે ફાર્મ હાઉસ
  • સગીરાએ દિલ્હી કમલાબાગ પોલીસ  સ્ટેશનમાં નોધાવી ફરિયાદ
  • 31 ઓગસ્ટ, 2013ની રાતે ઇન્દોરના આશ્રમમાંથી આસારામની કરાઈ ધરપકડ
  • આસારામ ઉપર IPC કલમ 370 (4), 376 (2), 342 અને 376 લગાવવામાં આવી
  • 121 ડોક્યુમેન્ટ કોર્ટ માં રજૂ કરવામાં આવ્યા
  • 58 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા
  • પોલીસ પાસે આસારામની  સંદિગ્ધ વિડિયો ક્લિપ પણ છે
  • આસારામ તેના સહયોગી શિલ્પી અને શરદ સાથે સંપર્કમાં રહેતા હતા, તે સીમ કાર્ડ બીજાના નામે હતા
  • સગીરાને શિલ્પી, શરદ અને પ્રકાશ ફાર્મ હાઉસ સુધી લાવ્યા
  • 10 ઓગસ્ટના દિવસે આસારામ અને શિલ્પી વચ્ચે 11:30 થી 2:47 સુધી 6 વખત ટેલીફોનિક વાતચીત થઈ
  • 12 ઓગસ્ટ આસારામ અને શરદ વચ્ચે રાત્રે 10:03 થી 10:20 સુધી 2 વખત ટેલીફોનીક સંપર્ક થયો
  • 13 ઓગસ્ટના રોજ સાધક શિવાએ સવારે 9:12 થી 10:45 ની વચ્ચે સગીરાના પરિવાર સાથે 4 વખત ટેલીફોનિક વાતચીત કરી
  • 14 ઓગસ્ટ ના રોજ સગીરાના પરિવારનો શિવાએ 4 વખત સંપર્ક કરી મણાઇ ગામનો રસ્તો બતાવ્યો
  • 15 ઓગસ્ટ ના રોજ રાત્રિના સગીરા પર આસારામ  દ્વારા આચરવામાં આવ્યું દુષ્કર્મ
  • છેલ્લા 5 વર્ષ થી જોધપુર જેલમાં બંધ છે આસારામ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news