સાસુ-વહુના ઝઘડા પર કોર્ટની તીખી ટિપ્પણી!, કહ્યું- દર વખતે વહુ ખોટી હોય તે જરૂરી નથી

ઘરની અંદર સાસુ અને વહુ વચ્ચે થનારો ઝઘડો સાર્વજનિક શાંતિ ભંગ ના મની શકાય. કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું કે ઘરની અંદર સાસુ અને વહુ વચ્ચેનો વિવાદ સામાન્ય વાત છે. આનાથી પાડોશીઓ અને બહારના લોકોની શાંતિ ભંગનો કોઈ આધાર નથી.

સાસુ-વહુના ઝઘડા પર કોર્ટની તીખી ટિપ્પણી!, કહ્યું- દર વખતે વહુ ખોટી હોય તે જરૂરી નથી

ઘરની અંદર સાસુ અને વહુ વચ્ચે થનારો ઝઘડો સાર્વજનિક શાંતિ ભંગ ના મની શકાય. કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું કે ઘરની અંદર સાસુ અને વહુ વચ્ચેનો વિવાદ સામાન્ય વાત છે. આનાથી પાડોશીઓ અને બહારના લોકોની શાંતિ ભંગનો કોઈ આધાર નથી. દિલ્લીની તીસ હજારી કોર્ટ સ્થિત અતિરિક્ત સત્ર ન્યાયાધીશ મનીષ ખુરાનાની કોર્ટે આ મામલે વિશેષ કર્યકારી મેજિસ્ટ્રેટ દ્વારા વહુ વિરૂદ્ધ જારી કરેલી CRPC 107/111ને રદ કરવાનો આદેશ આપ્યો છે. 

કોર્ટે કહ્યું કે એ જરૂરી નથી કે દર વખતે વહુ જ ખોટી હોય. આવા મામલામાં પોલીસે પણ વિવેકથી કામ લેવુ જોઈએ. ઘરના ઝઘડામાં શાંતિ ભંગ કરવાને આધાર ના માનવુ જોઈએ. કોર્ટે એમ પણ કહ્યું કે SEMએ આ મામલે વહુનો પક્ષ નથી સાંભળ્યો. અને સંપૂર્ણ મામલામાં ગંભીરતાથી વિચાર પણ નથી કર્યો. સીધી વહુને કોર્ટમાં ઉભી કરી દિધી છે. અને શાંતિ ભંગ કરવાની દોષિત માનીને બોન્ડ ભરવાનો આદેશ આપ્યો. 

ઘરેલુ વિવાદને બીજુ રૂપ આપવાનો પ્રયાસ
યાચિકાકર્તાએ કોર્ટ સમક્ષ જણાવ્યું કે વહુનો તેમની સાસુ સાથે 20 ડિસેમ્બર 2018ના રોજ ઝઘડો થયો હતો. સાસુએ પોલીસને ફોન કર્યો. પોલીસે વહુ વિરૂદ્ધ શાંતિ ભંગ કરવાનો ગુનો દાખલ કર્યો. મહિલાને વિશેષ કાર્યકારી મજિસ્ટ્રેટ સમક્ષ હાજર થવા આદેશ આપ્યો. SEMએ આ મામલે વહુને દોષિત જાહેર કરી 6 મહિનાની અવધિ સુધી બોન્ડ ભરવાના આદેશ આપ્યા. વહુએ SEMના આદેશને ઉપરી કોર્ટમાં પડકાર્યો. જે પછી ઉપરી કોર્ટે કેસને નકારી કાઢ્યો.

જુઓ લાઈવ ટીવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news