ભારત માટે સોનેરી દિવસો, આર્થિક વૃધ્ધિ વધશે રોકેટ ગતિએ, ચીન પણ જોતું રહી જશે

ભારત માટે આગામી દાયકો સુવર્ણમય રહેનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહ્યા મુજબના અચ્છે દિન આવતા અહીં દેખાઇ રહ્યા છે. આગામી 2019-28 સુધીના સમયગાળા દરમિયાન ભારતનો આર્થિક વૃધ્ધિ દુનિયામાં સૌથી વધુ હશે અને આ સમયગાળા દરમિયાન ભારત કટ્ટર હરીફ એવા ચીનને પણ પાછળ પાડી દેશે એવું આર્થિક તજજ્ઞોનું માનવું છે.

ભારત માટે સોનેરી દિવસો, આર્થિક વૃધ્ધિ વધશે રોકેટ ગતિએ, ચીન પણ જોતું રહી જશે

નવી દિલ્હી: ભારત આગામી દસકામાં 2019-28 સુધી વિશ્વમાં સૌથી વધુ ગતિએ આર્થિક વૃધ્ધિ દર હાંસક કરનાર દેશ બનશે અને ચીનથી ઘણો આગળ રહેશે. વૈશ્વિક આર્થિક સંશોધન રિપોર્ટમાં આ કહેવામાં છે. વૈશ્વિક સ્તર પર અનુમાન અને આંકડાનું વિશ્લેષણનું કામ કરતી સંસ્થા ઓક્સફોર્ડ ઇકોનોમિક્સ દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટ અનુસાર ભારત 2019-28 દરમિયાન 6.5 ટકા પ્રતિ વર્ષનો આર્થિક વૃધ્ધિ દર પ્રાપ્ત કરી શકે છે. વિકસીત દેશોમાં આ સૌથી વધુ દર છે. 

એમેજિંગ માર્કેટ્સ સસ્ટેન્ડ ગ્રોથ ઇએમ કોલ્સ ફોર થ્રિફ્ટ એન્ડ ઇનોવેશન અંગે પ્રસિધ્ધ થયેલા રિપોર્ટ અનુસાર આર્થિક વૃધ્ધિના મામલે ભારત બાદ ફિલીપીન 5.3 ટકા તથા ઇન્ડોનેશિયા 5.1 ટકા સાથે ત્રીજા નંબરે છે. ચીન આ મામલે ચોથા સ્થાને રહેવાનું અનુમાન છે. જેનો આર્થિક વૃધ્ધિ દર અંદાજે 5 ટકા રહેવાનું અનુમાન છે. આ રિપોર્ટને અર્થશાસ્ત્રી લુઇસ કુજ્સ દ્વારા તૈયાર કરાયો છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અચ્છે દિનનો વિચાર અહીં ફળીભૂત થતો દેખાઇ રહ્યો છે. રિપોર્ટ અનુસાર સતત તીવ્ર વૃધ્ધિ દર પ્રાપ્ત કરનાર વિકસિત બજારને બે પાસાઓ અલગ કરે છે. એક પહેલો તીવ્ર રોકાણ સંચય મુખ્ય રૂપથી સ્થાનિક નાણાકિય સ્થિતિ અને ઉત્પાદનમાં મજબૂત સ્થિતિ. જેમાં કહેવાયું છે કે આવનારા દસકામાં સતત તીવ્ર આર્થિક વૃધ્ધિ પ્રાપ્ત કરવા માટે વિકસિત બજારમાં ઇએમને પર્યાપ્ત ભંડોળની જરૂર રહેશે. 

રિપોર્ટ અનુસાર મધ્યમ આવક વાળી શ્રેણીમાંથી બહાર આવવા માટે ઉચ્ચ મધ્યમ આવકવાળા દેશોને વિશેષ રૂપથી પ્રોદ્યોગિકીની બાબતે આગળ વધવાની જરૂરત છે. સાથોસાથ એ કંપનીઓ અને નવા વિકાસ સાહસ અને અનુસંધાન અને વિકાસમાં ભાગીદારી વધારવાની જરૂર છે. 

આ રિપોર્ટમાં કહેવાયું છે કે, વિકસિત અર્થવ્યવસ્થામાં સતત તીવ્ર આર્થિક વૃધ્ધિ દર માટે બચતની પણ જરૂર છે. સાથોસાથ આમાં વિશેષ રૂપથી મધ્યમ આવકવાળા દેશો માટે નવા પ્રકલ્પો અને અનુસંધાન અને વિકાસ દ્વારા સાધન ઉત્પાદન વૃધ્ધિ પર ભાર આપવો પણ જરૂરી છે. 

આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષના વિશ્વ આર્થિક પરિદ્રશ્ય અનુસાર ભારતનો વૃધ્ધિ દર વર્ષ 2019માં 7.5 ટકા તથા 2020માં અંદાજે 7.7 ટકા રહેવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. જ્યારે ચીનનો આર્થિક વિકાસ દર બંને વર્ષ દરમિયાન અંદાજે 6.2 ટકા રહેવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news