કોરોનાથી સ્વસ્થય થયેલા દર્દીઓનાં ટેસ્ટ પણ આવી રહ્યા છે પોઝિટિવ, વૈજ્ઞાનિકોએ કહ્યું ગભરાશો નહી!
Trending Photos
નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronairus) ના વધી રહેલા ચેપની વચ્ચે સાજા થયેલા દર્દીઓનાં રિપોર્ટ ફરીથી પોઝિટિવ આવતા લોકોમાં ચિંતા વધી ગઇ છે. શરૂઆતમાં અનેક દેશોમાં આ પ્રકારનાં કેસ સામે આવ્યા છે. જ્યાં સારવાર બાદ સ્વસ્થય થયેલા દર્દીઓને કોરોના રિપોર્ટ પાછળથી ફરી પોઝિટિવ આવ્યા હોય. જે મુદ્દે અનેક સંશોધન પણ થયા. સંશોધકોએ દાવો કર્યો ક, રિકવર થયાના અઠવાડીયા બાદ આવેલી દર્દીઓનાં રિપોર્ટ પોઝિટિવ આવવાથી કોઇ ખતરો નથી.
સાઉથ કોરિયાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં સામે આવ્યું કે, સારવાર બાદ સ્વસ્થય થયેલા કોરોનાં દર્દીઓનાં રિપોર્ટ પોઝિટિવ આવે છે. તેનું કારણ તેમનાં શરીરમાં રહેલા વાયરસનાં મૃત કણ હોઇ શકે છે. પરંતુ તેના કારણે સંક્રમણનો ખતરો નહીવત્ત હોય છે.
સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં 285 દર્દીઓનાં સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલનાં પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા. ફરી તેને લેબમાં કલ્ચર કરવામાં આવ્યા, કલ્ચર કર્યા બાદ તેમાં કોઇ પ્રકારનો વિકાસ જોવા મળ્યો નહોતો. જેના પરથી સાબિત થયું કે, સંક્રમણ ફેલાઇ શકે નહી.
સાઉથ કોરિયામાં સ્વસ્થય થયેલા દર્દીઓનાં ટેસ્ટ મુદ્દે નવી ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે. જેમાં કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોને શાળા અથવા ઓફીસ જોઇન કરતા પહેલા નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ દેખાડવો ફરજીયાત નહી હોય. હાલમાં જ ભારતે પણ સ્વાસ્થય અને પરિવાર કલ્યામંત્રીએ આ દિશામાં કોરોના દર્દીઓનાં હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થવાની ગાઇડ લાઇનમાં કેટલાક ફેરફાર કર્યા છે.
સ્વસ્થય થવા છતા રિપોર્ટ પોઝિટિવ કેમ
આઇસીએમઆરનાં ક્મ્યુનિકેબલ ડીસીઝનાં હેડ ડૉ. આર.આર ગંગાખેડકરનાં અનુસાર પહેલા કો ઇડિસ્ચાર્જ કરવા માટે 2 RTPCR ટેસ્ટ 24 કલાકની અંદર જો નેગેટિવ આવે છે તો તેને ડિસ્ચાર્જ રકવામાં આવતા હતા. જો કે અનેક વખત દર્દીઓ સ્વસ્થય થયા બાદ પણ RTPCR ટેસ્ટ નેગેટિવ આવતો હતો. જેનું એક કારણ એવું પણ હોઇ શકે કે ગળાની જે પેશીઓમાં વિષાણું રહે છે તે પેશીઓનું જીવન 3 મહિનાનું હોય છે. વાયરસ મર્યા પછી પણ આ પેશીઓમાં પડ્યો રહે છે. મરેલા વાયરસનાં શરીરમાં રહેવાને કારણે ટેસ્ટ પોઝિટિવ આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે