RSS પ્રમુખના નિવેદન પર સોશિયલ વૉર, ઓવૈસી બોલ્યા- ભાગવત જણાવશે નહીં કે અમે કેટલા ખુશ છીએ

મોહન ભાગવત (Mohan Bhagwat)એ આપેલા નિવેદનથી સોશિયલ મીડિયા પર નવો વિવાદ શરૂ થઈ ગયો છે. હકીકતમાં તેમણે કહ્યું હતું કે, વિશ્વભરમાં સૌથી વધુ ભારતના મુસલમાન સંતુષ્ટ છે. આ વચ્ચે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પણ ભાગવત પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું- 'અમારી ખુશીના માપદંડ શું છે?
 

 RSS પ્રમુખના નિવેદન પર સોશિયલ વૉર, ઓવૈસી બોલ્યા- ભાગવત જણાવશે નહીં કે અમે કેટલા ખુશ છીએ

નવી દિલ્હીઃ મુસ્લિમો (Indian Muslim) પર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત (Mohan Bhagwat)એ આપેલા નિવેદનથી સોશિયલ મીડિયા પર નવો વિવાદ શરૂ થઈ ગયો છે. હકીકતમાં તેમણે કહ્યું હતું કે, વિશ્વભરમાં સૌથી વધુ ભારતના મુસલમાન સંતુષ્ટ છે. આ વચ્ચે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પણ ભાગવત પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું- 'અમારી ખુશીના માપદંડ શું છે? શું હવે ભાગવત નામનો વ્યક્તિ જણાવ છે કે અમારે બહુસંખ્યકોના કેટલા આભારી હોવું જોઈએ. અમારી ખુશી તેમાં છે કે બંધારણ પ્રમાણે અમારૂ આત્મસન્માન જળવાઈ રહે. અમને ન જણાવો કે અમે કેટલા ખુશ છીએ જ્યારે તમારી વિચારધારા ઈચ્છે છે...'

ત્યારબાદ ટ્વિટર અને ફેસબુક પર લોકોના વિચારોનું પૂર આવી ગયું. એક તરફ તે લોકો છે જે ભાગવતના નિવેદન પર સહમતિ વ્યક્ત કરતા અહીંના બંધારણને શ્રેષ્ઠ ગણાવી રહ્યાં છે તો બીજીતરફ તેમની આલોચના અને મુસલમાનો પર અત્યાચારની વાત કહી રહ્યાં છે. 

— Asaduddin Owaisi (@asadowaisi) October 10, 2020

RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ હતુ કે ભારતીય મુસલમાન દુનિયામાં સૌથી વધુ સંતુષ્ટ છે. તેમણે કહ્યું હતું કે જ્યારે ભારતીયતાની વાત આવે છે તો બધા ધર્મોના લોકો સાથે ઉભા થાય છે અને માત્ર તે લોકો વિરોધ પેદા કરે છે જે સ્વાર્થી છે અને ખુદના હિત માટે જીવે છે. તેમણે તે પણ કહ્યું હતું કે, અકબર વિરુદ્ધ મહારાણા પ્રતાપના યુદ્ધ દરમિયાન પણ તેમની સેનામાં મોટી સંખ્યામાં મુસ્લિમ સૈનિક હતા. 

But there are Hindu refugees living in India from Pakistan and Bangladesh.

— Anupal Das (@TheIndiaanMonk) October 7, 2020

— Naina Rathore #DLM (@NainaRaathore) October 10, 2020

એક ટ્વિટર યૂઝર 'નૈના રાઠોડે કહ્યું', 'શું ભાગવત વિચારે છે કે અમે મૂર્ખ છીએ? શું તેમને ખ્યાલ નથી કે છેલ્લા સાત વર્ષમાં શું થયું છે.' તો અનુપાલ દાસ નામના બીજા ટ્વિટર યૂઝરે કહ્યુ, જો ખરેખર મુસલમાનો પર અહીં અત્યાચાર થયો તો અહીંથી ભાગીને મુસ્લિમ કેમ જતા નથી પરંતુ તે પાકિસ્તાન અને બાંગ્લાદેશથી ભારતમાં શરણ લે છે.

એક પત્રકાર સ્વાતિ ચતુર્વેદી અને મૌલાના આઝાદ નેશનલ ઉર્દૂ યુનિવર્સિટીના પૂર્વ ચાન્સલર જફર સુરેશવાલા વચ્ચે આ વાતને લઈને ચર્ચા થઈ. જફરે કહ્યુ કે, જો ભારતીય મુસલમાનોની મદદ કરવી છે તો તેમને સૌથી પહેલા શિક્ષણ અપાવો જે હું કરી રહ્યો છું. તેના પર સ્વાતિએ કહ્યું કે, બંધારણમાં મુસ્લિમોને હિન્દુઓની જેમ અધિકાર મળવા જોઈએ. 

— zafar sareshwala (@zafarsareshwala) October 10, 2020

પાકિસ્તાનમાં બીજા ધર્મોને અધિકાર નહીં
ભાગવતે કહ્યુ, ક્યાંય નહીં. માત્ર ભારતમાં આમ છે. તેમણે કહ્યું કે, ભારતના વિપરીત પાકિસ્તાને ક્યારેય બીજા ધર્મોના અનુયાયિયોને અધિકાર આપ્યો નથી અને તેને મુસલમાનોના અલગ દેશની જેમ બનાવી દીધો. ભાગતવે કહ્યું, આપણા બંધારણમાં તે નથી કહેવામાં આવ્યું કે, અહીં માત્ર હિન્દુ રહી શકે છે કે તે કહેવામાં આવ્યું હોય કે અહીં માત્ર હિન્દુઓની વાત સાંભળવામાં આવશે, અથવા તમારે અહીં રહેવું હોય તો હિન્દુઓની પ્રધાનતા સ્વીકારવી પડશે. આપણે તેના માટે જગ્યા બનાવી. આ આપણા રાષ્ટ્રનો સ્વભાવ છે અને અહીં અંતર્નિહિત સ્વભાવ જ હિન્દુ કહેવાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news