OMG...ગજબ કહેવાય, એક એવું ગામ જ્યાં 12 વર્ષની ઉંમરે છોકરી બની જાય છે છોકરો!
અહો આશ્વર્યમ.... તમે પણ જાણશો તો નવાઈ પામશો... દુનિયામાં એક એવી જગ્યા છે જ્યાં છોકરી બની જાય છે છોકરો...નવાઈ લાગીને ! આ વાત હકીકત છે. 12 વર્ષની થતા જ છોકરી છોકરો બની જાય છે. કઈ જગ્યા છે આ... કેમ આવું થાય છે ત્યાં આવા તો કેટલાય સવાલ તમને થતા હશે. ...
Trending Photos
અહો આશ્વર્યમ.... તમે પણ જાણશો તો નવાઈ પામશો... દુનિયામાં એક એવી જગ્યા છે જ્યાં છોકરી બની જાય છે છોકરો...નવાઈ લાગીને ! આ વાત હકીકત છે. 12 વર્ષની થતા જ છોકરી છોકરો બની જાય છે. કઈ જગ્યા છે આ... કેમ આવું થાય છે ત્યાં આવા તો કેટલાય સવાલ તમને થતા હશે. ...
આ ગામ છે ડોમિનિક રિપબ્લિકનું લા સેલિનાસ ગામ. દરિયા કિનારે આવેલું આ ગામ લોકો માટે ચર્ચાનો વિષય બન્યું છે. દરિયા કિનારે આવેલા આ ગામની વસ્તી છ હજારની આસપાસ છે, પરંતુ તેમ છતાં આ નાનકડું ગામ આખી દુનિયાના સંશોધકો માટે સંશોધનનો વિષય બની ગયું છે. આ ગામની સમસ્યા એ છે કે અહીં જન્મેલી છોકરી જ્યારે 12 વર્ષની થાય છે ત્યારે તે છોકરો બની જાય છે. આવું થવા પાછળના કારણથી ગામના લોકો પણ અજાણ છે.
છોકરી તરીકે જન્મેલા કેટલાક બાળકોના શરીરમાં 12 વર્ષ પછી ધીમે ધીમે પુરુષોના અંગો બનવાની શરૂઆત થઈ જાય છે. તેનો અવાજ ભારે થઈ જાય છે..તેના શરીરમાં બદલાવ આવવા લાગે છે. મૂછો અને દાઢીમાં વાળ આવવાની શરૂઆત થાય છે. ઘણા સંશોધકોએ આ રોગની સારવાર શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ સફળ થઈ શક્યા નહીં. ગામના લોકો આ સમસ્યાથી ચિંતામાં છે. ડર એ વાતનો છે કે છોકરીઓની સંખ્યા ધટી રહી છે. ગામમાં છોકરીઓનો જન્મ થતાં જ માતમ છવાય જાય છે. હવે તમને થતું હશે કે આખરે આ ગામ ક્યું છે. તો આ ગામ છે ડોમિનિકલ રિપબ્લિકનું લા સેલિનાસ ગામ.
ગામમાં આવા બાળકોને 'ગુએડોચે'ના નામથી બોલાવવામાં આવે છે. આ શબ્દ સ્થાનિક ભાષામાં નપુંસકો માટે વપરાય છે. તબીબોના મતે આ રોગ એક જિનેટિક ડિસઓર્ડર છે. તો કેટલાક વૈજ્ઞાનિકો આ ગામની ગુથ્થી ઉકેલી શક્યા નથી. કેટલાક લોકો આને શ્રાપિત કહી રહ્યા છે તો કેટલાક લોકો આને જિનેટીક ખામી કહી રહ્યા છે પણ હાલ તો આ ગામ લોકો માટે રહસ્ય બનીને રહી ગયું છે.
જુઓ લાઈવ ટીવી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે