પુણે: બોરવેલમાં પડેલા 6 વર્ષના માસૂમને સુરક્ષિત બહાર કઢાયો, 16 કલાક ચાલ્યું રેસ્ક્યુ ઓપરેશન

મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં આંબેગાવ તાલુકાના થોરાંદલે ગામમાં બોરવેલમાં ફસાયેલા 6 વર્ષના માસૂમ બાળક રવિ મિલેને એનડીઆરએફની ટીમે 16 કલાકની જદ્દોજહેમત બાદ બચાવી લીધો છે. બાળકને હાલ પુણેની હોસ્પિટલમાં દાખલ કરાયો છે. 

પુણે: બોરવેલમાં પડેલા 6 વર્ષના માસૂમને સુરક્ષિત બહાર કઢાયો, 16 કલાક ચાલ્યું રેસ્ક્યુ ઓપરેશન

હેમંત ચાપુડે, પુણે: મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં આંબેગાવ તાલુકાના થોરાંદલે ગામમાં બોરવેલમાં ફસાયેલા 6 વર્ષના માસૂમ બાળક રવિ મિલેને એનડીઆરએફની ટીમે 16 કલાકની જદ્દોજહેમત બાદ બચાવી લીધો છે. બાળકને હાલ પુણેની હોસ્પિટલમાં દાખલ કરાયો છે. સવારે 3 વાગ્યાની આસપાસ રવિ મિલેની પાસે પહોંચવામાં એનડીઆરએફની 25 લોકોની ટીમને સફળતા મળી હતી. ઓપરેશન માટે બચાવ ટીમે આસપાસની જમીન ખોદવી પડી હતી. ડોક્ટરોની એક ટીમ એનડીઆરએફની ટીમ સાથે સતત રવિના સ્વાસ્થ્યની સમીક્ષા કરી રહી હતી. 

જે બોરવેલમાં રવિ ફસાયેલો હતો તે ખુબ સાંકડો હતો. જેના કારણે રવિની પાસે પહોંચવામાં મુશ્કેલીઓ પડી રહી હતી. આસપાસનો વિસ્તાર ખોદીને રવિ સુધી પહોંચવામાં સફળતા મળી. 

અત્રે જણાવવાનું કે બુધવારે બપોરે રમતા રમતા 6 વર્ષનો રવિ 200 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયો હતો. બોરવેલમાં રવિ 10 ફૂટે જઈને અટકી ગયો હતો. ઘટનાની જાણકારી મળતા જ એનડીઆરએફ, ફાયર અને સ્થાનિક પોલીસની ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. 

બુધવારે જ પુણેના જિલ્લાધિકારી નવલ કિશોર રામે ભરોસો વ્યક્ત કર્યો હતો કે બાળકને બચાવવા માટે પૂરેપૂરી કોશિશ કરીશું. બાળક ફક્ત 10 ફૂટે જઈને અટકી ગયું છે. જો નીચે ઉતરી ગયો હોત તો કદાચ બચાવકાર્યમાં મુશ્કેલી પડી શકત. પરંતુ આમ છતાં બાળક સુધી પહોંચવાનો રસ્તો સરળ નહતો. બોરવેલની આસપાસની જમીન ખોદવામાં આવી. બાળકને પાઈપથી ઓક્સિજન સપ્લાય થઈ રહ્યો હતો.  બુધવારે રાતે 8 વાગે એનડીઆરએફની ટીમે બચાવકાર્ય શરૂ કર્યુ હતું. સવારે 3 વાગે બચાવ ટીમ બાળક સુધી પહોંચી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news