નાગરિકતા સંશોધન બિલ પાસ થતા PM મોદીએ કહ્યું- દેશ માટે ઐતિહાસિક દિવસ 

 નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019)  લોકસભામાં  સોમવારે પાસ થઈ ગયું છે. આજે રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ બિલ પાસ થતા ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે આજનો દિવસ દેશ માટે ઐતિહાસિક દિવસ છે. 

નાગરિકતા સંશોધન બિલ પાસ થતા PM મોદીએ કહ્યું- દેશ માટે ઐતિહાસિક દિવસ 

નવી દિલ્હી:  નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019)  રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું છે. રાજ્યસભા (Rajya Sabha) માં આ બિલના પક્ષમાં 125 મત અને વિપક્ષમાં 105 મત પડ્યાં. આ અગાઉ ચર્ચા દરમિયાન કેટલાક સાંસદોએ આ બિલને સિલેક્ટ સમિતિને મોકલવાની માગણી કરી હતી. આ માટે મતદાન પણ કરાવવામાં આવ્યું હતું. સિલેક્ટ સમિતિમાં મોકલવાના પક્ષમાં 99 અને ન મોકલવા વિરુદ્ધ 124 મત પડ્યા હતાં. આ પ્રસ્તાવ ટીએમસી સાંસદ ડેરેક ઓબ્રાયન લઈને આવ્યાં હતાં. જે પડી ગયો હતો. શિવસેના વોટિંગ પ્રક્રિયામાં સામેલ થઈ નહતી. રાજ્યસભામાં બિલમાં સંશોધન માટે 14 પ્રસ્તાવ આપવામાં આવ્યાં હતાં. લોકસભામાં આ બિલ સોમવારે પાસ થઈ ગયું છે. આજે રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ બિલ પાસ થતા ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે આજનો દિવસ દેશ માટે ઐતિહાસિક દિવસ છે. 

પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, "આજનો દેશ ભાઈચારા માટે ઐતિહાસિક દિવસ છે. નાગરિકતા સંશોધન બિલ 2019 રાજ્યસભામાં પાસ થઈ જતા ખુબ આનંદ થયો. જે સાંસદોએ તેના પક્ષમાં મતદાન કર્યું તેમનો આભાર. આ બિલ વર્ષોથી ઉત્પીડનનો દંશ ઝેલી રહેલા લોકોને રાહત આપશે." 

Glad that the #CAB2019 has been passed in the #RajyaSabha. Gratitude to all the MPs who voted in favour of the Bill.

This Bill will alleviate the suffering of many who faced persecution for years.

— Narendra Modi (@narendramodi) December 11, 2019

આ બાજુ ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) પણ બિલ પાસ થઈ જતા આનંદ વ્યક્ત કર્યો. તેમણે  કહ્યું કે, "નાગરિકતા સંશોધન બિલ 2019 સંસદમાં પાસ થઈ ગયું. કરોડો વંચિતો અને પીડિત લોકોનું નાગરિકતાનું સપનું આજે પૂરું થયું. આ પ્રભાવિત લોકોને સન્માન અને સુરક્ષા નિશ્ચિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો હું આભારી છું. હું તે તમામ સાથીઓનો આભાર માનું છું કે જેમણે આ બિલનું સમર્થન કર્યું." 

આ  બાજુ ભાજપ (BJP) ના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ બિલ પાસ થવા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે આજે રાજ્યસભામાં ઐતિહાસિક નાગરિકતા સંશોધન બિલ 2019 પાસ થવા બદલ આદરણીય વડાપ્રધાન મોદી અને આદરણીય ગૃહ મંત્રી અમિત શાહને હ્રદયથી અભિનંદન કરું છું. તથા આ બિલનું સમર્થન કરનારા તમામ સભ્યોનો આભાર માનું છું. આ સંશોધિત બિલ (પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન)માં ધાર્મિક સતામણીનો સામનો કરી રહેલા લઘુમતીઓને ભારતમાં ગરિમાપૂર્વક જીવન જીવવાની તક આપશે. લાંબા સમયથી અન્યાયનો દંશ ઝેલી રેહલા આ લઘુમતી વિસ્થાપિતોને આજે મોદી સરકારના પ્રયત્નોથી ન્યાય મળ્યો છે.

સોનિયા ગાંધીએ ગણાવ્યો કાળો દિવસ
આ ઐતિહાસિક બિલ પાસ થવા ઉપર પોતાની પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) એ કહ્યું કે આજનો દિવસ ભારતના બંધારણના ઈતિહાસનો કાળો દિવસ છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news