close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

amit shah

ગુજરાતી વેપારી હવે AIR INDIA વેચશે, ગડકરી આઉટ શાહને સોંપાઇ કમાન

એર ઇન્ડિયા મુદ્દે રચાયેલ મંત્રીઓના સમુહનું પુન: ગઠન કરવામાં આવ્યું છે. આ ગ્રુપનું નેતૃત્વ કેન્દ્રીયગૃહમંત્રી અમિત શાહ કરશે. આ પેનલમાંથી કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીની વિદાય થઇ ગઇ છે. આ પેનલ એર ઇન્ડિયાનાં વેચાણની પદ્ધતી અંગે કામ કરશે. આ પેનલમાં અત્યારે ચાર મંત્રી ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ, રેલવે મંત્રી પીયુષ ગોયલ અને નાગરિક ઉડ્યન મંત્રી હરદીપ સિંહ પુરીનો સમાવેશ થાય છે. 

Jul 18, 2019, 11:48 PM IST

કેસરિયો ધારણ કરતા જ બદલાયો અલ્પેશનો રંગ, કહ્યું ‘ભાજપ વિદ્વાન લોકોની ગુરુકુળ’

કોંગ્રેસને છોડીને અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુવાધાણીના હસ્તે ભાજપનો કેસરિયો ખેસ પહેર્યો હતો. અલ્પેશ ઠાકોરે ભાજપનો ખેસ પહેર્યા બાદ કહ્યુ્ કે, કોંગ્રેસમાં મારી અને મારા સમાજની અવગણના થઇ છે. હવે વિદ્વાન લોકોની ગુરુકુળમાં જોડાયો છું, ભારતીય જનતા પ્રાર્ટી શિસ્ત સાથે ચાલનારી પાર્ટી છે. તેથી ભાજપની આ નીતિથી હું પ્રભાવીત થયો છું. 

Jul 18, 2019, 05:38 PM IST
For News Updates Watch Samachar Gujarat 17072019 PT25M53S

રાજ્યના તમામ સમાચારો વિસ્તારથી, જુઓ "સમાચાર ગુજરાત"

આજે જુનાગઢના પૂર્વ શહેર પ્રમુખ વિનુ અમીપરા પોતાના સમર્થકો સાથે ભાજપામાં જોડાયા. તો આવતીકાલે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપનો હાથ પકડશે. ત્યારે કેટલાક નેતાઓમાં કોંગ્રેસમાંથી ભાજપ તરફ થઈ રહેલા પ્રયાણ અંગે ભાજપ સરકાર પર કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મોટો ટોણો માર્યો હતો. તેમણે કહ્યું કે, ભાજપમાં મંત્રી મંડળનું આઉટસોર્સિંગ થાય છે. ભાજપના ધારાસભ્યો રાહ જોતા રહી ગયા અને કોંગ્રેસના ધારાસભ્યો મંત્રી બની ગયા.

Jul 17, 2019, 03:15 PM IST

આજે BJPનું સભ્યપદ સ્વીકારી શકે છે નીરજ શેખર, અમિત શાહ સાથે કરી મુલાકાત

લોકસભા ચૂંટણીમાં મળેલી કારમી હાર અને બહુજન સમાજ પાર્ટીથી મળેલા ધોખા બાદ સમાજવાદી પાર્ટી (સપા) હજુ ઉભરી શકી નથી કે બલિયાથી સાંસદ નીરજ શેખરે રાજ્યસભા અને સપામાંથી રાજીનામું આપી અખિલેશ યાદવની પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે.

Jul 16, 2019, 11:51 AM IST
For News Updates Watch Samachar Gujarat 15072019 PT27M14S

રાજ્યના તમામ સમાચારો વિસ્તારથી, જુઓ "સમાચાર ગુજરાત"

અમદાવાદમાં ફરી એકવાર મોતની રાઈડે હાહાકાર મચાવી દીધો. સોશિયલ મીડિયા પર આ ઘટનાની તસવીરો વાઈરલ થતા લોકોમાં અરેરાટી ફેલાઈ રહી છે. ત્યારે કાંકરિયામાં રાઈડ તૂટી પડવાનો મામલામાં મણિનગર પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો છે. IPC કલમ 304 , 114 હેઠળ આ મામલામાં ફરિયાદ નોંધાઈ છે.

Jul 15, 2019, 03:40 PM IST

શાહે કહ્યું- ‘ઓવૈસી સાહેબ સાંભળવાની આદત પાડો,’ જવાબ મળ્યો- ‘મને ડર લાગે છે...’

સંસદના બજેટ સત્રમાં આજે લોકસભામાં NIA બિલ દરમિયાન થયેલા હંગામામાં ગૃહ મંત્રી અમિત શાહને વચ્ચે બોલવું પડ્યું હતું. લોકસભામાં આજે રાષ્ટ્રી તપાસ એજન્સિ (NIA) બિલને લઇને ચર્ચાઓ થઇ રહી હતી.

Jul 15, 2019, 02:56 PM IST
For News Updates Watch Samachar Gujarat 14072019 PT23M48S

રાજ્યના તમામ સમાચારો વિસ્તારથી, જુઓ "સમાચાર ગુજરાત"

બનાસકાંઠાના સુઈગામના મેઘપુરાની સીમમાં તીડની દવાનો છંટકાવ કરવામાં આવ્યો.તીડના ઈંડા અને બચ્ચાઓના ઝૂંડ દેખાતા દવાનો છંટકાવ કરવામાં આવ્યો.જિલ્લા ખેતીવાડી અને તીડ નિયંત્રણ અધિકારીઓએ દવાનો છંટકાવ કર્યો.ત્યારે દવાના છંટકાવ બાદ તીડના ઈંડા અને બચ્ચાનો નાશ થવાની આશા સાથે સ્થાનિકો અને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો.

Jul 14, 2019, 03:05 PM IST
For News Updates Watch Samachar Gujarat 13072019 PT23M39S

રાજ્યના તમામ સમાચારો વિસ્તારથી, જુઓ "સમાચાર ગુજરાત"

રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરનું સ્વાગત કરવા ઠાકોર સમાજ ઉત્સુક, જુગલજી ઠાકોર પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ.

Jul 13, 2019, 03:05 PM IST
For News Updates Watch Samachar Gujarat 12072019 PT21M52S

રાજ્યના તમામ સમાચારો વિસ્તારથી, જુઓ "સમાચાર ગુજરાત"

કચ્છ :ગામમાં એક વ્યક્તિને તેનું જૂનું રહેણાંક મકાન તોડી તેના સ્થાને દુકાનો બનાવવા માટે જરૂરી મંજૂરી મેળવવા તેણે ગ્રામ પંચાયતમાં અરજી કરી હતી.જે અંગે દિનેશ મહેશ્વરીએ 80 હજાર રૂપિયાની લાંચ માંગી હતી.જેમાં પુરતાં પુરાવા અને ઝીણવટભરી તપાસ કરી મહેશ્વરી વિરુધ્ધ લાંચ માગવાનો (ડીમાન્ડનો) ગુનો દાખલ કરી ધરપકડ.

Jul 12, 2019, 08:00 PM IST

ADC બેંક માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને 15 હજારના બોન્ડ પર મળ્યા જામીન, અમિત ચાવડા જામીનદાર

સમર્થકોના ટોળા વચ્ચે રાહુલ ગાંધી અમદાવાદની ઘી કાંટા મેટ્રો કોર્ટમાં પહોંચ્યા છે. જ્યાં મોટી સંખ્યામાં સમર્થકોના ટોળા કોર્ટની બહાર તેમના સમર્થનમાં આવ્યા છે. અમદાવાદમાં પહોંચ્ઠેયા બાદ ઠેર ઠેર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરાયું હતું. તેમની કાર પર પુષ્પવર્ષા કરાઈ હતી. હાલ કોર્ટના છઠ્ઠા માળે સુનવણી શરૂ થઈ ગઈ છે. જેમાં તેમને સવાલ-જવાબ પૂછવામાં આવ્યા હતા. રૂપિયા 15 હજારના બોન્ડ પર રાહુલ ગાંધીના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. 

Jul 12, 2019, 01:01 PM IST

ADC બેંક કેસમાં આજે રાહુલ ગાંધી અમદાવાદની કોર્ટમાં હાજર રહેશે

નોટબંધી વખતે  એડીસી બેન્ક વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદન બદલ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી આજે શુક્રવારે અમદાવાદ ધી-કાંટા મેટ્રો કોર્ટમાં નિવેદન આપવામાં માટે હાજરી આપશે. બપોરે અઢી વાગ્યે મેજિસ્ટ્રેટ એસ.કે. ગઢવીની કોર્ટમાં તેમનું નિવેદન લેવાશે. ઉલ્લેખનીય છે કે કોર્ટે એડીસી બેંકના ચેરમેન દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદની તપાસ બાદ પ્રથમ દ્રષ્ટિએ બદનક્ષી સાબિત થતી હોવાથી રાહુલને કોર્ટમાં હાજર થવા સમન્સ પાઠવ્યું હતું.

Jul 12, 2019, 07:48 AM IST
For News Updates Watch Samachar Gujarat 11072019 PT24M29S

રાજ્યના તમામ સમાચારો વિસ્તારથી, જુઓ "સમાચાર ગુજરાત"

ધારાસભ્ય હર્ષદ રીબડિયાનું બિન સરકારી દેવામાફી વિધેયક રજૂ થયા બાદ જ્યારે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ બોલવાનો સમય માગ્યો હતો ત્યારે ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે અધ્યક્ષને સમય ન આપવા માટે માંગણી કરી હતી.આ સમયે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સમય નથી જોઈતો તમે માત્ર ખેડૂતોનું 50 હજારનું દેવુંમાફ કરી દો તેવી માગ કરી હતી.ત્યારબાદ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે દેવામાફી વિધેયક અંગે જવાબી સ્પીચ આપવા સમયે કોંગ્રેસના સભ્યોને પાપી કહેતાં ગૃહમાં જોરદાર હોબાળો થયો હતો.

Jul 11, 2019, 07:55 PM IST
For News Updates Watch Samachar Gujarat 11072019 PT24M14S

રાજ્યના તમામ સમાચારો વિસ્તારથી, જુઓ "સમાચાર ગુજરાત"

ZEE 24 કલાકના 'ઉડતા ગુજરાત' સ્ટીંગ ઓપરેશનની અસર હેઠળ વડોદરામાં પોલીસે ઝડપ્યો નશીલા પદાર્થનો જથ્થો. હરણી પોલીસે 6 કિલો ગાંજા સાથે પોલીસે 2 મહિલાની ધરપકડ કરી. ફરીદા હુસેનને આપવાનો હતો નશીલા પદાર્થનો જથ્થો.

Jul 11, 2019, 03:00 PM IST
For News Updates Watch Samachar Gujarat 10072019 PT24M8S

રાજ્યના તમામ સમાચારો વિસ્તારથી, જુઓ "સમાચાર ગુજરાત"

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં તીડનો ઉપદ્રવ સતત વધતો જાય છે.તીડનો આ મામલો વિધાનસભા સુધી પહોંચ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે આ મુદ્દો ઉઠાવ્યો છે. જેને લઈને કૃષિ મંત્રી આર.સી ફળદુએ મહત્વનું નિવેદન આપ્યું છે.

Jul 10, 2019, 07:50 PM IST
For News Updates Watch Samachar Gujarat 10072019 PT24M46S

રાજ્યના તમામ સમાચારો વિસ્તારથી, જુઓ "સમાચાર ગુજરાત"

ગીતા રબારીએ PM મોદી બાદ CM રૂપાણીના આશીર્વાદ લીધા છે. લોકસંગીતને ગુજરાત સરકાર પ્રોત્સાહિત કરે છે તેવું ગીતા રબારીએ કહ્યું હતું. PM સાથેની મુલાકાતના સંસ્મરણો પણ ગીતા રબારીએ યાદ કર્યા.

Jul 10, 2019, 02:55 PM IST
For News Updates Watch Samachar Gujarat 08072019 PT21M8S

રાજ્યના તમામ સમાચારો વિસ્તારથી, જુઓ "સમાચાર ગુજરાત"

જૂનાગઢ કોંગ્રેસમાં તોફાન શમવાનું નામ નથી લઈ રહ્યું. પ્રદેશ નેતાગીરીએ અવગણના કર્યાનો આરોપ લગાવ્યો હતો. ધારસભ્ય ભીખાભાઈ પ્રદેશ નેતાગીરીથી નારાજ થયા છે. પ્રદેશ નેતાગીરીએ અવગણના કર્યાનો તેમણે આરોપ લગાવ્યો છે. હવે તેઓ કેન્દ્રીય નેતાગીરી સમક્ષ ફરિયાદ કરવાની તૈયારી કરી રહ્યાં છે.

Jul 8, 2019, 08:00 PM IST
For News Updates Watch Samachar Gujarat 08072019 PT27M17S

રાજ્યના તમામ સમાચારો વિસ્તારથી, જુઓ "સમાચાર ગુજરાત"

કોંગ્રેસ ધારાસભ્યપદ પરથી અલ્પેશ ઠાકોરે રાજીનામુ આપ્યું છે. જુઓ તે અંગે હાર્દિક પટેલે શું પ્રતિક્રિયા આપી

Jul 8, 2019, 03:25 PM IST
For News Updates Watch Samachar Gujarat 06072019 PT26M19S

રાજ્યના તમામ સમાચારો વિસ્તારથી, જુઓ "સમાચાર ગુજરાત"

કાલોલના બાકરોલ નજીકથી પસાર થતી કરાડ નદીમાં સફેદ ફીણનો સર્જાયો હિમાલય. હાલોલ GIDCનું પ્રદુષિત પાણી વરસાદી પાણી સાથે નદીમાં આવતા થયું ફીણ.છેલ્લા ઘણા વર્ષોથી સર્જાય છે આ સમસ્યા.આ પાણીથી સ્થાનિકોને ચામડીના રોગો પણ થાય છે.

Jul 7, 2019, 07:55 PM IST
For News Updates Watch Samachar Gujarat 07072019 PT25M3S

રાજ્યના તમામ સમાચારો વિસ્તારથી, જુઓ "સમાચાર ગુજરાત"

સુરત: મૃતકોના પરિવાર સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. સરથાણા, કાપોદ્રા, વરાછા વિસ્તારમાં યાત્રા નીકળશે. અસ્થિયાત્રામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.

Jul 7, 2019, 02:50 PM IST
Watch Top 25 News for Latest News 07072019 PT25M18S

ટોપ 25 ન્યૂઝમાં જાણો દેશ-વિદેશ અને ગુજરાતના તમામ સમાચારો

પક્ષનો વ્યાપ વધારવા ભાજપે ખાસ અભિયાન હાથ ધર્યું. ભાજપના 'સદસ્યતા અભિયાન'નો પ્રારંભ થયો જ્યાં વિદેશ મંત્રી એસ.જયશંકરે સંબોધન કર્યું.

Jul 7, 2019, 11:45 AM IST